the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

શેરબજારમાં તેજી અકબંધ- સેન્સેક્સ 37,877 અને નિફ્ટી 11,429ની સપાટીએ પહોંચ્યા, મિડકેપમાં તેજી

શેરબજારમાં તેજી અકબંધ- સેન્સેક્સ 37,877 અને નિફ્ટી 11,429ની સપાટીએ પહોંચ્યા, મિડકેપમાં તેજી

ટ્રેડિંગ દરમિયાન મેટલ અને ઓટો શેરમાં  તેજી  જોકે બેન્કિંગ શેરોમાં ઘટાડો

 

મુંબઈ: મંગળવારે શેરબજારે ફરી નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી છે. શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ 37,876ની સપાટીએ પહોંચી ગયો હતો જ્યારે નિફ્ટીએ 11,428ની સપાટીને ટચ કર્યું હતું. જોકે વેપાર દરમિયાન સેન્સેક્સ ટૂંક સમયમાં જ 37,707ની સપાટીએ આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 11,400ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન મેટલ અને ઓટો શેરમાં સારી તેજી જોવા મળી છે. જોકે બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપમાં ખરીદી સારી થઈ રહી છે. સોમવારે સેન્સેક્સ 136 પોઈન્ટ વધીને 37,692 અને નિફ્ટી 26 અંક વધીને 11,387ની સપાટીએ બંધ થયા હતા.

– 7 ઓગસ્ટે સેન્સેક્સ નિફ્ટીએ 37,876ની સપાટીને ટચ કરી હતી.
– 6 ઓગસ્ટે સેન્સેક્સે 37,805ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.
– 1 ઓગસ્ટે સેન્કેક્સે 37,711ની સપાટીને ટચ કર્યું હતું.
– 31 જુલાઈએ સેન્સેક્સે 37,644ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
– 30 જુલાઈએ સેન્સેક્સે 37,533ની રેકોર્ડ હાઈ નવી સપાટી બનાવી હતી.
– 27 જુલાઈએ સેન્સેક્સે 37,368ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
– 26 જુલાઈએ સેન્સેક્સે પહેલીવાર 37,000ની સપાટી ક્રોસ કરીને 37,061નો નવો હાઈ બનાવ્યો હતો.
– 25 જુલાઈએ સેન્સેક્સે 36,947ની નવી હાઈ બનાવી હતી.
– 24 જુલાઈએ સેન્સેક્સ રેકોર્ડ 36,902ની સપાટીએ પહોંચ્યો હતો.
– 23 જુલાઈએ સેન્સેક્સે 36749ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.

નિફ્ટીએ નવી ઉંચાઈને ક્રોસ કરી

– 06 ઓગસ્ટે નિફ્ટીએ પહેલીવાર 11,400ની સપાટીને ક્રોસ કરી. નિફ્ટીએ 11,423.60ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી
– 01 ઓગસ્ટે નિફ્ટી 11,390ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
– 31 જુલાઈએ નિફ્ટીએ 11,366ની નવી રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી.
– 30 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,300ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,328ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
– 27 જુલાઈએ નિફ્ટીએ પહેલીવાર 11,200ની સપાટી પાર કરી હતી. નિફ્ટી 11,283નું રેકોર્ડ હાઈ લેવલ બનાવ્યું હતું.
– 26 જુલાઈએ નિફ્ટીએ 11,185ની સપાટી બનાવી હતી.
– આ પહેલાં 29 જાન્યુઆરી 2018ના રોજ નિફ્ટીએ 11,171ની હાઈ સપાટી બનાવી હતી.