ઇમરાનની તાજપોશીના દિવસે ભારત પર આતંકી હુમલાના ફિરાકમાં પાક આતંકી

ઇમરાનની તાજપોશીના દિવસે ભારત પર આતંકી હુમલાના ફિરાકમાં પાક આતંકી

 

નવી દિલ્હી તા. ૬ : પાકિસ્તાનમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી હોય પરંતુ આતંકવાદને લઈને તેની નીતિઓમાં ફેરફારના કોઈ જ સંકેત દેખાઈ રહ્યાં નથી. એક તરફ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન ૧૪ અથવા ૧૫ ઓગસ્ટે પાકિસ્તાનના વડાધાન પદની શપથ લઈ શકે છે, તો બીજી બાજું ભારતીય ગુપ્ત એજન્સીઓએ માહિતી આપી છે કે, સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની આતંકી ભારતીય સેનાના કેમ્પ પર મોટો હુમલો કરવાનો પ્લાન બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર અલ્ટી-એજન્સીને ઓર્ડિનેશન સેન્ટરે પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે, ૧૫ ઓગસ્ટે સેનાની શિબિરો પર હુમલો થઈ શકે છે.રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના ૨૦થી વધારે આતંકી હુમલા માટે તૈયાર છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી (ISI)ને જૈશ એ મોહમ્મદ પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ બાબતે બે રિપોર્ટ આપવામાં આવ્યા છે કે, નિયંત્ર રેખા (LOC) પર ચૂરા પાસે કેટલાક આતંકી હાજર છે, જેમને ટંગધાર વિસ્તારમાં સ્થિત સેનાના કેમ્પ પર હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા છે.સમાચાર અનુસાર આતંકી સીમા પર કરી ગયા છે અને હાલમાં તેઓ રેકી કરી રહ્યાં છે. આ વાત સેટેલાઈટ ફોન પરથી પકડવામાં આવી છે. બીજી રિપોર્ટ અનુસાર જૈશ એ મોહમ્મદને લઈને છે. જૈશ આતંકવાદીઓ બારામુલા વિસ્તારમાં હુમલા માટે રવાના કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પટ્ટન અને બારામુલા ટાઉન વચ્ચેના વિસ્તારમાં તેમને હુમલો કરવાનું કહેવામાં આવ્યું છે.જણાવવામાં આવ્યું છે કે, હુમલા માટે આતંકી જમ્મુ-કાશ્મીરના એક સ્થાનિક વ્યકિતની મદદ લઈ રહ્યાં છે. પુંછ, રાજૌરીમાં ઘૂસણખોરીનો અથવા હુમલાનો ખતરો છે.(૨૧.૧૦)

શું છે આતંકી એલર્ટ

૧. પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં ખોલી નામક જગ્યાથી જૈશના ૫ આતંકી ટંગધારમાં સેનાના કેમ્પ પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે.

૨. આર્મીના કેમ્પ પર હુમલાથી પહેલા આતંકીઓને રેકી કરવાનું કહેવામાં આવ્યું છે.

૩. જૈશના આતંકીઓને ઉત્ત્।રી કાશ્મીરમાં કેન્દ્રીય સુરક્ષા બળો પર હુમલો કરવા માટે મોકલવામાં આવ્યા છે.

૪. લશ્કરના ૬ આતંકી એક ગાઈડ સાથે ખોજાબંડીમાં ટેરર લોન્ચપૈડ પર હાજર છે.

૫. પૂંછની બીજી તરફથી ૩ આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે