the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ZEE5 એ પોતાના વિશાળ શો કરનજીત કૌરના લાઈવ થવાની સાથે આપી આ એક્સક્લુઝિવ ઓફર

ZEE5 એ પોતાના વિશાળ શો કરનજીત કૌરના લાઈવ થવાની સાથે આપી આ એક્સક્લુઝિવ ઓફર

લેન્ગવેજ કન્ટેન્ટ માટે ભારતના ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ પ્લેટફોર્મ ZEE5 આ વીકેંડથી વધુ આકર્ષક બનાવી રહ્યું છે. પોતાનો શો કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીના રજૂઆતના દિવસે ZEE5 એ ગ્રાહકો માટે મર્યાદિત સમય વાળી ઓફર રજૂ કરી છે , આ ઓફર અંતર્ગત ગ્રાહકોને બે મહિનાઓનું માસિક સબ્સ્ક્રિપ્શન 99 રૂપિયાની બચત સાથે માત્ર 99 રૂપિયામાં મળશે તથા એક વર્ષનું સબ્સ્ક્રિપશન 50 રૂપિયાની બચત સાથે ફક્ત 499 રૂપિયામાં મળશે.

ZEE5 ઇન્ડિયાના બિઝનેસ હેડ મનીષ અગ્રવાલે જણાવ્યું કે, “આ અમારા માટે ખુબ જ ખાસ દિવસ છે જ્યારે અમે ન માત્ર અમારી બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ, પરંતુ અમારા ગ્રાહકો માટે માર્યાદિત સમયગાળાની આકર્ષક ઓફર પણ આપી રહ્યા છીએ. અમારું માનવું છે કે તેનાથી અમારા ગ્રાહકોને અમારી એપ ડાઉનલોડ કરવાનું એક લલચામણું કારણ મળશે. આગામી મહિનાઓમાં અમારી ટીમ આ પ્લેટફોર્મના માધ્યમથી કેટલીક રોમાંચક રજૂઆતો કરશે, જે દર્શકોને રોજ અમારા પ્લેટફોર્મ પર આવી મનોરંજન કરવા માટે આકર્ષિત કરશે.”