વડોદરા મા લોન્ચ થશે લવરાત્રી નું પહેલું ગીત “છોગાળા”

વડોદરા મા લોન્ચ થશે લવરાત્રી નું પહેલું ગીત “છોગાળા”

સલમાન ખાન ની ફિલ્મ્સ ની સ્વ આતુરતાથી રાહ જોવે છે , પરંતુ આ વખતે સલમાન એ પોતાની બહેન અર્પિતાના પતિને ફિલ્મ ‘લાવરાત્રી’ થી લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મમાં, વરીના હુસૈન અને આયુષ શર્મા પ્રેક્ષકોથી ખૂબ જ પ્રેમમળી રહ્યો છે. મેકર્સ હવે “છોગાળા” જેનું દર્શક બહુ સમય થયા રાહ જોઈ રહ્યા છે તે ગીત ને વડોદરા માં 14 ઓગસ્ટ ના રોજે લોન્ચ કરશે।
આ ફિલ્મ ના ગીત નું શૂટિંગ લંડનમા કરવામાં આવ્યું છે જ્યાં આયુષ અને વરીના ગરબા રમતા જોવા મળશે।| આ ગીતમાં વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ્ડ કરવામાં આવ્યું હતું અને તેને લીઓ જ્યોર્જ અને ડીજે ચેતસઃ દ્વારા કંપોઝ કર્યું હતું.
લંડન અને ગુજરાતમાં “લવરાત્રી” ની મોટાભાગની શૂટિંગ કરવામાં આવી છે.
ગુજરાતની ભૂમિ પર આધારિત આ રોમેન્ટિક નાટ્ય નવરાત્રી ના શુભ અવસર મા પ્રારંભ થાય છે. નવરાત્રીના રંગબેરંગી તહેવાર ની ઝાંખી આપીને, ફિલ્મના પોસ્ટર મા બોલીવુડની નવી જોડી વચ્ચેની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાય રહી હતી.
બને કલાકારો એ તેમની પ્રથમ ફિલ્મની શૂટિંગ શરૂ કરતા પહેલા ટ્રેનિંગ લીધી હતી. સાથોસાથ આયુષ અને વરીના એ ડાન્સ ના ફોટો અને વિડિઓ પણ દર્શકો ને બતાવ્યા હતા.
ફિલ્મને ડાયરેક્ટર અભિરાજ મીનાવાલા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન દ્વારા એના બેનર સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મ આવતી5 ઓક્ટોબર 2018 રિલીઝ કરવામાં આવશે.