દીપ પોલીમર્સ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

દીપ પોલીમર્સ બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (અધર્સ)

• કંપની ખૂબ હરિફાઈયુક્ત ક્ષેત્રમાં છે.
• છેલ્લા ચાર વર્ષથી કંપનીની ટોપલાઈન ૪૧ની આસપાસ રહે છે.
• આ ઈસ્યુ રર પી/ઈની આસપાસ પૂર્ણ ભાવનો છે.
• મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ નબળો છે.

કંપની વિષે
દીપ પોલિમર્સ લિમિટેડ (ડીપીએલ) એન્જીનિયરીંગ પ્લાસ્ટિક અને કોમ્પોનન્ટ કે જેમાં વિશાળ શ્રુંખલામા ક્વોલીટી ઉત્પાદનો જેવા કે એન્ટિફૅબ ફીલેર્સ, ટ્રાન્સપરન્ટ ફીલર્સ, કલર ફીલર્સ, જે પોલિમર માટે ખર્ચ અસરકારક ફેરબદલ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તે એન્ટી-ફિબ્રિલેટીંગ એન્ટી-બ્લોક્સ, એન્ટી-કાપલી એજન્ટ્‌સ છે, તેમના માટે રંગો અને એડીટીવ માસ્ટરબેચેસ ઉત્પાદિત કરે છે. . ૧૯૯૨ માં માસ્ટર બેચો ઉત્પાદનના ૬૦૦ મેટ્રિક ટનની ક્ષમતા સાથે શરૂઆત કરી, હાલમાં તેની પાસે ૧૨૦૦૦ એમટીપીએટી રંગ માસ્ટર બૅચેસ અને ૨૫૦૦૦ એમપીએટીએ ફિલર માસ્ટર બૅચેસની ક્ષમતા છે. તેની સંપૂર્ણ શ્રેણી છે જેમ કે એન્ટિ-ફેબ ફિલર્સ, પારદર્શક ફિલર્સ, કલર ફિલર્સ, વ્હાઇટ માસ્ટરબેચ, સ્પેશિયલ ઇફેક્ટ માસ્ટરબેચેસ, એડિટિવ માસ્ટરબેચ વગેરે છે.

ઈસ્યુની વિગતો

કાર્યકારી મૂડી તેમ જ સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૮૧૦૦૦૦ ઈકવીટી શેર (જેમાં ૧૩૬૦૦૦૦ નવા ઈક્વીટી શેર અને ૨૪૫૦૦૦૦ શેર હાલના શેરહોલ્ડરોના વેચાણ માટેના શેર છે.) રૂ. ૪૦ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૫.૨૪ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૮.૦૮.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૩.૦૮.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર
ગ્રેટેક્ષ કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લી છે તેમ જ બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેમના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૩૨.૦૯ ટકા હિસ્સો આપશે.
મૂડીનો ઈતિહાસ :
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી આ કંપનીએ બીજા ઈક્વીટી શેર માર્ચ ર૦૦૭ થી જુન ર૦૧પ વચ્ચે શેર દીઠ રૂ.૫૦ થી રૂ. ૧૨૫.૦૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત તેમણે માર્ચ ર૦૧૮માં એક શેર પર ૧૦ બોનસ શેર આપેલ હતા. આ ઈસ્યુ પછી આ કંપની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૦.૫૧ કરોડ છે તે વધીને રૂ. ૧૧.૮૭ કરોડ થશે. તેમના પ્રમોટરની શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧.૩૯ હતી.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવ મોરચે, છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીએ ટર્નઓવર/ચોખ્ખો નફો (કોન્સોલીડેટેડ આધારે) રૂ. ૪૧.૧૪ કરોડ / રૂ. ૦.૬૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૩૬.૦૧ કરોડ / રૂ. – (૦.૩૫) કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૪૨.૭૪ કરોડ / રૂ. ૧.૨૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૪૧.૧૦ કરોડ / રૂ. ૨.૧૫ કરોડ (નાણાકીય વર્ષ રૂ.૧૮)દર્શાવેલ છે. છેલ્લા બે વર્ષના ઉંચોનફો એ નીચાદરે ફાઈનાન્સ અને ઘસારાનું પરિણામછે. ના. વ. ૧૮માં આ કંપનીએ બીજી આવકો રૂ. ૧.૩૧ કરોડ દર્શાવેલ છે જે સામે ના. વ. ૧૭ માં તે રૂ. ૦.ર૭ હતી. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૧.પર અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૮.૩૧ ટકા (કોન્સોલીડેશન આધારે) ચુકવેલ છે. એન એ વી રૂ. ૧૯.૫૭ (કોન્સોલીડેશન આધારે)ના આધારે આ ઈસ્યુનો ભાવ ર.૦૪ના પી/બીવી થી આવે છે. જો આપણે તેની છેલ્લી કમાણીને ધ્યાનમાં લઈએ અને આ ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ રર ના પી / ઈ રેશિયોથી આવે છે.

હરિફોની સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેમના લિસ્ટિંગ હરિફ તરીકે પ્લાસ્ટીબ્લેન્ડ્‌સ અને ક્લેરીયન્ટ કેમિકલ્સને દર્શાવેલ છે. જોકે બંને ચૂસ્ત રીતે સરખાવી શકાય તેમ નથી, તેઓ તા.૦૩.૦૮.૧૮ના રોજ અનુક્રમે ૨૩/૪૩ ના પી / ઇ પર વેપાર કરી રહ્યાં છે.
મર્ચંટ બેંકનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે,છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ તેમની ૧૩મી કામગીરી છે અને છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દીવસે ૩ ઈસ્યુ ડીસ્કાઉન્ટ ભાવે, ૪ ઈસ્યુ ભાવો ભાવખુલેલ, અને ૩ ઈસ્યુ લીસ્ટીંગના દિવસે ૧.૯% થી ૮% ના પ્રિમિયમથી ખુલેલ હતા. આ રીતે તેમનો ટ્રેક રેકર્ડ નબળો છે.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

આ ઈસ્યુ પૂર્ણ ભાવનો છે. કંપનીની ટોપ લાઈન ચાર નાણાકીય વર્ષથી સ્થિર છે. મર્ચંટ બેંકર નબળો ટ્રેક રેકર્ડ ધરાવે છે. જોખમ પ્રત્યે સભાન હોય તેમ જ હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારી શકે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

 

curtcy  : http://www.chittorgarh.com