રાજકુમાર રાવે ઈન્ડિયન આઇડલ 10ના સ્પર્ધક ક્રિષ્નાકલીને રિહાન્ના સાથે સરખાવે છે

રાજકુમાર રાવે ઈન્ડિયન આઇડલ 10ના સ્પર્ધક ક્રિષ્નાકલીને રિહાન્ના સાથે સરખાવે છે

 

સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ઇન્ડિયન આઇડલ સીઝન 10 એ તેના ટોપના14 સ્પર્ધકો સાથે પોતાની મધુર અવાજ અને પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે પ્રેક્ષકોના હૃદય જીત્યા છે. પૂર્વના એક એવા સ્પર્ધક ક્રિષ્નાકલીએ દર અઠવાડિયે અદભૂત પરફોર્મન્સ આપી રહી છે. પ્રતિભાશાળી છોકરીને માત્ર તેનાશહેરથી જ નહીં પણ સમગ્ર દેશમાંથી ઘણો ટેકો મળ્યો છે. જ્યારે તેણીએ સમગ્ર દેશમાં ઘણાં ચાહકો બનાવી લીધા છે, ત્યારે ક્રિષ્નાકલીએ રાજકુમાર રાવમાં એક ચાહક શોધ્યુંછે જ્યારે તેઓ સેટ પર તેમની ફિલ્મ ફેની ખાનનો પ્રમોશન કરવા આવ્યા હતા.

એકાએક વાતચીત દરમિયાન રાજકુમાર રાવક્રિષ્નાકલીની વાર્તા સાંભળીને લાગણીશીલ બની ગયા હતા કે તેણીના ડસ્કી રંગ માટે તેની ટીકા થઈ રહી છે. આ ત્યારે જ છે જ્યારે રાજકુમાર તેમની સાથે સંબોધી શકે છે અને તેમણે તેમની વાર્તા સંભળાવી જ્યાં લોકોએ તેમની મહત્વાકાંક્ષા અને દેખાવ વિશે તેમને ઠપકો આપ્યો હતો. તે સમયે તેમણે વાસ્તવમાં વંચિત અનુભવ્યુ હતું, પરંતુ તેમણે તેમના સપનાનું અનુસરણ કર્યું અને અત્યારે તે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. તેમણે તેનાસૌંદર્ય માટે પ્રશંષા અને ક્રિષ્નાકલીનેસુંદર ટીયરા પહેરાવ્યો. આ ખૂબસૂરતસ્પર્ધક ખરેખર અભિનેતાના આ પ્રકારના એક્ટ દ્વારા ભાવુક બની ગઈહતી.

રાજકુમાર રાવ તેના પર પોતાના મંતવ્યો શેર કરતા જણાવે છે કે, “સૌંદર્યને કોઈ વ્યક્તિના રંગ સાથે નહીં, પરંતુ જે રીતે તે પોતે રજૂ કરે છે તેનાથીવ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તે જ ક્રિષ્નાકલી સાથે છે. મારા માટે ક્રિષ્નાકલી ખરેખર સુંદર અને પ્રતિભાશાળી ગાયક છે અને તે રીહાન્ના કરતાં ઓછી નથી. જ્યારે હું સૌ પ્રથમ મુંબઇ આવ્યો ત્યારે પણ મારા દેખાવ માટે મારી ટીકા કરવામાં આવી હતી અને મારા પર હીરો બનવા પર શંકા કરી. પરંતુ મને ખાતરી છે કે ક્રિષ્નાકલીરાઈસિંગ સ્ટાર હશે, જે આવી મુશ્કેલીઓ પછી પણ અહીં છે અને મને ખાતરી છે કે તે ખુબ આગળ જશે”.

આ શનિવારે રાત્રે8વાગ્યેઇન્ડિયન આઇડલ પર ફેની ખાનની ટીમને જુઓ, માત્રસોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર!