the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સૂફીસંત કવિ અમીર ખુસરો

સૂફીસંત કવિ અમીર ખુસરો

મધ્યયુગના ભારતના સૌથી બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ પૈકીના એક અમીર ખુસરો મહાન સંગીતકાર,વિદ્વાન અને કવિ હતા. તેમનું મૂળ નામ અબુલહસન યમીનુદ્દીન ખુસરો હતું,પરંતુ તેઓ અમીર ખુસરોના નામથી મશહૂર થયા છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના પટિયાલીમાં ૧૨૫૩માં થયો હતો.તેઓ સૂફી રહસ્યવાદી હતા .
દિલ્હીના સાત શાસકો કરતા વધુ શાહી સામાર્જ્યો સાથે સંકળાયેલા સર્જનાત્મક શાસ્ત્રીય કવિ અમીર ખુસરોના જીવનનો ઇતિહાસ ખરેખર પ્રેરણાદાયક છે. દિલ્હીના જાણીતા સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેમના આધ્યાત્મિક માર્ગદર્શક હતા.અમીર ખુસરોએ ફારસી અને હિન્દીમાં કાવ્ય રચના રચી હતી. કવિ અમીર ખુસરોના જીવનનો ઇતિહાસ ખરેખર પ્રેરણાદાયક છે.
ધાર્મિક સઁવાદીતા (મજહબી તાલમેલ ),હિન્દૂ-મુસ્લિમો ખુશ ,સમાજ કલ્યાણ અને કોમી એકતાના હિમાયતી આમિર ખુસરો હઝરત નિઝામુદ્દીન ઓલીયાના નજીકના શિષ્ય અને હિન્દવી રચના કરનાર લોકો પૈકીના એક છે.જે ભારતમાં ઘણીવાર બોલાતી હિન્દીની જૂની ભાષા હતી.
તેમના ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણા મોડા મળ્યા. સમાચાર મળતાં જ અમીર ખુસરો તેમની દરગાહ પર પહોંચી ગયા. ચોધાર આંસુએ રડયા અને ત્યારે તેમનામાંના કવિ બોલી ઊઠયા.
‘ ખુસરો રૈન સોહાગ કી,જાગી પી કે સંગ, તન મોરો મન પિઉ કો, દાઉ ભયે એક સંગ’
‘ ગોરી સોવે સેજ પર,મુખ પર ડારે કેસ, ચલ ખુસરો ઘર અપને, રૈન ભઇ ચહું દેસ ’
એકવાર હઝરત નિઝામુદ્દીન પાસે એક ફકીર આવ્યો અને કઈક આપવની જીદ પકડીને બેઠો. પ્રથમ તો નિઝામુદ્દીન સાહેબે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. પણ તે ન માન્યો. અંતે કંટાળીને નિઝામુદ્દીન સાહેબે તેને પોતાના પગરખા આપી દીધા. અને પેલો ફકીર ખુશ થઈ ચાલ્યો ગયો. એ ફકીર એક દિવસ અનાયાસે અમીર ખુસરોને મળી ગયો. અને ગર્વભેર તેણે ખુસરોને કહ્યું,“મારી પાસે તો નિઝામુદ્દીન ઓલિયાના પગરખા છે. તેમણે મને ભેટ આપ્યા છે.” અમીર ખુસરોએ એ પગરખા પર નજર કરી. ગુરુના પગરખાં તેઓ તુરત ઓળખી ગયા.તેમણે એ ફકીરને કહ્યું,“ આ પગરખાં તું મને આપી દે. તેના બદલામાં તું જે માંગીશ તે તને હું આપીશ”ફકીરે તકનો લાભ લેતા કહ્યું, ” મને પાંચ લાખ ચાંદીના સિક્કા આપો તો આ પગરખાં તમને આપું” અમીર ખુસરોએ તાત્કાલિક પાંચ લાખ ચાંદીના સિક્કા તે ફકીરને આપી ગુરુના પગરખાં લઈ લીધા. પગરખાં લઈ તેઓ સિધ્ધાં નિઝામુદ્દીન ઓલિયા પાસે આવ્યા. અને ચુપચાપ ગુરુના ચરણોમાં બેસી પગરખાં પહેરાવવા લાગ્યા. એ જોઈ ગુરુ બોલી ઉઠયા, ”બેટા, મારા મામુલી પગરખાં માટે આટલા ચાંદીના સીક્કસ તે શા માટે ખર્ચ્યા ?”
પગરખાં પહેરાવતા પહેરાવતા અમીર ખુસોર એટલું જ બોલ્યા ,“ પગરખાંના બદલે મારું જીવન માંગ્યું હોત તો તે પણ આપી હું ધન્ય થઈ જાત”
ખુસરોને ભારતના જુદા જુદા પ્રદેશોમાં ફરવાનું થયું, ત્યારે તેમણે દરબાર સિવાયના સમયમાં સ્થાનિક પ્રજા અને તેમની બોલી સાથે એકરસ થવાનો પ્રયાસ કર્યો. સામાન્ય પ્રજાનાં દુઃખદર્દ અને તેમની રોજબરોજની જિંદગીમાં રહેલા આનંદને ખુસરો પામી શક્યા. અનુભવની આ મૂડીના જોરે ફારસીમાં સુલતાનોની પ્રશંસા કરનારા ખુસરોએ, હિંદુસ્તાનના ગ્રામ્ય લોકો માટે તેમની ભાષામાં ગીતો-ઉખાણાં અને મનોરંજક ચીજો લખી. દિલ્હીની આસપાસના વિસ્તારની બોલીને ‘હિંદવી’ નામ પણ ખુસરોએ આપ્યું હોવાનું કહેવાય છે (જે આગળ જતાં ‘હિંદી’ બની).
હિંદ અને હિંદવી માટેનો પોતાનો પ્રેમ પ્રગટ કરતા એક શેરમાં ખુસરોએ કહ્યું હતું, ‘ચુ મન તુતી-એ-હિંદમ અર રાસ્તા પુર્તી/ જિ મન હિંદવી પુર્સ તા નગ્જ ગોયમ’ (હું હિંદની તુતી છું- તેનાં ગુણગાન ગાતો પોપટ છું- મને હિંદવી વિશે પૂછો, જેથી હું હિંદવીમાં મારી કાવ્યકળા પ્રદર્શીત કરી શકું.) હિંદવી માટેનો અનુરાગની સાથે ખુસરોની પ્રયોગશીલતાનો પરિચય તેમની એક વિશિષ્ટ ગઝલમાંથી મળે છે.
આમ, અમીર ખુશરો કોમીએકતા, હિન્દુ-મુસ્લિમ સંવાદિતા, સામાજીક જોડાણ અને સાંપ્રદાયિક એકતાનું પ્રતિક ગણાય છે. અમીર ખુશરોએ ભારતીય સંસ્કૃતિના સદ્‌ભાવનાના મૂલ્યોને ” ખિદમત-એ-ખલ્ક” એટલેકે માનવતાની સેવાથી આગળ વધાવ્યો છે. તેમણે ” સુલ્હ-એ-કુલ” પ્રથા એટલે કે સમાધાનની પ્રથાની પણ શરૂઆત કરી જેના અનુસાર ઈશ્વર એ લોકોનું દામન થામે છે જે માનવતા માટે તેનાથી પ્રેમ કરે છે અને તેથી જ સમગ્ર માનવતા તેનાથી પ્રેમ કરે છે. આજના સમયમાં અમીર ખુશરોની નજ્મો-કવિતા અને શિક્ષાઓ કોમી એકતા,સહનશીલતા, આધ્યાત્મિકતાને મજબૂત કરવા ઉપયોગી બને છે.