નરેન્દ્ર મોદી ૨૩મી ઓગસ્ટે ગુજરાત પહોંચશે

નરેન્દ્ર મોદી ૨૩મી ઓગસ્ટે ગુજરાત પહોંચશે

મોદીની ગુજરાત યાત્રાને લઈ આક્રમક તૈયારીઓ શરૂ થઈ
ઓગસ્ટ ઉપરાંત સપ્ટેમ્બર અને ઓકટોબરમાં પણ મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે : કાર્યકર ઉત્સાહિત

અમદાવાદ, તા. ૫
લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી અગાઉ ૨૦મી જુલાઈના દિવસે ગુજરાત પહોંચનાર હતા પરંતુ વરસાડ અને જુનાગઢમાં અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે તેમની તે વખતે મુલાકાતને મોકુફ કરી દેવામાં આવી હતી. હવે તેઓ ૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાત પહોંચશે. આ યાત્રા દરમિયાન મોદી ભાજપના ટોચના નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. તેઓ સપ્ટેમ્બર મહિનામાં તેમના જન્મ દિવસે પણ રાજ્યની મુલાકાતે ફરી આવી શકે છે. ત્યારબાદ ઓકટોબર મહિનામાં પણ એક અથવા બે વખત ગુજરાતમાં આવી શકે છે. રાજકીય વર્તુળોમાં મોટાભાગના લોકો માની રહ્યા છે કે મોદીની આ યાત્રા ચૂંટણીને લઈને ખૂબ મહત્વપૂર્ણ બની ગઈ છે. લોકોની વચ્ચે જવા માટે તૈયાર છે. મોદી આક્રમક ચૂંટણી પ્રચાર કરવાની યોજના પણ ધરાવે છે. લોકોના અભિપ્રાયને જાણવાના પણ તેઓ પ્રયાસ કરશે. ૨૩મી ઓગસ્ટના દિવસે મોદી પહોંચી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતને લઈને જોરદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તેઓ આવાસ નિર્માણ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલા મકાનો પણ સોંપશે. જાહેર કાર્યક્રમમાં વરસાડમાં તેઓ ભાગ લેશે. આ સંદર્ભમાં ચીફ સેક્રેટરી જેએન સિંહે કહ્યું છે કે વડાપ્રધાન ધરમપુર, કપરાડા અને અન્ય વિસ્તારો માટે ૫૦૦ કરોડ રૂપિયાના પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. મોડેથી મોદી પાટનગર ગાંધીનગર પહોંચશે જ્યાં જીએફએસયુના કન્વોકેશન કાર્યક્રમાં ભાગ લેશે. ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થશે. મોદીની.ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે મોદી ગુજરાતમાં ભાજપના ટોપ નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિ અંગે માહિતી મેળવશે. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ તાજેતરમાં જ પહોંચ્યા હતા. અમિત શાહે રથયાત્રા દરમિયાન પણ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં સક્રિય રહીને એક પછી એક બેઠકો યોજી હતી. સાથે સાથે રથયાત્રાના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના તમામ ટોપના નેતાઓ ચૂંટણીને લઈને પહેલાથી જ આક્રમક તૈયારીઓમાં લાગેલા છે.
યાત્રાની સાથે સાથે……

મોદીની ગુજરાત યાત્રાને લઈને તમામ તૈયારીઓ હાથ ધરાઈ
વલસાડ અને જુનાગઢમાં અગાઉ ભારે વરસાદના કારણે ૨૦મી જુલાઈના દિવસે તેમની યાત્રાને મોકુફ કરાઈ હતી.
યાત્રા દરમિયાન મોદી ગુજરાતમાં ભાજપના ટોપ નેતાઓ સાથે વાતચીત કરશે
૨૩મી ઓગસ્ટના દિવસે ગુજરાતની યાત્રા ઉપરાંત તેઓ સપ્ટેમ્બરમાં તેમના જન્મ દિવસે અને ઓકટોબરમાં એક અથવા બે વખત ગુજરાત પહોંચે તેવી સંભૈાવના
વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાગ લેશે
મોદીની ગુજરાત યાત્રાને લઈને કાર્યકરો ઉત્સાહિત