પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અજીત વાડેકરનું ૭૭ વર્ષે નિધન

પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અજીત વાડેકરનું ૭૭ વર્ષે નિધન
તેમણે ભારત માટે ૩૭ ટેસ્ટ મેચ અને બે વનડે મેચ રમી હતી

મુંબઇ
પૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન અને ચીફ સિલેક્ટર અજીત વાડેકરનો બુધવારે ૭૭ની વર્ષની વયે નિધન થઇ ગયું છે. વાડેકર લાંબા સમયથી બીમાર હતા. મુંબઇની જસલોક હોÂસ્પટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વાડેકર તેમના સમયનાં અદ્ભુત ડાબોડી બેટ્‌સમેન હતા. તેમણે ભારત માટે ૩૭ ટેસ્ટ મેચ અને ૨ વન્ડે મેચ રમી છે.
વાડેકરનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્‌વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પીએમએ ટ્‌વીટમાં લખ્યું કે, અજીત વાડેકરને ભારતીય ક્રિકેટમાં આપેલા અદ્ભુત યોગદાન બદલ હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ એક મહાન બેટ્‌સમેન, અદ્ભુત કેપ્ટન હતા. તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અનેક યાદગાર ક્ષણો મેળવી છે. તેમના નિધનનું મને અત્યંત દુઃખ છે.
ભારતે તેમની કેપ્ટનશીપમાં વર્ષ ૧૯૭૧માં ઇંગલેન્ડ અને વેસ્ટ ઇÂન્ડઝ જેવી ટીમોને હરાવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે વાડેકરની કેપ્ટનશીપમાં ૨૪ ઓગસ્ટ ૧૯૭૧માં ઇંગ્લેન્ડને ૪ વિકેટથી હરાવી હતી. આ ઇંગ્લેન્ડની ધરતી પર ભારતની પ્રથમ જીત હતી. તેમની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમણે ૧૯૫૮-૫૯માં ફર્સ્ટ કલાસમાં ડેબ્યુ કર્યું હતું. જેનાં આઠ વર્ષ બાદ ટીમ ઇન્ડીયામાં ડેબ્યુ કરવાની તક મળી હતી. તેમણે ૧૯૬૬માં વેસ્ટ ઇÂન્ડઝની સામે તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. વાડેકરે ૩૭ ટેસ્ટની ૭૧ ઇનિંગમાં ૨૧૧૩ રન બનાવ્યા હતા. ટેસ્ટ કરિયરમાં તેમણે ૧ સદી અને ૧૪ અર્ધસદી ફટકારી હતી
આભાર – નિહારીકા રવિયા