“પ્રદીપના ડાન્સ મૂવ્ઝ મને પ્રભુદેવાની યાદ અપાવે છે” – માધુરી દિક્ષિત કહે છે

પ્રદીપના ડાન્સ મૂવ્ઝ મને પ્રભુદેવાની યાદ અપાવે છે” – માધુરી દિક્ષિત કહે છે

અઠવાડિયે દર અઠવાડિયેડાન્સ દીવાનેના પ્રતિસ્પર્ધીઓ વિલક્ષણ રીતે પરફોર્મ કરી રહેલ છે અને દરેક એકટની સાથે સ્પર્ધા વધુ મુશ્કેલ બનતી જાય છે. ઘણાં બધાંમાંથી આવા જ એક પ્રતિસ્પર્ધી પ્રદીપ છે જેમના અપવાદરૂપ પરફોર્મન્સિસે જજિસ તથા દર્શકોને તેની સામે નતમસ્તક કરી દીધાં છે. 

શોના બ્લેક હોર્સ તરીકે ગણવામાં આવતાં પ્રદીપ પોતાની પડકારરૂપ ડાન્સ સ્ટાઇલ્સ વડે દરેકજણની આશ્ચર્યચકિત કરી રહેલ છે. આ અઠવાડિયે પણ,સાંભળવા અને બોલવાની પોતાની વિકલાંગતા છતાં પણ એમણે આખો એક રિવર્સ રીતે કર્યો. જજિસસાથી પ્રતિસ્પર્ધીઓ અને દર્શકોએ એમને ઉભા થઇને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં. એમના પરફોર્મન્સથી અભિભૂતમાધુરી દિક્ષિતે ટિપ્પણી કરીતમે ધારાપ્રવાહ ડાન્સ કરો છો અને મને પ્રભુદેવાની યાદ અપાવી દીધી છેતે એવા છે જેમને અશકય શબ્દની ખબર જ નથી. પ્રભુદેવા મારા મનપસંદ ડાન્સર છે અને તેમના પછી બીજા મનપસંદ બની ગયાં છો.”

પ્રદીપ માટે આ હાસ્તો ખાસ ક્ષણ હતી કેમ કે ખાસ મહેમાન રવિના ટંડન પણ સ્ટેજ પર ગયાં અને પ્રેમ અને કદરના પ્રતીક રૂપે હાર્ટ આકારનું બલૂન આપ્યું. રવિનાએ કોરિયોગ્રાફીના ઉમદા ખયાલની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રદીપે પોતાના પડકારોને પોતાની શક્તિમાં રૂપાંતરિત કરી દીધાં છે.

દર શનિવારરવિવાર રાત્રે 9.00 કલાકે ડાન્સ દીવાને જોવાનું ચૂકશો નહીં ફક્ત કલર્સ પર.