સાકેત એકઝીમ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ

સાકેત એકઝીમ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (ટાળો)

• સાકેત ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિ કરેછે. 
• રૂ. ૬૯ ના ભાવે લગભગ ર૭.૩૩ % શેર વેચી રહેલ છે. 
• માગવામાં આવેલ ભાવ ૩ર પી ઈ ની આસપાસ
• આ વધારે ભાવના આઈપીઓને ટાળવામાં કોઈ જોખમ નથી.

સાકેત એક્ઝિમ લિમિટેડ (એસઇએલ) વિવિધ સ્ટીલ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન અને ફેબ્રીકેશનમાં રોકાયેલ છે, જે પાઇપ સપોર્ટ સિસ્ટમ, એચવીએસી સિસ્ટમ, એન્ટી વાયબ્રન્ટ સિસ્ટમ અને ઔદ્યોગિક, વેપારી, ઉપયોગિતા અને ઓઈ એમ સ્થાપનો માટેની ઉપયોગિતાનાં ઉપકરણો બનાવે છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જી.આઇ. નટ્‌સ, વિવિધ પ્રકારનાં બોલ્ટ્‌સ, ક્લેમ્પ્સ, હેંગર્સ, તમામ બાથરૂમ પાઈપો, ફિટિંગ, બાથરૂમ એક્સેસરીઝ, સેનેટરી વાસણો વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કંપનીની ઉત્પાદન પ્રવૃત્તિમાંથી થયેલ આવક ૬૧.૨૨% હતી અને વેપાર પ્રવૃત્તિઓમાંથી થયેલ આવક ૩૮.૭૮% હતી. આ કંપની ટેક્સટાઇલ ઉત્પાદનોમાં વેપાર કરે છે, તેના ત્રણેય ઉત્પાદન એકમો વાશી, નવી મુંબઈ ખાતે સ્થિત છે.
ઈસ્યુની વિગતો
કાર્યકારી મૂડી તેમ જ સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૩૬૮૦૦૦ ઈકવીટી શેર રૂ. ૬૯ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૯.૪૪ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. આ ઈસ્યુમાં૨૪૫૦૦૦ વેચાણ માટેના શેર અને ૧૧૨૩૦૦૦ નવા શેર છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૧.૦૮.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૦૩.૦૮.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ર૭.ર૩ ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર આર્યમાન ફાયનાન્સિઅલ સર્વિસીસ લી. છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
મૂડીનો ઈતિહાસ :
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી આ કંપનીએ બીજા ઈક્વીટી શેર દીઠ રૂ.૨૦.૮૩ થી રૂ. ૨૬.૦૦ ના ભાવે આપેલ હતા. તેમના પ્રમોટરની શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧.૪૦, રૂ. ૪.૮૪, રૂ. ૬.૩૩ અને રૂ. ૧૭.૬૧ હતી. આ ઈસ્યુ પછી આ કંપની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૩.૯૦ કરોડ છે તે વધીને રૂ. પ.૦ર કરોડ થશે.
આર્થિક દેખાવ
આર્થિક દેખાવ મોરચે, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીએ ટર્નઓવર/ચોખ્ખો નફો રૂ. ૩૭.૪૯ કરોડ / રૂ. ૦.૪૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૬.૭૨ કરોડ. / રૂ. ૦.૭૭ સી.આર. (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૫૧.૪૦ કરોડ / રૂ. ૦.૯૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૬૨.૦૦ કરોડ / રૂ. ૧.૦૭ કરોડ (નાણાકીય વર્ષ રૂ૧૮) દર્શાવેલ છે. આ રીતે ટોપ અને બોટમ લાઈનમાં ધીરે ધીરે વૃધ્ધિ થયેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેઓએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ર.૮૭ અને સરેરાશ આરઓએન ડબલ્યુ ૧૬.૯૩% બતાવેલ છે.તા. ૩૧.૩.૧૮ના રોજના એન એ વીફ ૧૮.૭૮ના આધારે માગવામાં આવેલ ભાવ ૩.૬૭ના પી/બીવીથી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૩૦.૫૩ના આધારે ર.ર૬ ના પી/બીવીથી આવે છે. તેમનો ડબ્ટ રેશિયો ર.૬૩ ની આસપાસ છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૩ર ની પી/ઈ રેશિયોની આસપાસ આવે, જે સામે આ ઉદ્યોગનો સંયુક્ત પી/ઈ રેશિયો ૧૩.૯૦ છે. આ રીતે આ ઈસ્યુનાભાવ ખૂબ આક્રમક છે. તેમના ઓફર ડોકયુમેન્ટ મુજબ, તેમની લીસ્ટેડ હરિફ કંપની નથી.
લીડ મેનેજરનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે, ઓફર ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ, છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ તેમની ૩૬ મી કામગીરી છે અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દીવસે ર ઈસ્યુ ડીસ્કાઉન્ટ ભાવે, ર ઈસ્યુ ભાવો ભાવ ખુલેલ, અને બાકીના લીસ્ટીંગના દિવસે ૦.૭૫% થી ૬% ના પ્રિમિયમથી ખુલેલ હતા. આ રીતે તેમનો ટ્રેક રેકર્ડ નબળો છે.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે કંપની છેલ્લા પાંચ વર્ષથી ટોપ અને બોટમ લાઈનમાં ધીરે ધીરે વિકાસ નોંધાવી રહેલ છે, છતાં આક્રમક ભાવો ચિંતા ઉપજાવે છે. અતિશય ભાવના આ ઈસ્યુને છોડી દેવામાં કોઈ નુકશાન નથી.