ઓપ્પોની ફાસ્ટ ચાર્જીંગ ટેક્નોલોજી – વીઓઓસી ટેક્નોલોજી

નવી દિલ્હી, 30 જુલાઇ, 2018 – ઓપ્પોએ સંખ્યાબંધ નવીન પ્રોડક્ટ્સની રજૂઆત સાથે ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ કર્યું છે, જેમાં વિશ્વભરમાં પ્રથમ બ્યુટિફાઇડ ફોન, પ્રથમ રોટેટિંગ કેમેરા, એઆઇ બ્યુટિફિકેશન સાથેનો પ્રથમ ફોન, પ્રથમ 25 એમપી સેલ્ફી કેમેરા વગેરેનો સમાવેશ થાય છે અને તેનાથી કંપનીએ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ પૂરી પાડવાની સાથે-સાથે સ્પર્ધકો માટે નવા ઉંચા માપદંડોની સ્થાપના કરી છે.

ઓપ્પોએ વિશેષ પ્રકારની ચેક લેબનું નિર્માણ કર્યું છે, જેનાથી હેન્ડસેટના પ્રારંભથી જથ્થાબંધ ઉત્પાદન સુધી દેખરેખ રાખી શકાય તેમજ હેન્ડસેટની ગુણવત્તાની ચકાસણી કરી શકાય. આ લેબ ટેસ્ટને ઇલેક્ટ્રિકલ પર્ફોર્મન્સ ટેસ્ટ, સ્ટ્રક્ચરલ એનાલિસિટ (ડિસ્ટ્રક્ટિવ, સ્ટ્રક્ચર-પ્લગ), એનવાયર્નમેન્ટલ એજીંગ ટેસ્ટ (ફંક્શનલ કોમ્પોનન્ટ્સનું નિયમિત એજીંગ, વિવિધ એનવાયર્નમેન્ટ્સમાં તેની સ્વિકૃતતા) વગેરે પ્રમાણે વિભાજીત કરી શકાય છે. ટેસ્ટની કુલ સંખ્યા 150થી વધુ છે.

ઓપ્પોની નવી વીઓઓસી ટેક્નોલોજી એક નવું ઇનોવેશન છે. પરંપરાગત ચાર્જર્સની સરખામણીમાં 4 ગણી વધુ ચાર્જીંગ સ્પીડ સાથે વીઓઓસી ફ્લેશ ચાર્જીંગ સિસ્ટમ તમારા ઘરની બહાર હોવા દરમિયાન પણ તમારા માટે ફોનને સજ્જ રાખશે. પરંપરાગત હાઇ કરન્ટ પ્રોટેક્શનની સામે 5 લેયર પ્રોટેક્શન તમને એડપ્ટરથી લઇને પોર્ટ અને ફોનના ઇન્ટિરિયર સુધી પ્રોટેક્શન આપશે. વીઓઓસીએ  એમસીયુ સાથે વોલ્ટેડ રિડ્યુસિંગ સર્કિટનું સ્થાન લીધું છે તેમજ ચાર્જીંગ દરમિયાન મોબાઇલને ગરમ થઇ જવાથી સુરક્ષિત રાખે છે.

ઓપ્પોએ તેના એફ 1 પ્લસના લોન્ચ દરમિયાનથી વીઓઓસી ચાર્જર લોન્ચ કર્યું છે અને તે સમયે ભારતમાં ટેક્નોલોજી લાવવામાં આવી હતી. હવે ઓપ્પો ફાઇન્ડ એક્સના લોન્ચ સાથે બ્રાન્ડે શ્રેષ્ઠ ચાર્જીંગ સ્પીડ ધરાવતું સ્મોલર અને સ્માર્ટર વર્ઝન લોન્ચ કર્યું છે, જે વધુ અનુકૂળ છે. એલઇડી ઇન્ડિકેટર સાથે યુઝર્સેફોન ચાર્જના સ્ટેટસને જોવા માટે ડિસ્પ્લે એક્ટિવેટ કરવાનું રહેશે નહીં.

યુએસબી વીઓઓસીમાં પ્લગ કરેલું છે કે નહીં તેની જાણકારી ઇન્ડિકેટર આપશે. ઓપ્પો ડિવાાઇસના સ્ટ્રીંગ સાથે બ્રાન્ડ અન્ય કોઇપણ બ્રાન્ડની તુલનામાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. ઓપ્પો ખાતે પ્રોડક્શન અને ટેસ્ટિંગ પ્રક્રિયા ઇન-હાઉસ રાખવામાં આવે છે તથા પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા તેને આઉટસોર્સ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે ઓપ્પો યુઝર્સ માટે ઇનોવેશનની મુખ્ય જરૂરિયાતને પૂર્ણ કરે છે તથા અદ્યતન ટેક્નોલોજી માટે હંમેશા સજ્જ રહે છે. વર્ષ 2015માં ઓપ્પોએ નેક્સ્ટ કમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ્સ માટે ખાસ આરએન્ડડીની રચના કરી હતી અને બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાતોની નિમણૂંક કરી હતી, જેના પગલે રિસર્ચ એક્સલન્સમાં તે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી છે.