સુમિત વુડ એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ

સુમિત વુડ એન એસ ઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ (લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરો)

 

• સ્થાનિક ધંધો કરતા રિયલ્ટી ડેવલપર
• પૂર્ણ પ્રોજેક્ટ્‌સ ૪૯ , ચાલુ પ્રોજેક્ટ્‌સ ૯
• નાણાકીય વર્ષ ૧૮ ની કમાણી સારા આયોજિત આર્થિક બંધને કારણે
• હાથ પરના આર્ડરની કિંમત રૂ. ૩૦૦ કરોડ+
• ઇશ્યૂની અપીલ ૯ પીઇની કિંમતની

કંપની વિશેઃ

સુમિત વુડ્‌સ લિમિટેડ (એસડબલ્યુએલ) કે જેણે ગોવામાં એક ભાગીદારી પેઢી તરીકે સિવિલ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ શરૂ કર્યો હતો, તે હવે પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થઈ છે. તે મોર્ડન બ્રેડ, રેલવે અધિકારીઓ અને ગવર્નમેન્ટ હોલિડે હોમ્સ માટેના પ્રોજેક્ટ્‌સનો અમલ કરે છે. હાલમાં એસડબલ્યુએલ રેસીડેન્શિયલ ઇમારતો, રિ-ડેવલપમેન્ટ અને એસઆરએ એરિયા ડેવલપિંગના નિર્માણમાં રોકાયેલ છે. તેણે પહેલાથી ગોવા અને મહારાષ્ટ્ર (ખાસ કરીને મુંબઈ અને થાણે પ્રદેશમાં) માં ૪૯ પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કર્યા છે. હાલમાં તેની પાસે નવ ચાલુ પ્રોજેક્ટ્‌સ છે, જેમાંથી ૬ મહારાષ્ટ્રમાં અને ૩ ગોવામાં છે. વ્યવસ્થાપન મુજબ, તેઓ સ્થાનિક લોકોની પસંદગી મુજબ સ્થાનિક માંગ અને પર્યાવરણ પર આધારિત પ્રોજેક્ટ્‌સ ડિઝાઇન અને વિકાસ કરી રહ્યા છે. તે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વસ્તી વસ્તી માટે કાર્ય કરે છે. કંપની પ્રોજેક્ટોના સમયસર સમાપ્તિ માટે જાણીતી છે અને આરઇઆરએ સાથે પણ નોંધણી કરાવી છે.
મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :
ચોક્કસ દેવાની પુનઃ ચુકવણી / પૂર્વ-ચુકવણીના આયોજન માટે, કાર્યકારી મૂડી,અને સામાન્ય કોર્પોરેટ ફંડ જરૂરિયાત માટે આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૪૦૫૩૦૦૦ ઈક્રવીટી શેર બુક બિલ્ડીંગ રૂટ દ્વારા રૂ. ૪૩ થી રૂ. ૪પ ના ભાવે ઓફર કરીને રૂ. ૧૭.૪૩ કરોડ થી રૂ. ૪૫ કરોડ એકત્રિત કરવા માટે (લોઅર અને અપર પ્રાઈઝ બેન્ડના આધારે) મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૯.૮.૧૮ના રોજ ખુલશે અને તા. ૩૧.૮.૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૩૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે.
આ ઈસ્યુના લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રા. લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૬.૫૦ ટકા હિસ્સો આપશે.
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે બીજા શેર ઓકટોબર ર૦૦૯ થી મે ર૦૧૮ વચ્ચે રૂ. ૪૦ થી ૩૬૦ ના ભાવે આપી બીજું ફંડ એકત્રિત કરેલ. આ ઉપરાંત તેમણે નવેમ્બર ર૦૧૭ માં ૧૧ શેર પર ૪ શેર, બોનસ આપેલ. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૧૧.૨૪ કરોડ છે તે વધીને રૂ. ૧૫.૨૯ કરોડ થશે.
પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૪.૯૭, રૂ. ૭.૩૩, રૂ. ૮.૮૩ અને રૂ. ૧૮.૨૩ છે.

આર્થિક દેખાવ

દેખાવને મોરચે આ કંપનીએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કુલ આવક /ચોખ્ખો નફો ૨૯.૫૧ કરોડ / રૂ. ૦.૮૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૨૯.૬૧ કરોડ / રૂ. ૦.૭૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૪૬.૯૭ કરોડ / રૂ. ૩.૧૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૩૪.૩૩ કરોડ / રૂ .૭.૭૪ કરોડ(નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. આ રીતે ના. વ. ૧૭ અને ના. વ. ૧૮ ની બોટમ લાઈનમાં એકાએક સુધારો ભવાં ખેંચાવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કોન્સોલીડેટેડ આધારે, તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૪.૬૭ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૧૦.૭૬ % નોંધાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજ એનએવી રૂ. ૪૫.૬૬ ના આધારે માગવામાં આવેલ ભાવ ૧ ના પી/બીવી થી આવે છે, આ એન એ વી ઈસ્યુ પછી રૂ. ૪૫.૪૮એ આવે છે. જો આપણે તેમની છેલ્લામાં છેલ્લી જોરદાર કમાણીને ધ્યાનમાં લઈએ અને તેને આ ઈસ્યુ પછીના બધા ઈક્વીટીના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૯ ના પીઈ રેશિયોથી (ઉપરના પ્રાઈઝ બેન્ડના આધારે ) આવે છે જે સામે આ ઉદ્યોગનો સરેરાશ પીઈ ર૦ છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ,આ ઈસ્યુ આકર્ષક કિંમતવાળી છે. તે નફો વહેંચણીના આધાર પર દરેક પ્રોજેક્ટના વિકાસ માટે એસપીવી (વિશેષ હેતુ વ્હિકલ) પદ્ધતિને અનુસરે છે. આ ટોપ લાઈનના કારણે એસપીવીના ખાતાઓ સંબંધિત ખર્ચાઓ સાથે જ ચાલી રહેલ છે અને માત્ર નફો જ એસડબલ્યુએલમાં આવે છે અને એ જ કારણ એ છે કે નીચે લીટીમાં અચાનક ઉછાળો આવે છે. હાલ, તેમના હાથ પર લગભગરૂ. ૩૦૦ કરોડથી વધારેનાં કામો છે અને મેનેજમેન્ટને તેના માર્જિન વલણો જાળવવામાં વિશ્વાસ છે

નોંધાયેલ હરિફો સાથેની સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ અનુસાર, તેમણે આશિયાના આવાસ અને અરિહંત સુપરસ્ટ્રક્ચર્સને તેમના નોધાયેલ હરિફ કંપનીતરીકે દર્શાવ્યા છે, જે વર્તમાનમાં ૩૧ અને ૨૨ ની પી / ઇ થી ટ્રેડિંગ કરે છે. જો કે કર્ડા કન્સ્ટ્રક્શનનો તાજેતરના આઇપીઓ લગભગ ૧૭ પી / ઇ (૨૧.૦૮.૧૮ ના રોજ) રેશીયોથી ટ્રેડ થાય છે.
મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ
મર્ચંટ બેંકના મોરચે, તેમના જૂથની આ ૪થી કામગીરી છે, અગાઉના ત્રણ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ અને બાકીના ર ઈસ્યુ ૬.૦૬ % થી ૧૨.૭૮ %ના પ્રિમિયમથી ખુલેલ.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

ના. વ. ર૦૧૮ની બોટમ લાઈનમાં એકાએક સુધારો ચિંતા ઉભી કરે છે, એસપીવીના કંપનીના ધંધાના પ્રકાર અને તેના હાથ પરના ઓર્ડર અંગે વિચારતાં, રોકાણકારો લાંબા ગાળા માટે આ ઈસ્યુમાં રોકાણ કરી શકે.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.com