કૌન હૈ ? માટે શૂટિંગ કર્યા પછી ચારુ આસોપાની રાતોની ઊંઘ ઉડી ગયેલ છે

કૌન હૈ માટે શૂટિંગ કર્યા પછી ચારુ આસોપાની રાતોની ઊંઘ ઉડી ગયેલ છે

કલર્સનું કૌન હૈ એ લોકોનો જેની સાથે સામનો થયેલ હોય તેવી અસામાન્યઅગોચર અને રહસ્યમય ઘટનાઓની કરોડરજજુ થીજાવી દેનાર કહાણીઓ વડે દર્શકોને કૂતુહલપૂર્ણ કર્યા છે. આ અઠવાડિયેશો નાઇટ શિફટ‘ નામની એક અન્ય કહાણીનું નિરૂપણ કરશે જે દર્શકોના રૂંવાડા ઊભા કરી દેનાર હશે. એપિસોડ લોકપ્રિય અભિનેત્રી ચારુ આસ્પોઆનું નિરૂપણ કરેશે. કૌન હૈ ? કલર્સ પર દર શુક્રવારથી રવિવાર રાત્રે 10.30 કલાકે પ્રસારિત થાય છે.

નાઇટ શિફટ‘ એક કારખાનાના માલિક વાલેચા (નવાબ ખાન)ની કહાણીનું વર્ણન કરે છે જે એ જગ્યાએ એક દુષ્ટ આત્મા વિચરણ કરતી હોવાની અફવાના લીધે રાત પાળી બંધ કરી દે છે. પણ, 2 વર્ષના સમય ગાળા પછીવાલેચા પોતાના કારખાનામાં કામ કરતાં પરવેશના કારણે ફરી એક વખત રાત પાળી શરૂ કરવા સંમત થઇ જાય છે. જેવો પરવેશ આ રાત પાળી સાથે કામ કરવાનું શરૂ કરે છે કે તરતતે એવી વસ્તુઓનો અનુભવ કરવા લાગે છે જે તેને આંચકો આપી દેનાર હોય છે અને તે કેવી રીતે આ દુઃસ્વપ્નમાંથી છુટકારો મેળવવા પ્રયાસ કરે છે. 

રિચા (વાલેચાની પત્ની)ની ભૂમિકા ભજવવા પરચારુ આસોપાએ કહ્યુંહોરર સીરિઝ  ફરી એક વખત લેવાનું કારણ છે નાઇટ શિફટનો કુતુહલપૂર્ણ વિષયવસ્તુ. કૌન હૈ માટે શૂટિંગ કર્યા પછી ખાસ કરીને રાત્રેમને સારી રીતે ઊંઘવામાં મુશ્કેલી આવે છે. કહાણીના વિચારો અને દ્રશ્યો મારો કેડો મૂકતાં નથી કેમ કે તે મારા મગજમાં જબૂકયા કરે છે. એક દ્રશ્ય એવું હતું જયાં મારે મૃત હોવાનો અભિનય કરવાનો હતો અને એકાએક મારી પાસેનો ફોન વાગે છે,એ દ્રશ્ય પછી હું થોડીક બી ગઇ હતી. ભલેઆ તો એક એકટરનું કામ છે. જો કેશો માટેના શૂંટિંગને મેં માણ્યું છેઆશા છે કે દર્શકો પણ આ એપિસોડ એટલો જ માણશે!”

દર શુક્રવારથી રવિવાર રાત્રે 10.30 કલાકે નિહાળો કૌન હૈ ફક્ત કલર્સ પર!