the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ આંતરરાષ્ટ્રીય બજારોમાં કામગીરી વધારશે

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ આંતરરાષ્ટ્રીય બજારોમાં કામગીરી વધારશે

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ (ય્ઇજીઈ)એ જહાજ ક્ષેત્રનાં વેપારમાં આંતરરાષ્ટ્રીય હિસ્સો વધારવા નજર દોડાવી છે. ય્ઇજીઈ પોતાનાં ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પહોંચ વધારવા ઇચ્છે છે, જેમાં જહાજ નિર્માણ, રિપેરિંગ અને એન્જિનનું ઉત્પાદન સામેલ છે. જ્યારે કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પાંખો ફેલાવવાનાં પ્રયાસો શરૂ કરી દીધા છે, ત્યારે કંપનીએ વર્ષ ૨૦૧૪માં પોતાનાં પ્રથમ જહાજની નિકાસ કરી હતી. નિકાસ બજારમાં કંપની વિવિધ વ્યૂહાત્મક ભૌગોલિક સ્થળોમાં તમામ સાઇઝનાં જહાજોનું વેચાણ કરવાનો ઇરાદો ધરાવે છે. ય્ઇજીઈને ધારણા છે કે, દક્ષિણ પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, આફ્રિકાનાં દેશો અને લેટિન અમેરિકામાં લઘુ અને મધ્યમ સાઇઝનાં યુદ્ધજહાજો અને પેટ્રોલિંગ માટેનાં જહાજોની નિકાસ માટેનાં ઓર્ડર મળશે.
જ્યારે કંપની વધારે સારી ગુણવત્તા ધરાવતાં જહાજોનો પુરવઠો પૂરો પાડવાની સારી સ્થિતિમાં છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા જહાજ નિર્માણમાં મૂડીગત ખર્ચ ઓછો કર્યો છે. કથિત વ્યૂહરચનાનો અમલ કરવા ય્ઇજીઈએ પ્રોડક્ટ અને ડિઝાઇન સુવિધાઓ સ્થાપિત કરવાની ક્ષમતા મેળવી છે, જે યુદ્ધ માટે આધુનિક જહાજનિર્માણની માગને પૂર્ણ કરવા દુનિયાની શ્રેષ્ઠ અને અત્યાધુનિક ટેકનોલોજીને અનુરૂપ છે.

નિકાસ વ્યૂહરચનામાં નીચેની પ્રસ્તાવિત બિડિંગ પ્રક્રિયાની પહેલોમાં સહભાગી થવાની બાબત સામેલ છેઃ

• ગુયાનાં સરકાર માટે કાર્ગો પેસેન્જર ફેરી માટે પ્રી-ક્વોલિફિકેશન રિસ્પોન્સ સબમિટ કર્યો હતો અને ગુયાનામાં ૧૦ જાન્યુઆરી, ૨૦૧૮માં પ્રી-બિડ મીટિંગમાં હાજરી આપી હતી;
• સંયુક્ત આરબ અમિરાત માટે લેન્ડિંગ શિપ ટેન્ક (મોટી);
• નાઇજીરિયા માટે ઓફશોર પેટ્રોલ વેસ્સલ ર્(ંઁફ) અને સર્વે વેસ્સલ્સ;
• ફિલિપાઇન્સ માટે કોર્વેટ્ટસ;
• યુદ્ધજહાજોની ડિઝાઇન તૈયાર કરવા અને નિર્માણ કરવા માટે બાંગ્લાદેશ શિપયાર્ડ સાથે સમજૂતીકરાર (ર્સ્ેં)
ય્ઇજીઈએ નવા બજારોમાં પહોંચવા અને હાલનાં બજારોમાં કામગીરી વધારવા ક્ષમતા વધારવા માટેની બ્રિજ ડિઝાઇનની નવી સિસ્ટમ વિકસાવી છે. આ કંપનીને ડિઝલ એન્જિન પ્લાન્ટ (ડ્ઢઈઁ)માં ઉત્પાદન સુવિધાઓ અને એન્જિન માટે ઉત્પાદન ક્ષમતા વધારવા અત્યાધુનિક સુવિધાઓ વધારવા માટે મદદરૂપ થશે.

વ્યૂહરચના તરીકે નિકાસ બજાર ઉપરાંત સ્થાનિક વ્યવસાય પણ ય્ઇજીઈ માટે મહત્ત્વપૂર્ણ અને મજબૂત છે. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮નાં રોજ રૂ. ૨૦,૮૦૩.૩૬ કરોડની ઓર્ડર બુક ય્ઇજીઈને આગળ જતાં મજબૂત આવક પ્રદાન કરશે. ઓર્ડર બુકમાં જહાજનિર્માણ સેગમેન્ટ, ઇજનેરી સેગમેન્ટ અને એન્જિન સેગમેન્ટમાં અનુક્રમે રૂ. ૨૦,૭૩૦.૭૪ કરોડ, રૂ. ૬૩.૩૮ કરોડ અને રૂ. ૯.૨૪ કરોડનાં કુલ ઓર્ડર સામેલ છે. ઓર્ડર બુક ય્ઇજીઈને સારી એવી આવક પેદા કરતાં પ્રોજેક્ટ પ્રદાન કરે છે. ઓર્ડર બુકમાંથી પેદા થનારી આવક ય્ઇજીઈને વધુ કાર્યદક્ષ અને ટેકનોલોજીકલ રીતે અત્યાધુનિક બનવા ડિઝાઇન ક્ષમતાઓ અને સુવિધાઓમાં રોકાણ કરવા સક્ષમ બનાવશે, જે કંપનીને તેનાં વૈશ્વિક સાહસો માટે સજ્જ થવામાં મદદરૂપ થશે.

અત્યારે ય્ઇજીઈ ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળને ૨૪ જહાજો ડિલિવર કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, જેમાં ૧૦ જહાજોની ડિલિવરી થઈ ગઈ છે. જે જહાજોની ડિલિવરી થઈ છે એમાં મોટી, આધુનિક જહાજો સામેલ છે, જે ય્ઇજીઈને નફાનું ઊંચું માર્જિન પ્રદાન કરશે. કંપની જહાજનિર્માણ માટે કરેલા કરારો અને જહાજોને જે સંસ્થાઓ સર્ટિફાઇડ કરશે એ સર્ટિફિકેશન સોસાયટી સાથેનાં કોન્ટ્રાક્ટમાં જહાજોની ચોક્કસ ખાસિયતો સૂચવેલી છે.

અગાઉ ય્ઇજીઈએ ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળને જહાજો પૂરી પાડી છે, જે ભારતની બીજી એક પણ કંપની ડિલિવર કરી શકી નથી. વળી કંપની અનેક દ્રષ્ટિએ સૌપ્રથમ છે. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૦૦માં ય્ઇજીઈ પ્રથમ અને એકમાત્ર ભારતીય શિપયાર્ડ કંપની હતી, જેણે ભારતીય નૌકાદળ માટે ફ્લીટ ટેન્કરનું નિર્માણ કર્યું હતું અને ડિલિવરી કરી હતી તથા પછી ભારતીય તટરક્ષક દળને હોવર ક્રાફ્ટની ડિલિવરી કરી હતી. વર્ષ ૨૦૦૯માં ભારતીય નૌકાદળ માટે લેન્ડિંગ શિપ લેન્ડિંગ શિપનું નિર્માણ કરનાર અને પછી ડિલિવરી કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય શિપયાર્ડ કંપની હતી. વર્ષ ૨૦૧૭માં કંપનીએ પહેલી વાર યુદ્ધજહાજોનું નિર્માણ કરીને ભારતીય નૌકાદળને પ્રદાન કર્યા હતાં, જેનું શસ્ત્ર અને સેન્સર્સ પરીક્ષણ પૂર્ણ થયું હતું, જેને અત્યાર સુધી ભારતીય નૌકાદળની વિવિધ સુવિધાઓ ઉપયોગમાં લેતી હતી. ઉપરાંત ય્ઇજીઈએ એન્ટિ-સબમરિન વોરફેર સ્ટીલ્થ કોર્વેટ્ટ અને સંયુક્ત સામગ્રીથી સંપૂર્ણપણે બનેલા સુપરસ્ટ્રક્ચર સાથે પ્રથમ ભારતીય યુદ્ધજહાજ ૈંદ્ગજી કિલ્ટનનું વર્ષ ૨૦૧૭માં નિર્માણ કરીને તેની ડિલિવરી કરી હતી.
ઉપરોક્ત ઉપરાંત ય્ઇજીઈનાં કેટલાંક પ્રોજેક્ટ ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક દળ માટે ચાલુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૭, ૨૦૧૬, ૨૦૧૫, ૨૦૧૪ અને ૨૦૧૩માં ય્ઇજીઈએ કુલ ૧૩ જહાજોનું નિર્માણ કર્યું હતું, જેમાં છ જહાજો ભારતીય નૌકાદળને, છ જહાજો ભારતીય તટરક્ષક દળને અને એક જહાજ મોરેશિયસ સરકારને સુપરત કરવામાં આવ્યું હતું.

courtcy : http://www.chittorgarh.com/