PAKની રૂપરેખા પર હવે મ્યાનમારમાં પણ કોરિડોર બનાવવાની તૈયારી કરી રહેલું ચીન
પાકિસ્તાનની રૂપરેખા પર ચીન હવે મ્યાનમારમાં પણ ઇકોનોમિક કોરિડોર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. બન્ને દેશો આ વિશે જલદીથી એક સમજૂતી કરવાના છે. આ બાબત ભારત માટે એક ચિંતાજનક સમાચાર છે.
નોંધનીય છે કે ભારતે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે મ્યાનમારમાં પણ ચીન આવો જ ઇકોનોમિક કોરિડોર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યોજના શરૂ થયા બાદ મોટા જથ્થામાં ચીન મ્યાનમારમાં મોટું રોકાણ કરશે, આથી ભારતને એવી છે કે પાડોશી દેશ મ્યાનમાર પર પોતાનું પ્રભુત્વ ગુમાવી દેશે.
મ્યાનમારના ફેડરેશન ઓફ ચેમ્બર્સના ઉપાધ્યક્ષ માઉંગ માઉંગ લે મુજબ, ‘વન બેલ્ટ વન રોડ પહેલેથી મ્યાનમાર અલગ રહી શકે એમ નથી, દેવું છતાં અમારા પાસે ઘણા બધા રસ્તાઓ છે.
પ્રસ્તાવિત કોરિડોરથી ચીનના યુન્નાન પ્રાંતથી મ્યાનમારના ત્રણ મહત્ત્વના આર્થિક કેન્દ્ર- મંડાલય, યાંગુન ન્યુ સિટી અને ક્યાઉક્ફિયુ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ને જોડવાની યોજના છે.