બોપલમાં ટીવીએસના નવા શો-રૂમ ચેતક ઓટોમોબાઇલ્સનો પ્રારંભ

અમદાવાદ, ૨૮ જુલાઇ, ૨૦૧૮ઃ શહેરના બોપલ વિસ્તારમાં રહેતાં લોકોની નવા ટુ-વ્હીલર તેમજ શ્રેષ્ઠ સેલ્સ-સર્વિસની જરૂરિયાતોને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે બોપલ-આંબલી રોડ ઉપર ચેતક ઓટોમોબાઇલ્સનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે અમદાવાદમાં ટીવીએસે ૧૧મી ડિલરશીપનું ઉદ્‌ઘાટન કર્યું છે તેમજ બ્રાન્ચિસ સાથે ૧૮માં ટચ પોઇન્ટ્‌સનો ઉમેરો કર્યો છે.
આ પ્રસંગે મહિલા ઉદ્યોગ સાહસિક અને ચેતક ઓટોમોબાઇલ્સના માલીક શ્રીમતી ઉસ્મિતાબેન સંઘવીએ જણાવ્યું હતું કે, “બોપલ વિસ્તારમાં રહેતાં લોકોની નવા ટુ-વ્હીલરની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા તેમને બેસ્ટ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ શો-રૂમ લોન્ચ કરવામાં આવ્યો છે. આ શો-રૂમ તમામ પ્રકારની અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે અને ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાનો અમને વિશ્વાસ છે.”
આ શોરૂમનું ઉદ્‌ઘાટન શ્રી એસ.એસ. ઐયર (સિનિયર મેનેજર – એકાઉન્ટ્‌સ, ટીવીએસ) અને શ્રી નીખિલ તનેજા (એરિયા મેનેજર – સેલ્સ, ટીવીએસ ગુજરાત)એ કર્યું હતું. આ સાથે ઓટોમેટેડ વર્કશોપનું ઉદ્‌ઘાટન શ્રી મનોજ સિંઘ યાદવ (એરિયા સર્વિસ મેનેજર, ટીવીએસ ગુજરાત) અને શ્રી સંજીવન સાંખલા (મેનેજર – નેટવર્ક ડેવલપમેન્ટ)એ કર્યું હતું. સ્પેર પાટ્‌ર્સનું ઉદ્‌ઘાટન શ્રી સંજય બિસવાલ, શ્રી સત્યા પ્રકાશ તિવારી અને શ્રી સુબોધ કુમાર શર્માએ કર્યું હતું.