સુરક્ષાદળની મોટી કાર્યવાહી, ઠાર કર્યા 14 નક્સલીઓ

 

છત્તીસગઢના સુકમા જીલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 14 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ પોલીસ અને નક્સલીઓ વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. નક્સલીઓ મર્યા હોવાની પુષ્ટી પોલીસ અધિક્ષક અભિષેક મીણાએ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોલાપલ્લી અને કોંટા પોલીસ સ્ટેશન વિસ્તાર વચ્ચે લગભગ 100 નક્સલી મીટિંગ કરી રહ્યા હતા. ખબરી પાસેથી સૂચના મળ્યા બાદ સુરક્ષા જવાનોએ રણનીતિ બનાવી નક્સલીઓ પર હુમલો કરી દીધો. ઠાર કરવામાં આવેલા 14 નક્સલીઓની લાસ પોલીસ કબ્જે લઈ લીધી છે.

મળેલી જાણકારી મુજબ, ઘટના સ્થળ પરથી 4 આઈઈડી અને 16 દેશી હથીયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે. છત્તીસગઢમાં આ વર્ષેની આ સૌથી મોટી કાર્યવાહી જણાવવામાં આવી રહી છે. DRG, STF અને CRPFએ સંયુક્ત કાર્યવાહી કરી આ મિશન પાર પાડ્યું છે.