લાલ ઈશ્ક ટેલિવિઝનની અત્યંત વિખ્યાત જોડી દેવોલીના અને નઝીમને એકત્ર લાવે છે

લાલ ઈશ્ક ટેલિવિઝનની અત્યંત વિખ્યાત જોડી દેવોલીના અને નઝીમને એકત્ર લાવે છે

 

સપ્તાહ દર સપ્તાહ લાલ ઈશ્કે અલગ અલગ વારતાઓમાં નવી જોડીઓ દર્શકો સામે રજૂ કરી છે. આ જ રીતે આગામી એક વારતામાં પ્રતીક શર્મા નિર્મિત એપિસોડ માટે વિખ્યાત રીલ જોડી દેવોલીના ભટ્ટાચારજી અને મહંમદ નઝીમનું પુનઃમિલન થશે. છેલ્લા સાથ નિભાના સાથિયાંમાં જોવા મળેલી આ જોડીની ઓન- સ્ક્રીન કેમિસ્ટ્રીથી દર્શકો મોહિત થઈ ગયા હતા અને ટૂંક સમયમાં જ તેઓ લોકપ્રિયતાની ટોચે પહોંચ્યા છે. દેવોલીના અને નઝીમની તે પછી છેલ્લા થોડા સમયથી સ્મોલ સ્ક્રીન પર ખોટ સાલતી હતી અને હવે સંપૂર્ણ નવા પ્રકાર અને નવાં પાત્રોમાં એકત્ર જોવાની ખુશી ચાહકોને ટૂંક સમયમાં જ જોવા મળવાની છે.

સાથિયાંમાં ઉત્તમ કામ ઉપરાંત દેવોલીના ઘણા બધા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી, જેના થકી તેને ટેલિવિઝન ઉદ્યોગતમાં પ્રવેશ મળઅયો હતો. અગાઉની ભૂમિકાઓથી અલગ દેવોલીના લાલ ઈશ્કમાં ગામની નિર્દોષ છોકરીની ભૂમિકામાં જોવા મળશે. આ નવા દાવ વિશે બોલતાં દેવોલીના કહે છે, નઝીમ અને મને ચાહકો પાસેથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. અમને આખરે લાલ ઈશ્કમાં એકત્ર કામ કરવાનો મોકો મળ્યો છે.આ શો અને પાત્રો દર્શકોએ અગાઉ જોયું હોય તેનાથી સાવ અલગ છે અને કન્ટેન્ટ પણ એકદમ ઉત્તમ છે. તે ઉમેરે છે, અમે ફરી એકત્ર કામ કરી રહ્યા છીએ તેની મને ખુશી છે. એક વર્ષ પછી અમે એકત્ર આવી રહ્યાં છીએ, પરંતુ કશું બદલાયું નથી. દર્શકો નિશ્ચિત જ લાલ ઈશ્કમાં અમારી નવી કેમિસ્ટ્રીને વધાવી લેશે એવી આશા છે.

દેવોલીના સાથે મહંમદ નઝીમ ઠગનું પાત્ર ભજવી રહ્યો છે. નઝીમને લગભગ 7 વર્ષથી દર્શકોએ તેની ઓન- સ્ક્રીન કેમિસ્ટ્રી માટે સતત વધાવી લીધો છે. હવે તે લાલ ઈશ્કમાં સંપૂર્ણ અલગ અવતારમાં જોવા મળશે. નઝીમ કહે છે, શોની સંકલ્પના અને વારતાએ મને આશ્ચર્ય આપ્યું છે અને દેવોલીના મારી સામે છે એવું જાણવા મળ્યું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી. અમે અગાઉ ઘણા બધા કર્યા છે, પરંતુ લાલ ઈશ્કમાં અમે જે અવતારમાં આવી રહ્યાં છીએ તે અગાઉ કરતાં સાવ અલગ છે. પાત્રમાં પોતાની ખૂબીઓ અને સમીકરણ છે. અમે અગાઉ પણ કામ કર્યું છે ત્યારે હું માનું છું કે આ શોની સંકલ્પના એપિસોડિક હોવાથી અજોડ અનુભવ બની રહેશે.

જોતા રહો અત્યંત સુંદર છતાં રહસ્યમય પ્રેમકથાઓ, લાલ ઈશ્ક પર, રાત્રે 10, દર શનિવારથી રવિવાર, ફક્ત &TV પર.