રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ), ગુજરાત ક્ષેત્રીય કાર્યાલયે આજથી ખેડૂતોમાં/ગ્રામીણ લોકોમાં ખેડૂત ઉત્પાદન સંગઠન (એફપીઓ) માટે જાગૃતિ લાવવા રાજ્યવ્યાપી અભિયાન ની શરૂઆત ક

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ),  ખેડૂત ઉત્પાદન સંગઠન માટે જાગૃતિ લાવવા રાજ્યવ્યાપી અભિયાન ની શરૂઆત કરી

 

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ), ગુજરાત ક્ષેત્રીય કાર્યાલયે આજથી ખેડૂતોમાં/ગ્રામીણ લોકોમાં ખેડૂત ઉત્પાદન સંગઠન (એફપીઓ) માટે જાગૃતિ લાવવા રાજ્યવ્યાપી અભિયાન ની શરૂઆત કરી છે. અભિયાન 02 થી 31 ઓગષ્ટ 2018 દરમિયાન એક માસ માટે ચાલુ રહેશે અને તેનો અમલ પસંદ કરેલા 15 જિલ્લા – અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભાવનગર, બોટાદ, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, નવસારી, રાજકોટ, સાબરકાંઠા, તાપી અને વલસાડમાં કરવામાં આવશે. નાબાર્ડે અભિયાન ચલાવવા માટે અમદાવાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વલસાડ જિલ્લાની  સહકારી બેંકો અને બિનસરકારી સંગઠનો સાથે પણ ભાગીદારી કરી છે. અભિયાન ખેડૂત ઉત્પાદન સંગઠન (એફપીઓ) માટે, સારા ભાવની પ્રાપ્તિ થકી ખેડૂતોને થનાર ફાયદા માટે, વેચાણકડી જેવા મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવશે. આ પહેલ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે .