સર્વજ્ઞાતિ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થી સમ્માન સમારોહનું આયોજન

સર્વજ્ઞાતિ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થી સમ્માન સમારોહનું આયોજન

અમદાવાદ શહેર ના પંડિત દિનદયાલ ઉપાધ્યાય આડિયોરિયમ માં મારવાડ મિત્ર પરિવાર દ્વારા સર્વજ્ઞાતિ શિક્ષા અભિયાન ના અંતર્ગત ભવ્ય વિદ્યાર્થી સમ્માન સમારોહનુ આયોજન કરવામાંઆવ્યુ જેમાં૧૧૦ વિદ્યાર્થીઓ ને સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને લેપટોપ બેગ થી તેમનુ સમ્માન કરવામા આવ્યુ. શ્રી નારાયણલાલ ભાનાજી ની અધ્યક્ષતામા રાજ્યમંત્રી – રાજસ્થાન સરકાર – શ્રી ઓટારામજી દેવાસી, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ ના સદસ્ય તથા પૂર્વ વિધાયક – સિરોહી શ્રી સંયજમી લોઢા, સુમેરપુર નગરપાલિકા ચેયરમેન શ્રી જોરારામજી કુમાવત, શિવગંજ પ્રધાન તથા સિરોહી કાંગ્રેસ જિલ્લા  પ્રમુખ શ્રી જીવારામજી આર્ય, ગુજરાત માટી કામ કલા બોર્ડ ના ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ પ્રજાપતિ, પાલી ભાજપા જિલ્લા  પ્રમુખ શ્રી કરણસિંહજી રાજપુરોહિત, સિરોહી ભાજપા જિલ્લા  પ્રમુખ શ્રી લુમ્બારામજી ચૌધરી, સિરોહી ભાજપા ઓબીસી જિલ્લા  પ્રમુખ શ્રી મનીષજી મોરવાલ, સિરોહી ભાજપા મંડલ પ્રમુખ શ્રી છગનજી ઘાંચી, ડેપ્યુટી ચેરમેન ટાઉન પ્લાનીંગ એન્ડ એસ્ટેટ શ્રી ગિરવરસિંહ શેખાવત, અમદાવાદ મ્યુનીસીપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સદસ્ય નેરન્દ્રસિંહ પુરોહિત, બોપલ મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીમતી રેખાબેન માલી, કોષિલાવ ના પૂર્વ સરપંચ શ્રી ચમ્પકલાલ ચંદેલ ની ઉપસ્થિતી મા વિદ્યાર્થી પ્રતિભા સમ્માન સમારોહમા વિદ્યાર્થીયોને સમ્માનિત કરવામા આવ્યા.