કેપ્રેસીએ પોતાના નવીનત્તમ આલિયા ભટ્ટ ઇન્સ્પાયર્ડ કલેક્શન લોન્ચ કર્યા

કેપ્રેસીએ પોતાના નવીનત્તમ આલિયા ભટ્ટ ઇન્સ્પાયર્ડ કલેક્શન લોન્ચ કર્યા

કેપ્રેસી, વી.આઇ.પી ઇન્ડસ્ટ્રીઝના ઘરમાંથી લોકપ્રિય હાઇ-ફેશન વુમન એસેસરીઝ બ્રાન્ડને તાજેતરમાં મુંબઇમાં તેના આલિયા ભટ્ટ ઇન્સ્પાયર્ડ કલેક્શન લોન્ચ કર્યાં. આલિયા ભટ્ટ દ્વારા સહ બનાવાયેલા મર્યાદિત આવૃતિ સંગ્રહને એક ભવ્ય ફેશન શો દ્વારા પ્રદશિત કરવામાં આવ્યો હતો, જેમાં શો સ્ટોપર આલિયા અને અન્ય મોડેલને રેમ્પ પર વોક કરતાં જોવા મળ્યાં હતા, જે પ્રેક્ષકોને કેપ્રેસી આલિયા શ્રેણીથી મોહિત કર્યા હતાં.
વી.આઇ.પી ઇન્ડસ્ટ્રીઝના સીઇઓ શ્રી સુદિપ ઘોષએ જણાવ્યું હતું કે, “આલિયા હંમેશા અમારી કેપ્રસી ગર્લ રહી છે અને અમે તેને એક સંગ્રહ તરીકે બનાવવા પર ઉત્સાહિત છીએ, જે તેની વ્યક્તિગત શૈલીનું એક સંપૂર્ણ મિશ્રણ છે.”