કમલ હસને ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ પર શ્રીદેવીની યાદમાં ‘સુરમયી અખિયોં મેં’ ગીત ગાયું

કમલ હસને ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ પર શ્રીદેવીની યાદમાં ‘સુરમયી અખિયોં મેં’ ગીત ગાયું

આઇબીડી સ્પર્ધક રાજ અને શુભાંગીએ સુરસ્ટારની હૃદયસ્પર્શી ફિલ્મ ‘સદમા’ને યાદ કર્યું એ જોઈને કમલ હસનને આંસુ આવી ગયા

ઝી ટીવીનો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ એ દેશનો એકમાત્ર અભિનય આધારીત રિયાલિટી શો છે, જે આ સિઝનમાં તેની અદ્દભુત પ્રતિભાથી દર્શકો ફરીથી આશ્ચર્યમાં નાખી દીધા છે. અત્યંત સુંદર નાનકડા લીટલ ડ્રામેબાઝો તેમની નિર્દોષતા, તોફાન અને અભિનયની આવડતથી તમારા પર અસર છોડી રહ્યા છો, તો જજો હુમા કુરેશી, વિવેક ઓબેરોય અને ઓમંગ કુમારની કેમિસ્ટ્રી પર અસરકારક છે અને હોસ્ટ શાંતનું મહેશ્વરી તથા વિજ્ઞેશ પાંડેની વચ્ચેની મસ્તી દર્શકોને વધુને વધુ જોવા માટે આકર્ષે છે!  જ્યારે ટોચના 12 પ્રતિભાશાળી પર્ફોર્મસ તેના સ્ફોટક એક્ટથી દર્શકોને આકર્ષવા તૈયાર છે, ત્યારે આ સપ્તાહને અંતે, સુપ્રસિદ્ધ કમલ હસન શોમાં સેલિબ્રિટી જજ તરીકે આવશે. સુપરસ્ટાર ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝના સેટ પર તેની સહ-કલાકાર પૂજા કુમારની સાથે તેની આગામી ફ્લિક ‘વિશ્વરૂપમ ટુ’ના પ્રમોશન માટે પહોંચ્યા હતા.

જ્યારે આ અત્યંત પ્રતિભાશાળી બાળકો સેલિબ્રિટી જજને તથા મેન્ટોરને તેમના અદ્દભુત એક્ટ્સથી મનોરંજન કરી રહ્યા હતા, સ્પર્ધક રાજ લકી અને શુભાંગીના પર્ફોર્મન્સએ કમલ હસનની આંખમાં આંસુ લાવી દીધા. સ્પર્ધકે કમલ હસન અને સ્વર્ગીય શ્રીદેવીની સુપ્રસિદ્ધ ફિલ્મ ‘સદમા’ને તેના એક્ટના ભાગરૂપે યાદ કરી હતી. આ એક્ટથી તેમની ઘણી યાદો તાજા થતા કમલ હસન અત્યંત ભાવૂક બની ગયા હતા.

તેની સહ-કલાકારને યાદ કરતા કમલ હસને જણાવ્યું કે, “આ લાગણીને વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ છે. હું જ્યારે તેને પ્રથમ વખત મળ્યો હતો, ત્યારે તે 15 વર્ષની અને હું 20 વર્ષનો હતો. હું તેની ખૂબ જ મસ્તી પણ કરતો હતો અને સાથોસાથ તેનું સારું ધ્યાન પણ રાખતો હતો. અમે ઘણી ફિલ્મોમાં પ્રેમીનું પાત્ર નિભાવ્યું હતું અને ઘણા લોકોને એવું પણ હતું કે, અમે ખરેખર જીવનમાં પણ પ્રેમી છીએ, પરંતુ હકીકત તેનીથી ઉંધી છે, અમે ભાઈ-બહેન જેવું જોડાણ અનુભવતા હતા. ઘણા ભાઈ-બહેનો શાળા અને ધાર્મિક કાર્યક્રમોમાં રાધા-કૃષ્ણનું પાત્ર નિભાવતા હોય છે, અમે પણ રાધા-કૃષ્ણ જેવા જ હતા. શ્રીદેવી સાથેનું મમારું જોડાણ ફિલ્મ સદમામાં જે રીતે દર્શાવ્યું છે, એ રીતનું જ હતું.”

 

શ્રીદેવીની યાદમાં કમલ હસને તેનું એવરગ્રીન ગીત ‘સરમયી અખિયોં મેં’ ગાયું અને તેને સમર્પિત કર્યું. તેના આ લાગણીશીલ પર્ફોર્મન્સએ દરેકને ભાવુક અને ગમગીન કરી નાખ્યા.

 

આવી ઘણી રસપ્રદ ક્ષણો અને અદ્દભુત પર્ફોર્મન્સીસ માટે જોતા રહો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ, આ શનિવાર અને રવિવાર, રાત્રે 9 વાગ્યે ફક્ત ઝી ટીવી પર