‘’મારા નવા પ્રોજેક્ટ માટે નવી ટેલેન્ટ, નવા કલાકારોની શોધમાં છું…’’ – આનંદ પંડિત

‘’મારા નવા પ્રોજેક્ટ માટે નવી ટેલેન્ટ, નવા કલાકારોની શોધમાં છું…’’ – આનંદ પંડિત

મુંબઈ –  આનંદ પંડિત કે જેમણે અભિનેતા જ્હોન અબ્રાહમની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘ સત્યમેવ જયતે’  ડિસ્ટ્રીબ્યુટ કરી. પોતાના આનંદ પંડિત મોશન પિક્ચર બેનર નીચે હવે પોતાના આવનારા પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા છે. આનંદ પંડિત તાજેતરમાં જ ઘણા બધા રસપ્રદ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા હવે તેઓ પોતાના આવનારા પ્રોજેક્ટ માટે નવી ટેલેન્ટની દિશામાં વિચારી રહ્યા છે. તેઓ માને છે કે જેટલું સારું કંટેન્ટ સારી વાર્તા અગત્યની છે એટલું જ અગત્યનું નવી ટેલેન્ટને ચાન્સ આપવાનું છે.

પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યુટ આનંદ પંડિત કહે છે કે, ‘’  હું માનું છું કે આપણા દેશમાં પૂરતી ટેલેન્ટ છે. વધુમાં વધુ લોકોને પોતાની ટેલેન્ટ બતાવવા માટેની તક મળવી જોઈએ. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ બધી જ નવી ટેલેન્ટને ચાન્સ આપી શકવા સક્ષમ છે. મારા આવનારા પ્રોજેક્ટ માટે હું ચોક્કસપણે વધુમાં વધુ નવી ટેલેન્ટને તક આપવા ઈચ્છું છું.

પ્રોડ્યુસર અને ડિરેક્ટર આનંદ પંડિતે  ‘સત્યમેવ જયતે’, ‘પ્યાર કા પંચનામા 2’ જેવી ફિલ્મો ડિસ્ટ્રીબ્યુટ કરી છે. તેમજ આ ઉપરાંત તેમણે આનંદ પંડિત મોશન  પિક્ચર બેનર નીચે ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘સરકાર 3’, ‘મીસીંગ’ અને ‘ડેયસ ઓફ ટફરે’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.