માર્શલ મશીન એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ

માર્શલ મશીન એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ (ટાળો)

•સીએનસી મશીનો માટે જાણીતી ભારતીય બ્રાન્ડ.
• સુવિધાનો સુધારો અને ક્ષમતામાં વધારો
• ૧૨ પી / ઇ પર પ્રાઇસીંગ પડકારરૂપ દેખાય છે
• નાણાકીય વર્ષ ૨૦૧૮માં બોટમ લાઈનમાં અચાનક કૂદકો લગાવ્યો છે તે ચિંતા ઉપજાવે છે.

કંપની વિશેઃ

માર્શલ મશીન્સ લિમિટેડ (એમ એમ એલ) મશીન ટૂલ ઇક્વિપમેન્ટના વિકાસ, ઉત્પાદન અને માર્કેટિંગના વેપાર સાથે સંકળાયેલ છે. કંપની શરૂઆતમાં હોઝરી મશીન બનાવતી હતી. પાછળથી, તે ઉચ્ચ ચોકસાઇ બેંચ લેથ્સ, હેવી ડ્યુટી લેથ્સ અને કેપસ્ટન લેથ્સની ડિઝાઇન અને નિર્માણમાં ફેરવવામાં આવી હતી, જેમાંથી હજારો સમગ્ર દેશમાં વેચવામાં આવ્યા હતા. આ કંપની હાઇ પ્રેેસિશન બેન્ચ લેથ્સ, હેવી ડ્યુટી લેથ્સ અને કેપેસ્ટન લેથ્સ ની ડિઝાઇન અને ઉત્પાદનમાં જાણીતી બ્રાન્ડ બની હતી. તે ભારતીય સીએનસી મશીનના પ્રથમ ઉત્પાદકોમાં સામેલ હતો અને ૧૯૯૮ માં સીએનસી મશીન્સની શરૂઆત કરી હતી. ૧૯૯૭ માં, માર્શલ ઇન્ડસ્ટ્રીઝે સીએનસી લેથ્સના યાંત્રિક અને મૂળભૂત વિદ્યુત તત્ત્વોની નિકાસ કરવા માટે અમેરિકન કંપની (મેસર્સ પાથ વિઝાર્ડ ઇન્કો.) સાથે ટેક્નિકલ જોડાણ કરેલ હતું. ૧૯૯૮ માં, માર્શલ ઇન્ડસ્ટ્રીઝે નવી દિલ્હી ખાતે યોજાયેલી ઈમટેક્ષ-૯૮ પ્રદર્શન દરમિયાન સીમેન્સ / ફેન્યુકે સીએનસી કંટ્રોલ્સ સાથે સીએનસી લેથ્સ લોન્ચ કરેલ હતા અને ત્યારથી તે સીએનસી લેથ્સનું ઉત્પાદન કરે છે.
એમએમએલએ તમામ ગિરેટેડ લેટ્‌સ, મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ / ટેપીંગ મશીન્સ અને સ્પેશિયલ પર્પઝ મશીન્સનો સમાવેશ કરવા માટે ઉત્પાદનની શ્રેણીમાં વધારો કર્યો. તે ભારતમાં નવીન મશીન ટૂલ ઉત્પાદક અને “ઇન્ટેલિજન્ટ ઓટોમેશન” માં અગ્રણી બન્યું છે.
મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :
ક્ષમતામાં વધારો કરવાની યોજના, હાલની સુવિધાનું અપગ્રેડેશન, નવા આઇઓટીક્યુ કેન્દ્રની રચના, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટેની જરૂરિયાત માટે, આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૩૮૭૦૦૦૦ ઈક્રવીટી શેર રૂ. ૪રના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૬.૨૫ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૮.૮.૧૮ના રોજ ખુલશે અને તા. ૩૦.૮.૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે.આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ર૬.૬૦ ટકા હિસ્સો આપશે.
આ ઈસ્યુના લીડ મેનેજર સારથી કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી તેમણે માર્ચ ર૦૦૮ થી માર્ચ ર૦૧૮ સુધીમાં બીજા ઈક્વીટી શેર રૂ. ૧પ થી રૂ. ૧૦૦ ના ભાવે અપી ફંડ મેળવેલ. આ ઉપરાંત તેમણે મે ર૦૧૮ માં ૧ શેર પર ૪ શેર, બોનસ આપેલ હતું. પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧.૭૯ અને રૂ. ૪.૫૪ છે.
આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૧૦.૬૮ કરોડ છે જે આ ઈસ્યુ ભરાયા પછી રૂ. ૧૪.૫૫ કરોડ થશે.

આર્થિક દેખાવ

દેખાવને મોરચે આ કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં કુલ આવક /ચોખ્ખો નફો ૪૨.૫૭ કરોડ / રૂ. ૦.૨૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૪૩.૯૧ કરોડ / રૂ. ૦.૪૨ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૫૦.૫૪ કરોડ / રૂ. ૧.૧૦ કરોડ (હ્લરૂ૧૭) અને રૂ. ૫૯.૪૨ કરોડ. / રૂ. ૫.૦૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. આ રીતે તે ટોપ અને બોટમ લાઈનમાં ક્રમશઃ વૃદ્ધિ નોધાવેલ છે. જોકે, નાણાકીય વર્ષ ૨૦૧૪ માટે બોટમ લાઈનમાંં ઉછાળો એ થોડો આશ્ચર્યજનક છે. ૩૧.૩.૧૮ના રોજ એનએવી રૂ. ૧૨.૬૨ના આધારે માગવામાં આવેલ ભાવ ૩.૩૩ ના પી/બીવી થી આવે છે. અને ઈસ્યુ પછીના એનએવી રૂ. ૨૩.૪૫ના આધારે ૧.૭૯ના પી/બીવી થી આવે છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેઓએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ૩.રર અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ર૬.૮ર% નોંધાવેલ છે. જો આપણે તેમની છેલ્લી કમાણીને ગણતરીમાં લઈએ અને ફાળવણી પછીના તમામ શેરના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ ૧રના પી/ઈ ની આસપાસ આવે છે. આ આ રીતે આ ઈસ્યુ વ્યાજબી કિંમતવાળો છે. પરંતુ આગળ ઉપર આ નફાકારકતા ટકી શકશે કે કેમ ? એ મુખ્ય ચિંતા છે.

નોંધાયેલ હરિફો સાથેની સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ અનુસાર, તેમણે મેકપાવર સી એન સી અને લોકેશ મશીન્સ ને તેમના નોધાયેલ હરિફ કંપનીતરીકે દર્શાવ્યા છે,(જો કે તેઓ ચુસ્ત રીતે સરખાવી શકાય તેમ નથી) જે વર્તમાનમાં ૨૯ અને ૨૦ ની પી / ઇ થી ટ્રેડિંગ કરે છે. (૨૧.૦૮.૧૮ ના રોજ) .
મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે, ના. વ. ૧ર – ૧૩ થી અત્યાર સુધીમાં તેમના જૂથની આ ૪રમી કામગીરી છે, છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે ર ભાવોભાવ ખુલેલ, અને બાકીના ઈસ્યુ ૦.૭૧ થી ૨૦ ટકા ના પ્રિમિયમથી ખુલેલ.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

કંપનીના ટ્રેક રેકોર્ડ પ્રભાવશાળી છે પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૮માં દર્શાવવામાં આવેલ સુપર નફાની સ્થિરતા માટે વધારે ચિંતા છે. વિસ્તરણ યોજનાઓ પર નજર કરતાં, રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.com