સુરેન્‍દ્રનગર ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો

સ્‍વાતંત્ર્ય દિનઃ સુરેન્‍દ્રનગર જિલ્‍લો

સુરેન્‍દ્રનગર ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો

ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી અને મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૭૨મા સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આજે સુરેન્‍દ્રનગરમાં યોજાયેલા એટહોમ કાર્યક્રમમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લાના વિવિધ સામાજિક ક્ષેત્રોના પદાધિકારીઓ, આગેવાનો અને આમંત્રિતોને સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શ્રીમતી અવિનાશ કોહલી, શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ચીફ સેક્રેટરી
શ્રી ડૉ. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શ્રી શિવાનંદ ઝા, સાંસદ શ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્‍ય
શ્રી ધનજીભાઇ પટેલ, શ્રી નૌશાદભાઇ સોલંકી, સ્‍વર્ણીમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, પૂર્વ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્‍યો સર્વશ્રી વર્ષાબેન દોશી, પૂનમભાઈ મકવાણા, ધનરાજભાઈ કૈલા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી અશ્વીનીકુમાર, માહિતી નિયામક
શ્રી અશોક કાલરીયા, પ્રભારી સચિવ શ્રીમતી અનુરાધા મલ્લ, કલેકટર શ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનિષકુમાર બંસલ, રેન્‍જ આઈ.જી. શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનિન્દરસિંહ પવાર, નગરપાલિકાના પ્રમુખ શ્રી વીપીન ટોળિયા, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ સહિત ઉચ્‍ચ સનદી અધિકારીઓ અને નગરજનોએ ઉપસ્‍થિત રહી રાજયપાલશ્રીને અને મુખ્‍યમંત્રીશ્રીને સ્‍વાતંત્ર્ય પર્વની શુભેચ્‍છાઓ પાઠવી હતી.