તુ આશિકીના રિત્વિક અરોડા કહે છે,”હું એવી બાબતો અંગે લખવા માંગું છું જે આપણાં સમાજના યથાર્થદર્શનને પરિવર્તિત કરે”

તુ આશિકીના રિત્વિક અરોડા કહે છે,”હું એવી બાબતો અંગે લખવા માંગું છું જે આપણાં સમાજના યથાર્થદર્શનને પરિવર્તિત કરે”

કલર્સના મ્યુઝિકલ ડ્રામા તુ આશિકીના આહાન ધનરાજગિર તરીકે  લોકપ્રિય રીતે જાણિતા રિત્વિક અરોડા શોમાં પોતાની રોક સ્ટાર ઇમેજ અને શક્તિશાળી પરફોર્મન્સ વડે દર્શકોના હૈયાં જીતી રહેલ છે. 21-વર્ષની વયના રિત્વિક અરોડા આજે ટેલિવિઝન પર એક સૌથી વધુ ગહન પરફોર્મર તરીકે ગણાય છે. જયાં તે શાળામાં ટોપર હતાં અને જયાં પણ શકય હોય વાંચવાનું પસંદ કરે છેરિત્વિકે અભિનયને પોતાના વ્યવસાય તરીકે લીધેલ છે કેમ કે તે આ બાબતે અત્યંત ઘેલાં છે. તુ આશિકી કલર્સ પરદર સોમવાર થી શુક્રવાર સાંજે 7 કલાકે પ્રસારિત થાય છે.

પોતાની મહત્વાકાંક્ષાઓ બાબતે બોલતાંરિત્વિક અરોડા કહે છેહું માનું છું કે લેખન તમારી જાતને વ્યક્ત કરવા અને સમાજની વિચારસરણીમાં પરિવર્તન આણવા બાબતે અને વધુ સારા ભવિષ્ય માટે કામ કરવાનું એક મજબૂત માધ્યમ છે. હું સામાન્યપણે સામાજિક મુદ્દાપરંપરાઓ અને માનવ જીવન અંગે લખવાનું પસંદ કરું છું જ સમાજમાં વર્તમાન પરિદ્રશ્યનું પ્રતિબિંબ પાડે છે. હું પેઢીઓ વચ્ચેની ફાંટ ભરવા અને આપણી વિચાર પ્રક્રિયા અને અભિગમમાં તરફાવતના લીધે ઉત્પન્ન થતા કોયડાઓને નાબૂદ કરવાનું પસંદ કરીશ.

રિત્વિક શોમાં રોકસ્ટારની ભૂમિકા ભજવી રહેલ છે ત્યાં જ તેઓ સ્ક્રિપ્ટ રાઇટર પણ બનવા માંગે છે. એમના શોખમાં લેખનનો સમાવેશ પણ થાય છે અને આમાં પોતાની સંભાવિત કારકિર્દી બનાવવાની મહત્વાકાંક્ષા સેવે છે. પોતાના લેખાન મારફત તેઓ સમાજમાં પરિવર્તન લાવવાની આશા રાખે છેકેમ કે તે માને છે કે લખેલા શબ્દો પુષ્કળ મહત્વ ધરાવે છે. એમના લેખન કાર્યમાં મોટે ભાગે સામાજિક મુદ્દાઓસામાજિક વિકાસ અને માનવ  જીવન સબંધી વિષયોનો સમાવેશ હોય છે.

વધુ જાણવા માટેતુ આશિકી સાથે જોડયેલા રહો દર સોમવાર થી શુક્રવાર સાંજે 7 કલાકે ફક્ત કલર્સ પર.