નિશબ્દ શું, શૂન્યમાં છું : મોદી દ્વારા તરત જ પ્રતિક્રિયા અપાઈ

પાર્ટી ઓફિસ ઉપર ધ્વજ અડધીકાઢીએ કરાયો
નિશબ્દ શું, શૂન્યમાં છું : મોદી દ્વારા તરત જ પ્રતિક્રિયા અપાઈ
અટલ યુગનો અંત આવ્યો છે : મોદી : ભાજપમાં આઘાત

નવીદિલ્હી,તા. ૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ વાજપેયીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓએ પણ વાજપેયીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યું છે કે, તેઓ નિશબ્દ છે. શૂન્યમાં છે. વાજપેયીના અવસાનની સાથે જ એક અટલ યુગનો અંત આવ્યો છે. વાજપેયી હમેશા પ્રેરણા સમાન રહેશે. વાજપેયીના અવસાન અંગે અન્ય તમામ નેતાઓએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. તેમના પાર્થિવ શરીરને મોડેથી નિવાસસ્થાન ઉપર લઇ જવામાં આવ્યા બાદ શ્રદ્ધાંજલિનો દોર શરૂ થયો હતો. પાર્ટી ઓફિસ ઉપર ધ્વજને અડધી કાઢીએ કરી દેવામાં આવ્યો હતો. પાર્ટીના કાર્યકરોમાં દુખનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા ૧૧મી જૂનથી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સતત બગડી રહી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, વાજપેયી તમામ માટે એક પ્રેરણા સમાન હતા. તેમના વગર અટલ જ તેમના આરોગ્યને લઇને કોઇ આઘાતજનક સમાચાર આવશે તેને લઇને છેલ્લા ૨૪ કલાકથી લોકો ચિંતિતરીતે વિચારી રહ્યા હતા અને આખરે આંજે પાંચ વાગે ચિંતા મુજબ જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા અને વાજયેપીના અવસાન અંગેના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમના આરોગ્યને લઇને બુધવારથી જ તબિયત બગડી હતી. છેલ્લા ૨૪ કલાકથી તેમની તબિયત ખુબ જ ગંભીર હતી. આજે સવારે મેડિકલ બુલેટિન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં કોઇપણ સુધારો થઇ રહ્યો નથી. ત્યારબાદ એમ્સમાં તેમને મળવા માટે લોકો આવી રહ્યા હતા. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. ડો. રણદીપ ગુલેરિયા છેલ્લા ત્રણ દશકથી વાજપેયીની તબિયત ઉપર નજર રાખી રહ્યા હતા. એમ્સમાં પણ તેમની ટીમ વાજપેયીની તબિયત નજર રાખી રહી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન ડિમેન્શિયા નામની બિમારીથી ગ્રસ્ત હતા. આ બિમારીમાં કોઇપણ વ્યક્તિ ભુલવાની ટેવ ધરાવે છે અને વિચારવા અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. ડિમેન્શિયા કોઇ ખાસ બિમારીનું નામ નથી પરંતુ એવા લક્ષણોને કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની યાદશક્તિ કમજોર થઇ જાય છે અને પોતાના દરરોજના કામ યોગ્યરીતે કરી શકતા નથી. તેમનામાં શોર્ટટર્મ મેમરી જેવા લક્ષણો પણ જોવા મળે છે. ડિમેન્શિયાના મોટાભાગના કેસોમાં ૬૦થી ૮૦ ટકા કેસ અલમાઇજરના હોય છે. ડિમેન્શિયાથી પીડિત વ્યક્તિના મૂડમાં વારંવાર ફેરફાર થાય છે. તેઓ વહેલીતકે પરેશાન થઇ જાય છે. આ પ્રકારના લોકો મોટાભાગે ઉદાસ રહે છે. વાજપેયીની તબિયતને લઇને છેલ્લા ૨૪ કલાકથી ભારે સસ્પેન્સની સ્થિતિ રાખવામાં આવી હતી. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્તિ ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શિયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.