ફ્રેન્ડશીપ ડે ના દિવસે વોટ્સ અપ ગ્રુપ દ્રારા ‘ બ્લડ ડોનેશન કેમ્પ ” યોજાયો.

ફ્રેન્ડશીપ ડે ના દિવસે વોટ્સ અપ ગ્રુપ દ્રારા ‘ બ્લડ ડોનેશન કેમ્પ ” યોજાયો. ”     

 

ઓગસ્ટ માસનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.મિત્રો સાથે મળીને આનંદ, મોજ, મસ્તી ને ખુશીઓ વહેંચવાનો દિવસ. આ દિવસને લોકો પોતાના ખાસ અને અંગત મિત્રો સાથે મળીને કે તેમને યાદ કરીને ઉજવે છે, ત્યારે આ જ દિવસે તા.5/8/2018ના રોજ વોટસઅપ પર છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા એક ગૃપ ” ફ્રેન્ડ્સ પ્રજા ગૃપ ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સાથે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ  આર્ટીસન, ઝાયડસ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પિટલ (ઓર્ગન ડોનેશન અવેરનેસ કેમ્પેઇન) પણ જોડાયા હતા અને અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી. સોશિયલ મિડીયાનો સાચો અને યોગ્ય ઉપયોગ જો કોઇ કરતું હોય તો તે ફ્રેન્ડ્સ પ્રજા ગ્રુપ છે. વારંવાર અનેક સામાજીક પ્રવૃર્તિઓ તેઓ કરતા રહે છે. જેમા લો ગાર્ડન, અમદાવાદ ખાતે શ્રી ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ઝાયડસ હોસ્પિટલ ના સહયોગથી ” બ્લડ ડોનેશન કેમ્પ ” નું આયોજન કર્યું હતું. સવારે 9થી 12ના સમય દરમિયાન 54 જેટલા યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. દરેક બ્લડ ડોનેટ કરનારને ફ્રેન્ડ્સ પ્રજા અને સિમ્સ હોસ્પિટલ તરફથી ટીશર્ટ્સ અને કાચના મગ ટોકન રૂપે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવનાર દરેકને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
અવારનવાર ” ફ્રેન્ડ્સ પ્રજા ગ્રુપ ” વિશે ફેસબુક પર સાંભળ્યુ જ હશે. ગ્રુપના દરેક મેમ્બર અનોખા છે પણ બધામાં એક વાત તો કોમન છે કે મોજ- મજા મસ્તી,ધમાલ, આનંદ બધા દિલ ખોલીને કરે છે. ફ્રેન્ડશીપ ડેના દિવસે બ્લડ ડોનેશન જેવી સામાજિક પ્રવૃતિ સાથે મનોરંજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડાન્સ, ગરબા, ને ગીતોની રમઝટમાં બધાએ દિલ ખોલીને આનંદ કર્યો. સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર જીતેન્દ્ર ઠકકર, પ્રવિણ મહેતા ઉપરાંત રુઝાન ખંભાતા, સુખદેવ ગઢવી, દિપકકુમાર અને રાહી રાઠોડની હાજરી આનંદમાં ઉમેરો કરી ગઇ.
આ ગ્રુપની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં જોડાયેલા દરેક વ્યક્તિ અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે. ગૃપના એડમિન ‘પ્રજા’ પ્રકાશ જાડાવાલા અને આલાપ શાહ અનેક સામાજીક પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે. ગૃપના કોઇપણ મેમ્બર આ પ્રકારની પ્રવૃતિ કરવા માટે પહેલ કરે છે અને દરેક મેમ્બર સાથે મળીને આવા સામાજીક કાર્યો પૂરા પાડે છે. આ વખતે બ્લડ ડોનેશન કેમ્પમાં ‘ફ્રેન્ડસપ્રજા’ ગૃપના દરેક મેમ્બરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ ભજવીને સફળ બનાવ્યો હતો. જેમાં સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા બીજલ બ્રહ્મભટ્ટ અને રાજન પટેલ દ્વારા કરવામાં આવેલ. ઉપરાંત શ્રી ઠાકોરભાઇ દેસાઈ હોલ, શ્રી ચેતન ગાંધી  લાયન પ્રેસિડન્ટ ડો. દેવેન્દ્ર મહેતા, ડો. તેજસ પ્રજાપતિ, રાજેશભાઇ ઠક્કર, સલીલ પટેલ, ચિરાગી શાહ, સ્મિતા મોદી, ભાવના ધારેખાન, નિકુંજ સોલંકી, બ્રિન્દા વડવાલા, ઓમી અમીન અને બ્રેનલ ખત્રી નો સહયોગ મળ્યો હતો.  આ તમામ ગ્રુપના સભ્યોએ પોતાની રીતે ઇવેન્ટને સફળ બનાવી હતી અને બાકીના સભ્યો તેમના સહકારમાં રહ્યા હતા.