સુમિત ખેતાને પોતાની ટ્યુન ઉપર બિગ બોસ ૨ (તેલુગુ)માં નાનીને નચાવ્યાં

સુમિત ખેતાને એક ડાન્સર તરીકે પોતાની રચનાત્મક કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેમણે વિવિધ ડાન્સ સ્વરૂપોની રજૂઆત તથા આર્ટિસ્ટિક ડિરેક્ટર તરીકે પોતાનો જાદૂ પાથર્યો છે. તેમણે વિવિધ ટેલીવિઝન અને બોલીવુડ સેલિબ્રિટીઝને પણ કોરિયોગ્રાફ કર્યાં છે. આ ઉપરાંત તેમણે વિવિધ હાઇ પ્રોફાઇલ વેડિંગ તથા મહારાષ્ટ્રના ગ્રામિણ વિકાસ વિભાગના કેન્દ્રિય પ્રધાન સ્વ. શ્રી ગોપિનાથ મુંડેના પારિવારિક કાર્યક્રમને પણ કોરિયોગ્રાફ કર્યાં છે.

સુમિત વિઝ્‌યુઅલ્સની શક્તિમાં વિશ્વાસ ધરાવે છે, જે તેમના પર્ફોર્મન્સમાં પણ એકદમ સ્પષ્ટપણે જોવા મળે છે. હાલમાં સુમિત સ્ટાર મા માટે બિગ બોસ ૨ (તેલુગુ)ની સમગ્ર સિઝનની કોરિયોગ્રાફી કરી રહ્યાં છે. તેમણે શોના ગ્રાન્ડ પ્રીમિયરની કોરિયોગ્રાફી કરી હતી અને તેઓ ફિનાલેની પણ કોરિયોગ્રાફી કરશે. શોના સુપર ટેલેન્ટેડ હોસ્ટ નાની (નવીન બાપુ ગાન્ટા) પણ તેમની ટ્યુન ઉપર ડાન્સ કરે છે.

સુમિત વિશેના પ્રશ્નનો જવાબ આપતાં નાનીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “શો હોસ્ટ કરવા બાબતે મને જરાય ચિંતા ન હતી, પરંતુ હું પર્ફોર્મન્સ અંગે ચિંતિત હતો અને ત્યારબાદ હું સુમિતને મળ્યો. તેઓ અદ્‌ભુત છે અને વ્યક્તિના બોડી લેંગ્વેજને સારી રીતે સમજે છે તથા પરિસ્થિતિને હળવી બનાવે છે. તમે ગમે તેટલીવાર પ્રશ્ન કરો તો પણ તેઓ ધીરજથી સમજ આપે છે અને તમે આપમેળે સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ હાંસલ કરો છો, જે આખરે તમારા પર્ફોર્મન્સમાં પણ જોવા મળે છે. સુમિત અને તેમની ટીમનો હું આભારી છું અને હું તેલુગુ ફિલ્મ્સમાં સુમિત સાથે કામ કરવાની અપેક્ષા રાખું છું.”