પંકજ વિષ્ણુ, ઝી ટીવીના આગામી કાલ્પનિક શો તુજસે હૈં રાબતામાં

દર્શકો માટે એક અલગ, લોહીના સંબંધથી જોડાયેલી નથી અને અજાણ હોવા છતા, પણ બે મહિલા વચ્ચેના વિકસતા માતા- પુત્રીના સંબંધની કડવી-મીઠી વાર્તા, ઝી ટીવી તૈયાર છે, નવી કાલ્પનિક કથા તુજસે હૈં રાબતા સાથે. શોના મેકર્સ પ્રસિદ્ધ મરાઠી કલાકાર પંકજ વિષ્ણુને શોમાં અતુલ દેશમુખની અગ્રણી ભૂમિકા માટે તૈયાર કર્યા છે, જે શોમાં ઘણા નાટકનો ઉમેરો કરશે. અતુલ પ્રોફેનલથી એક બેંકર છે અને પાર્ટ ટાઈમમાં તેઓ થીએટર કલાકાર છે. તે અત્યંત ખુલ્લા દિલના અને મિત્રતાસભર સ્વભાવ ધરાવે છે અને તેની દિકરી અને પત્નિ સાથે એક સરળ જીવન જીવે છે.

તેના પાત્ર અંગે જણાવતા, પંકજ વિષ્ણુ કહે છે, “તુજસે હૈં રાબતાની વાર્તા અત્યંત કુતુહલ પ્રેરક છે અને હું અત્યંત ખુશ છું કે, હું આ શોનો હિસ્સો છું. મારું પાત્ર અતુલ દેશમુખ અત્યંત લાગણીથી ભરેલું છે અને તેના વ્યક્તિત્વના ઘણા વિરોધાભાષી સ્તર પણ છે. જે પાત્રને ખૂબ જ રસપ્રદ બનાવે છે. પવિત્ર રિશ્તા બાજ હું ઝી ટીવી પર પાછો ફરી રહ્યો છું અને મારા આ નવા પ્રયત્નથી હું અત્યંત ઉત્સાહિત છું.”

તુજસે હૈં રાબતા, જલ્દી પ્રસારિત થશે ઝી ટીવી પર!