the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સનોફી પાસ્ટરે ફ્લુક્વાડરી લોન્ચ કરી – ત્રણ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે ભારતની પ્રથમ ફોર-સ્ટ્રેઇન ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન

સનોફી પાસ્ટરે ફ્લુક્વાડરી લોન્ચ કરી – ત્રણ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે ભારતની પ્રથમ ફોર-સ્ટ્રેઇન ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન

 ઇન્ફ્લ્યુએન્ઝાની સામે વ્યાપક સુરક્ષા પૂરી પાડવા માટે ક્વાડરીવેલેન્ટ ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન  નવું ઇનોવેશન
 ફ્લુક્વાડરી ભારતની પ્રથમ ક્વાડરીવેલેન્ટ વેક્સીન  છે કે જે ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના તમામ ચાર સ્ટ્રેઇનની સામે વ્યાપક સુરક્ષા આપે છે.
 ડબલ્યુએચઓએ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ક્વાડરી વેલેન્ટ વેક્સીન ને સામેલ કરવાની ભલામણ કરી
 યુએસએમાં Âસ્વફ્ટવોટરમાં તૈયાર કરાયેલી વેÂક્સન વિશ્વના ૨૬ દેશોમાં ઉપલબ્ધ

સનોફીના  વેક્સીન  ડિવિઝન સનોફી પાસ્ટરે આજે ભારતમાં ચોથી સ્ટ્રેઇન ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન  ફ્લુક્વાડરી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ફ્લુક્વાડરી ભારતની પ્રથમ ક્વાડરીવેલેન્ટ વેક્સીન  છે, જે ત્રણ વર્ષથી ઉંમરના લોકોને ઇન્ફ્લ્યુએન્ઝાની સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.

હાલમાં મોટાભાગની સિઝનલ ઇનફ્લ્યુએન્ઝા વેક્સીન  ત્રિગુણી છે એટલેકે તે આની સામે રક્ષણ આપે છેઃ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના બે એ ટ્રેઇન્સ અને એક સિંગલ બી લાઇનેજ (બી-વિક્ટોરિયા અથવા બી યમાગાટા). જાકે, તાજેતરની ફ્લુ સિઝન્સમાં બંન્ને બી લાઇનેજીસનું સહ-પરિભ્રમણ જાવા મળ્યું છે, જેના પરિણામે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ને ત્રિગુણી રસી સાથે કઇ બી સ્ટ્રેઇનને સાંકળવી તેની ભલામણ કરવામાં મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોગની  સ્થતિમાં પરિવર્તનને ધ્યાનમાં લેતાં ક્વાડરીવેલેન્ટ વધુ સારા સ્તરની સુરક્ષા પૂરી પાડે છે. ડબલ્યુએચઓએ ક્વાડરીવેલેન્ટ ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન નો તેની ભલામણોમાં સમાવેશ કરતાં જણાવ્યું છે કે, ક્વાડરીવેલેન્ટ ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન ઇન્ફ્લ્યુએન્ઝા બી વાઇરસની સામે વ્યાપક સુરક્ષા પૂરી પાડી શકે છે અને આ ભલામણો ત્રીગુણી રસી સુધી મર્યાદિત હોવી જાઇએ નહીં.

આ અંગે નવી મુંબઇમાં અપોલો હોÂસ્પટલ્સના આઇસીએચ હેડ અને ડો. યેવલેઝ મલ્ટીસ્પેશિયાલિટી હોÂસ્પટલના ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ પિડિયાટ્રિશિયન ડો. વિજય યેવલેએ જણાવ્યું હતું કે, ઇન્ફ્લ્યુએન્ઝા ટાઇપ બીના બે પેટા પ્રકારો હોય છે, જેનાથી વ્યÂક્તને બિમારી થાય છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ વેÂક્સનમાં ઇન્ફ્લ્યુઅન્સ બી સબટાઇપના માત્ર એકનો સમાવેશ થતો હતો અને તેનાથી માત્ર વેÂક્સનમાં સામેલ માત્ર એકની સામે રક્ષણ મળતું હતું. ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સીન  વર્ષમાં બે વાર નવેસરથી તૈયાર કરવામાં આવી છે તેમજ ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસ ટાઇપ એ અને બી બંન્નેને વર્ષ દરમિયાનના વૈજ્ઞાનિક અંદાજાને આધારે વેક્સીન માં સામેલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાનના દાયકામાં યુરોપ અને યુએસમાં ૫૦ ટકા વાર બી સબટાઇપ માટે કારણભૂત બિમારી વેક્સીન માં સામેલ એક કરતાં વિભિન્ન હતી. આનાથી રસીકરણ મેળવેલા વ્યક્તિ વેક્સીન માં એક સામેલ ન હોવાને કારણે સબટાઇપની સામે અસુરક્ષિત બની જાય છે. ક્વાડરીવેલેન્ટ વેક્સીન  તમામ ચાર સબટાઇપ્સ – બે ઇન્ફ્લુયએન્ઝા બી અને બે ઇન્ફ્લ્યુએન્ઝા એ સબટાઇપ્સની સામે રક્ષણ પૂરું પાડે છે. આ તમામ સર્ક્યુલેટિંગ સબટાઇપ્સની સામે રક્ષણ આપે છે.

ભારતે ટાઇપ બી ઇન્ફ્લુયએન્ઝા સ્ટ્રેઇન્સનો ફેલાવો જાયો છે. આઇડીએસપી (ઇન્ટીગ્રેટેડ  ડિસિઝ સર્વેલન્સ પ્રોગ્રામ)ના વર્ષ ૨૦૧૭ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઇન્ફ્લ્યુએન્ઝાને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત અને કેસને કારણે નિષ્ણાંતોની કમીટીને નોંધ્યું છે કે ગત વર્ષે ગુજરાતમાં ફ્લુની બિમારી પાછળનું એક મોટું કારણ એચ૩એન૨ અને ઇન્ફ્લ્યુએન્ઝા વાઇરસના બી સબટાઇપ્સ હતું, નહીં કે એચ૧એન૧. આના પરિણામે કમીટીએ સૂચન કર્યું છે કે ભવિષ્યમાં તમામ આઇઇસી (ઇન્ફર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન) સામગ્રીમાં સ્વાઇન ફ્લુ શબ્દની જગ્યાએ સિઝનલ ફ્લુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે અને એચ૧એન૧ના તમામ સંદર્ભોને દૂર કરવામાં આવે. અન્ય એક કિસ્સામાં કર્ણાટકમાં મનીપાલ સેન્ટર ફોર વાઇરસ રિસર્ચ દ્વારા તીવ્ર તાવની બિમારી અંગે હાથ ધરાયેલા પ્રોજેક્ટ મૂજબ ભારતના ૧૦ રાજ્યોમાં ગ્રામિણ વિસ્તારોમાં લગભગ ૨૦ ટકા તાવ પાછળ ઇન્ફ્લ્યુએન્ઝા મુખ્ય કારણ છે અને વર્ષ દરમિયાન આ પ્રદેશોમાં જ્યારે એચ૧એન૧નું પ્રમાણ ઓછું હોય ત્યારે એચ૩એન૨ અને ઇન્ફ્લ્યુએન્ઝા બીનો વ્યાપ વધુ હોય છે.

સનોફી પાસ્ટર સાઉથ એશિયાના કન્ટ્રી હેડ જિએન-પિએરે બાયલેટે જણાવ્યું હતું કે, ઇન્ફ્લ્યુએન્ઝાના અસાધારણ દબાણની સામે લડવા માટે સનોફી પાસ્ટર ઇનોવેશન બાબતે હંમેશાથી અગ્રેસર રહ્યું છએ. ઇન્ફ્લ્યુએન્ઝા પ્રિવેન્શનમાં ૬૦ વર્ષથી વધુના અનુભવથી
અમને બિમારીઓની સામે લડવા માટે વધુ સારા વેક્સીન  સોલ્યુશન્સ વિકસાવવામાં પ્રેરણા મળે છે. અમે નવું ઇનોવેશન ભારતમાં લાવતાં ગર્વ અનુભવીએ છીએ કે જેણે છેલ્લાં એક દાયકામાં ઇન્ફ્લ્યુએન્ઝાની બિમારીનો સામનો કર્યો છે. ફ્લુક્વાડરીને ભારતીય લોકો સમક્ષ ઉપલબ્ધ બનાવતા અમે ત્રણ વર્ષથી ઉપરના લોકોને બિમારી સામે વ્યાપક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો તથા જીવલેણ બિમારીથી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.