the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટોયોટાએ ભારતમાં કૌશલ્ય વિકાસને બળ આપવા અનોખી કૌશલ્ય વર્ધન પહેલ કરી

ટોયોટાએ ભારતમાં કૌશલ્ય વિકાસને બળ આપવા અનોખી કૌશલ્ય વર્ધન પહેલ કરી

ચેન્નઇ, ૨૬ જુલાઇ, ૨૦૧૮ઃ ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ ચેન્નઇમાં શ્રીરામ પોલીટેકનીક કોલેજ ખાતે પોતાના અનોખા ટ્રેનિંગ મોડલ ટોયોટા ટેકનીકલ એજ્યુકેશન પ્રોગ્રામ (ટી-ટીઇપી) સર્વિસ એડવાઇઝરી કેટેગરીની સ્થાપના કરીને રાજ્યમાં પાંચમાં સંસ્થાકીય જાડાણની જાહેરાત કરી છે. ચેન્નઇમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે પ્રતિભાશાળી અને ટેકનીકલ કૌશલ્ય ધરાવતા પ્રોફેશ્નલ્સ તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૦૬માં એમ.સી. જૈન ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર સાથેના સહયોગથી જનરલ ટેકનીકલ કેટેગરીમાં રાજ્યના પ્રથમ ટીટીઇપી પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી હતી.
ટોયોટા દ્વારા કરાયેલી આ અનોખી પહેલ દર્શાવે છે કે કંપની ઉભરતા ઉદ્યોગની કુશળ સ્રોતોની સતત વધતી માગને પહોંચી વળવા માટે કૌશલ્ય વિકાસ દ્વારા સ્કીલ ગેપ પૂર્ણ કરવા માગે છે. આ પ્લેટફોર્મથી શ્રીરામ પોલીટેકનીક કોલેજને તેમના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં તેમજ ઉદ્યોગમાં સફળ બનવા માટે બેસ્ટ માહિતી પ્રદાન કરવામાં મદદ મળી રહેશે અને પરિણામે રોજગારની ક્ષમતાઓમાં વધારો કરવો શક્ય બનશે.
ચેન્નઇમાં શ્રીરામ પોલીટેકનીક કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીરામ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડો. આર. નારાયણસ્વામી તથા સેક્રેટરી અને ટ્રસ્ટી શ્રી એમ.ડી. રાજકુમાર, ટોયોટા કિર્લોસ્કર મોટરના જનરલ મેનેજર શ્રી વેદપ્રકાશ એસ. તિવારી સહિતના પ્રતિનિધિઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬માં સ્પેશિયલ ટ્રેનિંગ મોડ્યુલ ટી-ટીઇપીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ટોયોટા દેશભરની ૫૦ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇÂન્સ્ટટ્યુટ સાથે જાડાઇ હતી. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય દેશભરમાં ટોયોટા ડિલર આઉટલેટ્‌સ ખાતે આઇટીઆઇના વિદ્યાર્થીઓને ટેકનીકલ ટ્રેનિંગ આપવાનો છે. પ્રથમ વર્ષે દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને હુબલી ખાતે પ્રોગ્રામનું અમલીકરણ કરાયું હતું. ત્યારબાદ બેંગ્લોર, મૈસુર, લાલરુ, પૂને, કોચિન, અમદાવાદ, હૈદરાબાદ, ગાઝિયાબાદ, કોલકત્તા, જયપુર, જલંધર, ઇન્દોર, વિઝાગ, લુધિયાણા, કટક, હલ્દવાની, નાલબરી, ગુરગાંવ, સતારા, પરામકુડી, ચાલાકુડી, મેંગ્લોર, કેલિકટ અને નાશિકમાં પણ પ્રોગ્રામની રજૂઆત કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં લગભગ ૭,૦૦૦ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે, જેમાંથી ૬૩ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ દેશભરમાં ટોયોટાની વિવિધ ડિલરશીપ ખાતે રોજગારી મેળવી છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇÂન્સ્ટટ્યુટ (આઇટીઆઇ)ના ૧૬થી૧૮ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓની ટેકનીકલ ક્ષમતાઓ વધારીને તેમની રોજગારીની તકોને બળ આપવાનો છે. ભારતીય ઓટોમેટિવ રિપેર ઇન્ડસ્ટ્રી માટે કૌશલ્યપ્રાપ્ત ટેકનીશીયન તૈયાર કરવા માટે આ પ્રોગ્રામ કાર્યરત છે. હાલના સમયમાં ઓટોમેટિવ રિપેર ઇન્ડસ્ટ્રી પાસે ઓછી સંખ્યામાં કુશળ અને પ્રોફેશ્નલ ટેકનીશીયન છે.
આ પ્રસંગે ટોયોટા કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી એન. રાજાએ જણાવ્યું હતું કે, “અમે ચેન્નઇમાં શ્રીરામ પોલીટેકનીક કોલેજ સાથે મળીને ટી-ટીઇપી (એસએ) લોન્ચ કરતાં ખુશી અનુભવીએ છીએ. વર્તમાન સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ગુણવત્તા અને સુસંગતતા વધારો કરવાની આવશ્યકતા છે.”