સાંઈમાં મારા વિશ્વાસએ મને મારા પ્રથમ છૂટાછેડામાંથી પસાર થવામાં મદદ કરી – સ્નેહા વાઘ

1. તમને તુલ્સાની ભૂમિકા કેવી રીતે મળી?
સ્નેહા વાઘ- હું હંમેશા મેરે સાંઇ જેવા સુંદર શોનો એક ભાગ બનવા માંગતી હતી, જે દયા અને માનવતાના ઉમદા ગુણોનો ઉપદેશ આપે છે. ઉપરાંત, હું શોના નિર્માતાઓને ખૂબ જ સારી રીતે જાણું છું અને દેખાવ પરીક્ષણ પછી તેઓએ મને તુલ્સાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરી. એક રીતેસાંઈબાબા પ્રત્યેની મારી નિષ્ઠાએ મને ‘મેરે સાંઈ’નો ભાગ બનવા મદદ કરી. મેં પહેલાં પણતે નિર્દેશક સાથે કામ કર્યું છે, તેથી તે સેટ પર પુનર્મિલન જેવુંલાગે છે. આવા સુંદર વૃત્તાંતનો એક ભાગ બનવાનીઅનન્ય તક મળવા માટે આ ઉત્કૃષ્ટ સન્માન છે. હું મારી ભૂમિકામાં ન્યાય કરવાની આશા રાખું છું અને ઇચ્છુ છું કે લોકો મારા પાત્રને પ્રેમ કરશે.

2. તમે સાંઈ ભક્ત છો. તેમણે તમારું જીવન કેવી રીતે બદલ્યું છે?
સ્નેહા વાઘ- એવા ઉદાહરણો છે કે જ્યાં સાંઈબાબાના આશીર્વાદોએ મને જીવનમાં કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથીનીકળવા માટે મદદ કરી છે. એક દાયકા અગાઉ, જ્યારે હું મારા પ્રથમ લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરતી હતી અને અતિશય પીડામાં હતી, મારા માટે કંઈપણ યોગ્ય થતું ન હતું. મેં આશ્વાસન શોધવા માટે શિરડીની મુલાકાત લીધી. મારા જીવનના સૌથી મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થવા, હું મારીમદદ માટે સર્વશક્તિમાનનેઅત્યંત પ્રાર્થના કરી રહી હતી. સાંઈનીકૃપા અને આશીર્વાદ સાથે, હું મુશ્કેલીમાં આવી ગયેલા લગ્નમાંથી બહાર નીકળવામાંસફળ રહી.

3. આ ભૂમિકા માટે તમે કોઈ ખાસ તૈયારી કરી છે?
સ્નેહા વાઘ- મેરે સાંઇમાં, હું તુલ્સાની ભૂમિકા ભજવી રહી છું જે મહલ્સાપતિની બહેન છે અને તે સાંઈબાબાના કટ્ટર ભક્ત છે. તે એક રહસ્યમય પાત્ર છે જે શિરડી આવી છે અને માનસિક રીતે વ્યગ્ર છે. સાંઇ બાબા તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરે છે. મારા જીવનમાં આવા કેટલાક રસપ્રદ સંયોગો છે જે આ ભૂમિકા સાથે જોડાયેલા છે. મારા સ્વર્ગીય દાદીનું નામ પણતુલ્સા હતું અને હું તેમની સાથે ખૂબ જ જોડાયેલી હતી. હું પરિવારમાં પહેલી પૌત્રી હતી અને તે મને પ્રેમ અને સ્નેહ સાથે લાડ લડાવતા. મારા પિતાના કુટુંબીજનો પણ નાસિકના છે અને મારા બધા સંબંધીઓ સાંઈબાબાના ભક્તો છે. શોના વર્ણન દરમિયાન, મેં મારા પાત્ર વિશે સાંભળ્યું અને આવી ભૂમિકા ભજવવા માટે ખરેખર ઉત્સાહિત હતી. મહારાષ્ટ્રીયન હોવાથી, હું મહારાષ્ટ્રીયન પાત્રોના પરંપરાગત દેખાવ વિશે જાણું છું. નિયમિત ડેલી શોપ સિવાય, મને ઐતિહાસિક પાત્રોનેઓનસ્ક્રીન ચિત્રિત કરવાનું પસંદછે.

4. તમે બહુવિધ શોમાં કામ કર્યું છે. આ ભૂમિકા તમારા પહેલાની સ્ક્રીનની ભૂમિકાથીકેવી રીતે અલગ છે?
સ્નેહા વાઘ- આ ભૂમિકા અગાઉની ભૂમિકાઓથી અલગ છે જે મેં ટેલિવિઝન પર ભજવી છે. મારો પાત્ર એકદમ અનન્ય છે અને એક મહિલાનોપાત્ર છે જેના સામે આગળ ઘણા પડકારોછે કારણ કે તેણી માનસિક બીમારીથી પીડાય છે. આ એક ધાર્મિક શો છે અને મને ખુશી છે કે હું સાંઈબાબાના નજીક હોઈશ, જેમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. મેરે સાંઈમાં તુલ્સાની ભૂમિકા માટે, તે એક પડકારજનક ક્ષણ હતી જ્યારે મને છાણ અને કાદવ સાથે શૂટ કરવાનું હતુંજેમ કે તે ગામના સેટઅપમાંસામાન્ય રીતે થાય છે. મેં જીવનમાં ગાયના છાણ ને ક્યારેય સ્પર્શ કર્યો નથી અને હું આ શોમાં ઘણાં નવી બાબતો શીખી રહી છું.

5. ચોમાસામાં ખુલ્લી જગ્યામાં શૂટિંગ કરવાનુંકેવી રીતે મેનેજ કરો છો તે પણ નાયગાંવમાં?
સ્નેહા વાઘ- સેટ શહેરની બહારના પર્વતો અને હરિયાળીથી ઘેરાયેલા ખૂબ જ સુંદર સ્થળ પર છે. હું સંમત છું કે ચોમાસામાં શૂટ માટે મુસાફરી કરવી થોડું મુશ્કેલ છે, પરંતુ અંતે તે અમારો કાર્યસ્થળ છે અને મુંબઇકર હોવાથી તમારે કામ માટે ગમે ત્યાં મુસાફરી કરવા તૈયાર રહેવું પડશે. હું તેને એક સાહસની રીતે જોઈ રહી છું!

6. શું તમે શોનો એક ભાગ બનતા પહેલાં શો જોયો હતો?
સ્નેહા વાઘ- મેં અગાઉ કહ્યું હતું તેમ, હું અને મારો પરિવાર સાંઈબાબાના કટ્ટર ભક્તો છીએ. અમે અગાઉ આ શો જોયો છે. હવે મારા મિત્રોને ખબર છે કે હું શોમાં તુલ્સાનો પાત્રભજવી રહી છું, તેઓએ મેરે સાંઇને નિયમિતપણે જોવાનું શરૂ કરી દીધું છે.

7. તમે શોના પ્રથમ લીપ સાથે આવી રહ્યા છો. વાર્તા કેવી રીતે બદલાઈ રહી છે?
સ્નેહા વાઘ- હા મેરે સાંઇએ તેનો પ્રથમ લીપ લીધો છે અને ઘણા નવા અભિનેતાઓ બોર્ડ પર આવ્યા છે. લીપ પછી તરત જ, મારો પાત્ર પણ રજૂ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ રસપ્રદ છે. મને ખાતરી છે કે આગામી એપિસોડમાં સાંઈબાબાની ઘણી રસપ્રદ કથાઓ દર્શકોને જોવા મળશે. કેવી રીતે તુલ્સા રહસ્યના પાત્ર તરીકે શિરડી પહોંચે છે અને કેવી રીતે સાંઈબાબા જીવનમાં તેણીને યોગ્ય માર્ગ પર સેટ કરીને મદદ કરે છે તે દર્શકો ટેલિવિઝન પર જોવાનું પસંદ કરશે.

8. તમારા સહ-કલાકારો સાથે તમારીઇક્વેશન કેવી છે?
સ્નેહા વાઘ- મારા સહ-કલાકારો ખૂબ જ મદદરૂપ અને આનંદી છે. ખાસ કરીને અબીર જે શોમાં સાંઈબાબાની ભૂમિકા ભજવે છે તે અત્યંત દેખભાળ કરનાર વ્યક્તિ છે. જ્યારે અબીર તૈયાર થાય છે, ત્યારેએવું લાગે છે કે વાસ્તવિક સાંઈબાબા તમારી સામે છે. જો કે, મેં હમણાં જ શૂટિંગ કરવાનું શરૂ કર્યું છે, એવું નથી લાગતું કે હું સેટ પર નવી છું, તેઓએ મને ખૂબ આરામદાયક બનાવી દીધી છે. શુટિંગ ઉપરાંત, બ્રેક દરમિયાન અમે ચીટ-ચેટમાંવ્યસ્ત રહીએ છીએ, ઘરે બનેલો નાસ્તો ખુબખાઈએ છીએ. બચ્ચા કંપની અમને તેમની રમતોમાં ઘણી વખત સામેલ કરે છે, જે અમને અમારા બાળપણને ફરીથી અનુભવવાની તક આપે છે. સેટ પર સમગ્ર વાતાવરણ ખૂબ જ હકારાત્મક છે જે મને મારા બીજા ઘરની જેમ લાગે છે.