દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૩.૬૦ લાખ અમરનાથ યાત્રા : છેલ્લા બે વર્ષનો વિક્રમ આ વર્ષે તુટ્યો

દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૩.૬૦ લાખ
અમરનાથ યાત્રા : છેલ્લા બે વર્ષનો વિક્રમ આ વર્ષે તુટ્યો
આંકડો હજુ પણ ખુબ ઉપર પહોંચે તેવા સંકેત : શ્રદ્ધાળુઓ હજુ પણ દર્શન કરવા ઉત્સાહિત : નવી ટુકડી રવાના થઇ

શ્રીનગર,તા. ૩૧
અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આ વખતે અમરનાથમાં છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તુટી ચુક્યો છે. છેલ્લા બે વર્ષ કરતા શ્રદ્ધાળુઓ વધુ સંખ્યામાં પહોંચ્યા છે. ૬૦ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા પૂર્ણ થવા આડે હજુ ચાર સપ્તાહ બાકી રહ્યા છે ત્યારે આંકડો નવી ઉચી સપાટી પર પહોંચી શકે છે. આ વર્ષે આંકડો વર્ષ ૨૦૧૭માં રહેલા ૨.૬૦ લાખના આંકડાને પહેલાથી જ પાર કરી ગયો છે. હજુ સુધી આ વર્ષે ૨.૬૨ લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા છે. બીજી બાજુ વર્ષ ૨૦૧૬માં માત્ર ૨.૨ લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હુમલાની દહેશત હોવા છતાં શ્રદ્ધાળુઓ ભયવગર આગળ વધી રહ્યા છે. ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દર્શન માટે નિયમિત ગાળામાં રવાના થઇ રહ્યા છે. આ ઉત્સાહ અકબંધ રહી શકે છે. યાત્રા રક્ષા બંધન સુધી ચાલનાર છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટીમ રવાના થઇ હતી. કાશ્મીર ખીણ ંમાટે જુદા જુદા વાહનોમં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ખરાબ હવામાનની સ્થિતી હોવા છતાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.હાલમાં ભારે વરસાદ, ખરાબ હવામાન અને પ્રતિકુળ સંજોગોના કારણે અમરનાથ યાત્રાને વારંવાર મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે. અમરનાથ યાત્રા દરમિયાન જુદી જુદી ઘટનાઓમાં હજુ સુધી ૧૩ના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે.પ્રતિકુળ સંજોગો હોવા છતાં શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં કોઇ ઘટાડો થયો નથી. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે.