ડિસ્કવરી ચેનલ ભારતને વધુ સારું બનાવતું પરિવર્તન આણવા માંગતા નાગરીક વીરોની શોધ આદરે છે

ડિસ્કવરી ચેનલ ભારતને વધુ સારું બનાવતું પરિવર્તન આણવા માંગતા નાગરીક વીરોની શોધ આદરે છે

  • એક પરંપરાગત મિલિટરીઆધારતિ શો ‘ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડ’

  • ઇન્ડિયાસ સિટિઝન સ્કવોડને પ્રશિક્ષિત કરવા ચેનલ મિલિટરીના ભૂતપૂર્વ નિષ્ણાંતોને બોર્ડ પર લઇ આવેલ છે

 

વાસ્તવિક મનોરંજન માટે ભારતના અગ્રણી મુકામ, ડિસ્કવરી ચેનલે એવા સિટિઝન હીરોઝ(નાગરીકવીરો)ની શોધ આદરી છે જેઓ ભારતને વધુ  સારું બનાવવા પરિવર્તન આણવા માંગે છે. ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડને પ્રશિક્ષિત કરવા  મિલિટરીના ભૂતપૂર્વ નિષ્ણાંતોને બોર્ડ પર લઇ આવે છે જેઓ 10 સિટિઝન હીરોઝ(નાગરીક વીરો), ઉર્ફે સમાજના ચેન્જ એજન્ટસ તારવશે અને તેઓને પ્રશિક્ષિત કરશે. તારવવામાં આવેલ સિટિઝન હીરોઝ(નાગરીકવીરો) 2018ના નવેમ્બર મહિનામાં પ્રદર્શિત થનાર પરંપરાગત મિલિટરી આધારતિ શો ‘ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડ’માં નિરૂપણ કરવામાં આવશે. 

ભૂતપૂર્વ મિલિટરી નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ 10 સાધારણ નાગરીકોનું બનેલ ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડ, તેઓના શરીર અને  મગજની હદોને વટાવવા અતિશયશારીરિક અને માનસિક પડકારો તરફ ધકેલતી શ્રૃંખલા – અલ્ટીમેટ એન્ડયોરન્સ બૂટ કેમ્પ હેઠળ જશે. આ તમારું પરંપરાગત એલિમિનેશન ડ્રિવન રિઆલિટી શો નથી, આ પોતાની જાત સામેની કસોટી છે એ જોવા કે તમારા મગજ પાસે   શરીરને પડકારો પૂરા કરવાની ઇચ્છા અને શક્તિ છે કે કેમ. પસંદ કરવામાં આવેલ ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડે શોના દરેક  એપિસોડમાં એક નવા ડેઅર–ડેવિલ મિશનને પુરું કરવાનું રહેશે.

 “એવા નાગરીકો છે જેમનામાં હિંમત છે, સાચાની સાથે ઉભા રહેવાની મજબૂતી છે. શાંત ભીડમાં એક  વધુ નિસ્તેજ ચહેરો બની રહેવા નથી માંગતા તેવા. અમે એવા વીરોને શોધી રહૃાં છીએ. ધ્યેય તેઓને પ્રશિક્ષિત કરવાનો અને શારીરિક રીતે, માનસિક રીતે મજબૂત બનાવવાનો છે, જેથી તેઓ સમાજના પરિવર્તક એજન્ટ બને. પરિવર્તન આણવા, આપણને પરિવર્તનની  જરૂર છે,” પ્રિમિયિમ એન્ડ ડિજિટલ નેટવર્કસ, ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઇન્ડિયાના વી.પી., ઝુલફિઆવારિસે કહૃાં, “એવા લાખો  ભારતીયો માટે આ એક સોનેરી તક છે જેઓ રોજ–બ–રોજના જીવનમાં મિલિટરી વેલ્યૂઝને આરોપિત કરવાની મહત્વાકાંક્ષાઓ સેવે  છે. મને વિશ્વાસ છે કે અમે દેશભરમાંથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મેળવીશું.

 ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડને પ્રશિક્ષિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવા જઇ રહેલ ભારતીય સેનાની, પેરા (સ્પેશ્યલ ફોર્સિસ)ના, મેજર વિવેક જેકોબે (નિવૃત્ત) કહૃાું, “સ્પેશ્યલ ફોર્સિસ ધ્યાન, ધૈર્ય, ઇચ્છાશક્તિ, હોશિયારી, સંતુલન, મજબૂતી, સહનશક્તિ અને સૌથી મહત્વનું  હામ હોવાની બાબત છે. આ તમામને એક સાથે લઇ આવવાની ક્ષમતા અને તેને એક બિંદુ પર કેન્દ્રિત કરવું–તમારું શમણું. મોટા  ભાગના લોકો જેના અંગે શમણું જોવાની પણ હિંમત નથી રાખતા તેને પસંદ કરવું, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું, તેમાં જવું અને તેને પામવું. અમે તમારી કસોટી કરવા જઇ રહેલ છીએ – શારીરિક, લાગણીગત અને માનસિક, એ જોવા કે તમારી પાસે આખું અઠવાડિયું એમાંથી પસાર થવા જેની જરૂર છે તે છે કે કેમ જે આમે આખું જીવન કરીએ છીએ.

 01 ઓગષ્ટથી શરૂ થઇ રહેલ એન્ટ્રી માટે કોલ હેતુ ભાગ લેવાના પગલાં, નીચે મુજબના છે  :

  1. www.citizensquad.in પર લોગ ઓન કરો
  2. 20 સીટ અપ્સ, 20 સ્કવટસ અને 20 પુશ અપ્સ આ તમામ 60 સેકન્ડમાં કરતો 60 સેકન્ડનો વીડિયો અપલોડ કરો
  3. 5 મિનિટનો ઓનલાઇન સાયકોગ્રાફિક ટેસ્ટ લો
  4. વિગતવાર ફોર્મ ભરો અને પ્રતિક્રિયાઓ સબમિટ કરો

 શાંત ચહેરાઓની ભીડમાં, તમે એક છો? પ્રોમોનું લિન્ક <https://youtu.be/xWaQLnRGcrs>

 ઇન્ડિયા’સ સિટિઝન સ્કવોડ ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી વર્લ્ડHD અને યૂટયૂબ પર ઉપલબ્ધ ભારતની પ્રથમ સમર્પિત મિલિટરી  ચેનલ વીર બાય ડિસ્કવરી પર પ્રીમિયર કરવામાં આવશે.