સનગોલ્ડ મિડીયા બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (ટાળો)

 

સનગોલ્ડ મિડીયા બી એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (ટાળો)

 

• કંપનીએ તેનું મૂળ વ્યવસાય બદ નાખ્યો અને તેને ફરીથી નામ આપ્યું
• નાણાકીય દેખાવમાં અભાવ છે જે ચિંતા વધારે છે.
• આ ઈસ્યુ ભલે ભાવોભાવહોય, તો પણ તે ખર્ચાળ સોદો છે.
• સેગમેન્ટમાં રોકાણકારો વચ્ચે ફેન્સી નથી.

કંપની વિષે

સનગોલ્ડ મીડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ (એસએમઈએલ) – (અગાઉ શ્રી કૃષ્ણ હોલીડે હોમ્સ અને ફાર્મ્સ લિમિટેડ તરીકે ઓળખાતી હતી). અગાઉ કંપની ફાર્મ હાઉસ, હોલિડેઝ રિસોટ્‌ર્સ, અને હાઉસિંગ સોસાયટી વગેરેના માર્કેટિંગ, વિકાસ અને જાળવણીના વ્યવસાયમાં સંકળાયેલી હતી. ઓબ્જેક્ટના ફેરફારને ધ્યાનમાં રાખીને, તે વર્તમાનમાં મીડિયા અને મનોરંજન સેવાઓમાં વ્યસ્ત છે. હવે ક્લાયન્ટના વ્યવસાયના બ્રાન્ડિંગ માટે એસએમઈએલ સંપૂર્ણ ઉકેલ પૂરો પાડે છે. તે ગ્રાફિક્સ ડિઝાઇન, વેબ સાઇટ ડિઝાઇન, વિડીયો એડિટીંગ, ડિજિટલ માર્કેટિંગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, સેલિબ્રિટી મેનેજમેન્ટ અને વિતરણ સેવાઓ કરી રહી છે. કંપની તેના ક્લાયન્ટની બ્રાન્ડ ઇમેજને મહત્તમ અસરકારક કરતી શ્રેષ્ઠ સોલ્યુશન્સ ડિઝાઇન કરે છે અને વિકસિત કરે છે. હાલમાં એસએમઈએલ પાસે કેટલાક ચાલુ પ્રોજેક્ટ્‌સ છે, જેવાકે www.liveupdates.co.in, www.entertainment365.in, www.gujaratdevelopment.com. ,

ઈસ્યુની વિગતો

લીસ્ટીંગનો લાભ લેવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૩૫૦૦૦૦ ઈકવીટી શેર ભાવોભાવ ઓફર કરીને રૂ. ૧.૩૫ કરોડ એકત્રીત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૦૯.૦૮.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૪.૦૮.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી૧૦૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર બી એસ ઈ એસ એમ ઈ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૭ ટકા હિસ્સો આપશે. આ ઈસ્યુના લીડ મેનેજર ફીનશોર મેનેજમેન્ટ સર્વિસીસ લી છે તેમ જ સેટેલાઈટ કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લી. તેમના રજીસ્ટ્રાર છે.

મૂડીનો ઈતિહાસ :

મોટા ભાગના શેર ભાવોભાવ આપવામાં આવેલ છે, સિવાય કે ફેબ્રુઆરી ર૦૦૪ માં શેર દીઠ રૂ. રપ ના ભાવે કેટલાક શેર અને માર્ચ ર૦૧૪માં શેર દીઠ રૂ. ૧૩.૧૦ના ભાવે ૧૦૯૫૦૨૦ શેર આપેલ હતા. આ ઉપરાંત તેમણે ફેબ્રુઆરી ર૦૧૩માં ૧૦ શેર પર ૧.૪૨૮ બોનસ શેર આપેલ હતા. તેમના પ્રમોટરની શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૧૦.૦૦ અને રૂ. ૧૦.૩૬ હતી. આ ઈસ્યુ પછી આ વેચાણ માટેની ઓફર હોવાથી, ઈસ્યુ પછી તેમની ભરપાઈ થયેલ મૂડી છે એટલી જ એટલે કે રૂ. પ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવ મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીએ આવક/ચોખ્ખો નફો રૂ. ૦.૩૫ કરોડ / રૂ. ૦.૦૬ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૦.૫૬ કરોડ / રૂ. ૦.૦૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૦.૬૦ કરોડ / રૂ. ૦.૦૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૭)દર્શાવેલ છે. ના. વ. ર૦૧૮ના તા. ૨૮.૦૨.૧૮ના રોજ પુરા થતા ૧૧ માસમાં આકંપનીએ રૂ. ૦.૪૫ કરોડની આવકો પર ૦.૦૩ કરોડ નફો દર્શાવેલ. તેમણે સરેરાશ શેરદીઠ આવક રૂ. ૦.૧૬ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૧.૩૯ ઇં દર્શાવેલ છે. તા. ૨૮.૨.૧૮ના એનએવી રૂ. ૧૧.૧૬ના આધારે આ ઈસ્યુનો ભાવ ૦.૯૦ના પી/બીવી થી આવે છે. જો આપણે તેની છેલ્લી કમાણીને ધ્યાનમાં લઈએ અને આ ઈસ્યુ પછીના તમામ શેરના આધારે વહેંચીઓ તો માગવામાં આવેલ ભાવ ૧૫૧૫ ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગ સંયુક્ત રીતે ર૭નો પીઈ રેશિયો ધરાવે છે. આ રીતે આ ઈસ્યુ ભાવોભાવ હોવા છતાં તે ખર્ચાળ છે.

હરિફોની સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેમના લિસ્ટિંગ હરિફ તરીકે બાલાજી ટેલી, સીઈનલાઈન ઇન્ડિયા અને એરોસ ઇન્ટેલને દર્શાવેલ છે. તેના આ લિસ્ટેડ હરિફોની આ કંપનીના બિઝનેસ મોડેલ સાથે સરખામણી કરી શકાય તેમ નથી. તેઓ હાલમાં એટલે કે તા. ૩.૮.૧૮ના રોજ અનુક્રમે શૂન્ય,૧૪ અને પના પીઈ રેશિયોથી વેચાય છે, આ રીતે આ સેગમેન્ટમાં રોકાણકારોની ફેન્સીની ખામી છે.
મર્ચંટ બેંકનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે,છેલ્લા આ તેમની બીજી કામગીરી છે તેમણે માત્ર એક લીસ્ટીંગ કરાવેલ છે, અને તે ઈસ્યુ લીસ્ટીંગના દિવસે માત્ર ૦.૦ર ના પ્રિમિયમણી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ ઈસ્યુ ભાવોભાવ હોવા છતાં, ભારે હરિફાઈયુક્ત બિઝનેસ મોડલમાં છે અને નાણાકીય દેખાવ પણ નબળો છે, જે આ ઈસ્યુને મોંઘો સોદો બનાવે છે. આ ઈસ્યુને છોડી દેવામાં કોઈ નુકશાન નથી.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

 

curtcy  : http://www.chittorgarh.com