ભારતીય સેનાની ‘શ્વેત અશ્વ’ ટીમએ કારગીલ વોર હીરોની યાદનું દ્રાસનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

‘રાઈડ ટુ કારગીલ’ મોટરસાયકલ અભિયાન, ભારતીય સેના દ્વારા આયોજિત અને ટીવીએ મોટર કંપની દ્વારા સપોર્ટે છે, તેને દ્રાસમાં સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે, જેમાં ‘શ્વેત અશ્વ’ ટીમના પાંચ સભ્યો તેમના અંતિમ મુકામ- કારગીલ વોર મેમોરિયલ પર પહોંચ્યા હતા. ‘શ્વેત અશ્વ’એ મિલિટ્રી પોલિસના કોર્પ્સની મોટરસાયકલ ડિસ્પ્લે ટીમ છે.

 

લેફ્ટનન્ટ. જનરલ રણબીર સિંઘ, એવીએસએમ, વાયએસએમ, એસએમ, ગીઓસી- ઇન- સી,ને 25મી જુલાઈ, 2018ના રોજ દ્રાસમાં આ અભિયાનમાં ઉત્તરિય કમાન્ડને ફ્લેગ કરવામાં આવ્યો હતો.

 

25 મી જુલાઇ 2018 ના રોજ ડરાસમાં આ અભિયાનમાં ઉત્તરીય કમાન્ડને ફ્લેગ કરવામાં આવ્યો. આ ટીમે પછી કારગીલ વોર મેમોરિયલ ખાતે, કારગીલના શહિદોના પરિવાર અને કારગીલ યુદ્ધના હીરો સાથે 26મી જુલાઈ, 2018ના દિવસે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી. બેંગ્લુરુથી દ્રાસના અભિયાનમાં રાઈડરે 4250 કિલોમીટરનું અંતર જે 8 રાજ્યોમાંથી પસાર થાય છે, તે ટીવીએસ અપાચે આરટીઆર 200 એફઆઇ ફોરવી રેસ આવૃતિ 2.0 પર કાપ્યું હતું.

 

આ અભિયાન અંગે જણાવતા, શ્રી. અરુણ સિદ્ધાર્થ, વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ), પ્રિમિયમ ટુ- વ્હીલર્સ, ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ટીવીએસ રેસિંગ જણાવે છે, “અમને ગર્વ છે કે, ટીવીએસ અપાચે આરટીઆર 200 એફઆઇ ફોરવી રેસ આવૃતિ 2.0 એ ભારતીય સેનાની આ ઉમદા પહેલનો એક અભિન્ન હિસ્સો છે. અમે તેમના આભારી છીએ કે, તેમને અમને કારગીલ વિજય દિવસના ખાસ પ્રસંગે અમને આ બહાદુરોને શ્રદ્ધાંજલી આપવાની તક આપી. પ્રતિકાત્મક ‘શ્વેત અશ્વ’ ટીમ દ્રાસ પહોંચવા માટે મુશ્કેલ પડકારોમાંથી પસાર થઈ છે,  તેઓએ ઉષ્ણ ચોમાસું અને મુશ્કેલ પર્વતીય પ્રદેશનો સામનો કર્યો છે. અમારા માટે એ ગર્વની વાત છે કે, ટીવીએસ અપાચે આરટીઆર 200 એફઆઇ ફોરવી રેસ આવૃતિએ આ દરમિયાન ટીમને સાથ આપ્યો અને તેમને તેમના આયોજિત સ્થાને પહોંચવામાં મદદ કરી.”

 

‘શ્વેત અશ્વ’ સ્કોડમાં ટીમ લિડર લેફ્ટન્ટ કર્નલ, વિક્રમ રાજેભોંસલે, હવલદાર જાનગર આનંદા, નાયક શિવા ક્રિષ્ના સીએચ., લાન્સ નાયક સંતોષ એમકે અને લાન્સ નાયક ડી શશિકાંત બી.નો સમાવેશ થાય છે. આ ટીમએ તેના રસ્તામાં 11 શહેરોને આવરી લીધા હતા, જેમાં બેલગામ, પુને, મુંબઈ, વડોદરા, ઉદયપુર, નાસિરાબાદ, નવી દિલ્હી, ચંદિગઢ, મનાલી, સારચુ અને લેહનો સમાવેશ થાય છે. આ અભિયાનનો હેતુ, ભાઈચારો વધારવાનો, કારગીલ યુદ્ધ દરમિયાન અમારા શહિદો દ્વારા કરવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન માટે અંજલી આપવાનો અને ભારતીય સેનાની છબીને વધુ મજબુત બનાવી જેથી કરીને યુવાનો આ સન્માનિય સંસ્થામાં જોડાવા માટે પ્રોત્સાહિત થાય.