શેરકો ટીવીએસ ફેક્ટરી રેલી ટીમના માઈકલ મીટ્ગે એ બાજા એરાગોન જીતી

શેરકો ટીવીએસ ફેક્ટરી રેલી ટીમના માઈકલ મીટ્ગે બાજા એરાગોન જીતી

 

Adrien Metge

ટીમમેટ એડ્રીન મીટ્ગે રેલી પી3 પર પુર્ણ કરી

સેરકો ટીવીએસ ફેક્ટરી રેલી ટીમની માઈકલ મીટ્ગે એ ત્રીજા દિવસે તેનું સારું ફોર્મ ચાલુ રાખીને બાજા એરાગોનની 35મી આવૃતિ જીતી લીધી છે. આ પહેલીવાર બન્યું છે કે શેરકો ટીવીએસ ફેક્ટરી રેલીની ટીમે બાજા એરાગોન ચેમ્પીયનશીપ જીતી છે. માઈકલ મીટ્ગે તેની પહેલી રેસમાં સીતારો બન્યો હતો જેના લીધે શેરકો ટીવીએસ ફેક્ટરી રેલીની ટીમે તેની પહેલી જીત હાંસલ કરી. માઈકલના ટીમમેટ અને ભાઈ એડ્રીન મીટ્ગે એ પણ સારું પ્રદર્શન કર્યું હતું અને પી3 પુર્ણ કરવાની સાથે પોડીયમ મેળવ્યું હતું. એશ્વર્યા પીસાઈને દુર્ભાગ્યે ઈજા પહોંચી હતી અને તેને ત્રીજા દિવસની શરૂઆતમાં રેલી છોડી દેવી પડી હતી.

રેલી વિશે વાત કરતાં, ડેવીડ કાસ્ત્યુ, ટીમ મેનેજર, શેરકો ટીવીએસ ફેક્ટરી રેલી ટીમ જણાવે છે કે“બાજા એરાગોન એ ટીમ માટે ખુબ જ રસપ્રદ અનુભવ રહ્યો હતો જેમાં ઘણાં ઉતાર ચઠાવ જોવા મળ્યાં હતાં, તેમ છતાં, બંન્ને મીટ્ગે ભાઈઓ એ ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું.  માઈકલે સંપુર્ણ રેલી દરમ્યાન અદૂભુત પ્રદર્શન કર્યું હતું, સુંદર પ્રોફેશનાલી ઝમ(રમતવીરતા) દર્શાવ્યું છે અને તેના પ્રદર્શનથી ટીમની ભાવનાને વેગમળ્યો છે. એડ્રીને તણાવમાં અને ખરબચડા રસ્તાઓમાં ખુબ જ સારી રીતે ઝડપ હાંસલ કરી હતી અને તેની જીત માટે સ્થિતિ મેળવી હતી. એકંદરે, સીઝનની આ ખુબ જ સારી શરૂઆત છે અને હું આશા રાખું છું કે આગળ જતાં અમે આવું જ પ્રદર્શન કરતાં રહીયે.”

પર્ફોમન્સ વિશે વાત કરતાં, માઈક્લ મીટ્ગે, રેસર, શેરકો ટીવીએસ ફેકટરી રેલી ટીમ જણાવે છે કે“બાજા એરાગોન એ મુશ્કેલ અને ખુબ જ સ્પર્ધાત્મક હતી અને મને આનંદ છે કે મેં મારું સારુ પ્રદર્શન જાળવી રાખ્યું અને અંતે પ્રથમ રહી શક્યો.  આ શેરકો ટીવીએસ ફેક્ટરી રેલી સાથે મારી પહેલી સફર છે અને હું તેમના સહકાર બદલ આભારી છું. આરટીઆર 450 એ રેસ માટેનું ખુબ જ સુંદર મશીન છે જે મારી ચલાવવાની સ્ટાઈલને ખુબ જ સારી રીતે પુરક ગણાવે છે. હું મારી ક્ષમતાને આવનારી રેલીઓમાં તેની પર વધારા માટે આતુર છું.”

પર્ફોમન્સ વિશે વાત કરતાં જણાવે છે કે “બાજા એરાગોન એ મારી રીકવરી પછીની પહેલી રેલી છે.” તેમ એડ્રીન મીટ્ગે, રેસર, શેરકો ટીવીએસ ફેક્ટરી રેલી ટીમ કહે છે.“માટે, તણાવ અને આશાઓ ખુબ જ હતી. ટેક્નીકલ ટીમ અને મારી ટીમના સહકારથી, મને રેલી દરમ્યાન ખુબ જ આત્મવિશ્વાસ મળ્યો અને હું અંતે વિજેતા બની શક્યો. આનાથી મારો આત્મવિશ્વાસ ખુબ જ વધ્યો છે અને હું હવે મારા પર્ફોમન્સમાં આવનાર રેલીઓમાં સુધાર લાવીશ.”

 

ફાઈનલ સ્ટેજનું રેન્કીંગ

માઈકલ મીટ્ગે – પી1

એડ્રીન મીટ્ગે – પી3