મોદી અને યોગીને સાથ આપવાની જાહેરાત કરી લોકસભાની ચૂંટણી લડવાનો અમરસિંહે અંતે ઇનકાર કર્યો

મોદી અને યોગીને સાથ આપવાની જાહેરાત કરી
લોકસભાની ચૂંટણી લડવાનો અમરસિંહે અંતે ઇનકાર કર્યો

મોદી અને યોગી માટે આક્રમક પ્રચાર કરવા તેમજ બુઆ બબુઆને સાથ ન આપવાની અમરસિંહની સ્પષ્ટ જાહેરાત
ા સાંસદ અમરસિંહના આઝમગઢમાંથી ચૂંટણી લડવાના અહેવાલને આખરે રદિયો મળી ગયો છે. અમરસિંહે પોતે આ અહેવાલને રદિયો આપ્યો છે. અમરસિંહે સાફ શબ્દોમા ંકહ્યું છે કે, તેઓ કોઇપણ પ્રકારની ચૂંટણી લડવા જઇ રહ્યા નથી. જો કે, અમરસિંહે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આવનાર લોકસભાની ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફથી આક્રમક ચૂંટણી પ્રચાર કરશે. અમરસિંહે અખિલેશ યાદવને બબુઆ અને માયાવતીને બુઆ કહીને તેમને સમર્થન નહીં આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ યોગી સરકારની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની દરમિયાન અમરસિંહ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અમરસિંહની હાજરીને લઇને દિવસ દરમિયાન ચર્ચા રહી હતી. વડાપ્રધાન મોદીએ પણ પોતાના ભાષણ દરમિયાન વારંવાર અમરસિંહના નામનો ઉલ્લેખ કરીને વાત કરી હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા અને યુપીના કેબિનેટ મંત્રી ઓમપ્રકાર રાજભારે કહ્યું હતું કે, જો અમરસિંહ આઝમગઢમાંથી ૨૦૧૯માં ચૂંટણી લડવા ઇચ્છુક રહેશે તો તેમના ક્વોટા હેઠળ આવતી સીટને તેઓ ખુશીથી ઓફર કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમરસિંહ માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. આ સીટ પરથી હાલમાં સપા નેતા મુલાયમસિંહ યાદવ સાંસદ તરીકે છે. ઓમપ્રકાશ રાજભર દ્વારા સીટ ઓફર કરવાના અહેવાલ બાદ હવે અમરસિંહ આગામી લોકસભા ચૂંટણી લડશે તેવા અહેવાલ આવ્યા હતા. આ સંદર્ભમાં આજે અમરસિંહે કહ્યું હતું કે, તમામ અટકળોનો અંત આવી ગયો છે. હાલમાં તેઓ સ્વતંત્રરીતે સાંસદ તરીકે છે. હાલમાં તેની ચાર વર્ષની અવધિ બાકી છે. આવી સ્થિતિમાં અવધિ છોડીને ચૂંટણી લડશે નહીં.