the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મિરલ ફાઉન્ડેશન દ્વારા ૨જી ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટ ૨૦૧૮નું આયોજન

મિરલ ફાઉન્ડેશન દ્વારા ૨જી ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટ ૨૦૧૮નું આયોજન

અમદાવાદ, ૨૭ જુલાઇ, ૨૦૧૮ઃ દેશ-વિદેશના ઓકÂલ્ટસને એક પ્લેટફોર્મ ઉપર લાવીને જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મિરલ ફાઉન્ડેશન દ્વારા શા†ીનગર નારણપુરા ય્જીઝ્ર બેંક ખાતે ૨જી ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય (૨૮-૨૯ જુલાઈ ર૦૧૮) યોજાનાર સમીટીમાં વિવિધ દેશોના લગભગ ૭૦૦થી૯૦૦ ઓકÂલ્ટસ (ગુઢવિદ્યાના જાણકાર) ઉપÂસ્થત રહેશે, જેમાં જ્યોતિષશા†, વાસ્તુશા†, અંકશા†, તંત્ર, યંત્ર, મંત્ર, ફેસ રિડિંગ, બોડી રિડિંગ ક્ષેત્રના જાણકારો અને મહાનુભાવનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓન ઓકલ્ટ સાયન્સનું પણ અનાવરણ કરાશે, જે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે તથા એકવાર યુજીસીની મંજૂરી મળ્યાં બાદ વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ પણ કરી શકશે.
આ સમીટના આયોજન અંગે મિરલ ફાઉન્ડેશનના સ્થાપક મિતાબેન જાનીએ જણાવ્યું હતું કે, “બે દિવસીય ગ્લોબલ ઓકલ્ટ સાયન્સ સમીટના પ્રથમ દિવસે જર્નલના અનાવરણ ઉપરાંત કાર્યક્રમમાં નિષ્ણાંતો ઉપÂસ્થત લોકોના પ્રશ્નો, સમસ્યા, શંકા નિવારણ કરશે તથા વિવિધ માહિતીસભર બાબતો રજૂ કરશે. બીજા દિવસે આ ક્ષેત્રના લગભગ ૫૦ જેટલાં જાણકારો વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો અને વિચારો વ્યક્ત કરશે તેમજ રિસર્ચ કેસ સ્ટડિઝની પણ રજૂઆત કરશે.”
મહત્વપૂર્ણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓકલ્ટ સાયન્સ વિશે જાણકારીમાં વધારો થતાં મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે ઉત્સુક છે અને આ સમીટના માધ્યમથી તેમને પણ યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તેવી અપેક્ષા છે. મિરલ ફાઉન્ડેશન દ્વારા ઓકલ્ટ સાયન્સ વિશે જાણકારીના ફેલાવા ઉપરાંત વિવિધ સામાજિક અને ઉમદા કામગીરી પણ નિયમિતપણે કરવામાં આવે છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આઇ ચેક-અપ કેમ્પ, વિવિધ સંગઠનોને સહાય વગેરે કામગીરીનો સમાવેશ થાય છે.