ડાંગી ડમ્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પીઓ પૃથ્થકરણ (અધર્સ)

ડાંગી ડમ્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પીઓ પૃથ્થકરણ (અધર્સ)

• કંપની “ડાંગી ડમ્સ” બ્રાન્ડ ફૂડ્‌સ વેચી રહી છે.
• ઇક્વિટી પરનું પ્રીમિયમ હકારાત્મક નેટવર્થ દર્શાવે છે.
• મર્ચન્ટ બેન્કર પાસે મિશ્ર ટ્રેક રેકોર્ડ છે. છેલ્લો ઈસ્યુ સેલભાઈ પાછો ખેંચવામાં આવેલ છે.
• ઇશ્યૂ સંપૂર્ણ ભાવનો છે, હરિફો ચૂસ્ત રીતે તુલનાત્મક નથી

કંપની વિશેઃ

ડાંગી ડમ્સ લિમિટેડ (ડીડીએલ) (અગાઉ એરોમેન હોસ્પિટાલિટી પ્રા.લિ. તરીકે ઓળખાતી) પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થઈ છે અને તેનું નામ બદલ્યું છે. ડી.ડી.એલ. જે શરૂઆતમાં કેક, ચોકલેટ અને ડેઝર્ટના કારોબાર ચલાવવાનું લક્ષ્ય ધરાવીને શરુ થઈ હતી, તે હાલમાં ચોકલેટ, કેક અને પેસ્ટ્રીઝના વ્યવસાયમાં છે અને બ્રાન્ડ “ડાંગી ડમ્સ” હેઠળ વેચવામાં આવે છે. તેની પ્રોડક્ટ પ્રોફાઇલને વિસ્તૃત કરવા માટે, તે તાજેતરમાં આઇસ ક્રીમ, સોફ્ટફીઝ, કેન્ડી, કૂકીઝ, ખારી ટોસ્ટ, આર્ટિસન બ્રેડ, થીક શેક્સ, સેવૉરીઝ અને પીણાંનો સમાવેશ કરે છે. તેના પોતાના આર એન્ડ ડીની મદદથી, કંપની તેના ગ્રાહકોની માંગ મુજબ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નવી આઇટમ ઉમેરી રહી છે. હાલમાં તે ગુજરાત પ્રદેશમાં ૮૧ આઉટલેટ્‌સ સાથે કામ કરી રહી છે.
મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :
હાલની સિકયોર્ડ લોનના રિપેમેન્ટ માટે, સ્થાવક મિલકત ખરીદવા અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટેની જરૂરિયાત માટે, આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા રૂ. ૨૭૧૨૦૦૦ ઈક્વીટી શેર રૂ. ૭૪ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૨૦.૦૭ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૦.૮.૧૮ના રોજ ખુલીશે અને તા. ર૪.૮.૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૧૬૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે.
આ ઈસ્યુના લીડ મેનેજર મોનાર્ક નેટવર્થ કેપિટલ લી છે જયારે બીગશેર સર્વિસીસ પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ર૬.૪ર ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી તેમણે જાન્યુઆરી ર૦૧૬ થી જુલાઈ ર૦૧૭ સુધીમાં બીજા ઈક્વીટી શેર રૂ. ૧૦ અને રૂ. ૭૪ ના ભાવે આપી ફંડ મેળવેલ. પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૨૨.૪૨, રૂ. ૨૩.૨૪, અને રૂ. ૭૪.૦૦ છે.
આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૭.પપ કરોડ છે જે આ ઈસ્યુ ભરાયા પછી રૂ. ૧૦.ર૭ કરોડ થશે.

આર્થિક દેખાવ

દેખાવને મોરચે સ્ટેન્ડએલોન આધારે આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં નાણાકીય વર્ષમાં કુલ આવક /ચોખ્ખો નફો રૂ. ૫.૯૮ કરોડ / રૂ. – (૨.૮૮) કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૧૧.૫૩ કરોડ / રૂ. – (૫.૧૩) કરોડ. (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૧૯.૯૬ કરોડ / રૂ. ૦.૯૦ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૩૬.૫૮ કરોડ / રૂ. ૧.૫૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમણે નકારાત્મક શેર દીઠ આવક -(૭૭.પ૩) તેમ જ નકારાત્મક આર ઓ એન ડબલ્યુ દર્શાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના એનએવી રૂ. ૧પ.૩૦ના આધારે આ ઈસ્યુનો ભાવ ૪.૮૪ના પી/બીવીથી આવે છે. જો આપણે તેની છેલ્લી કમાણીને ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૪૯ના પી/ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગમાં ૮૩નો પી/ઈ રેશિયો ચાલે છે.
તુલનાત્મક સરખામણીઃ
ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેમણે કોફી ડે, જુબિલન્ટ ફુડ્‌સ અને વિડલી રેસ્ટોરેન્ટને તેમના લિસ્ટેડ હરિફલો તરીકે દર્શાવે છે. આ હરિફોમાં કોઈપણ ડીડીએલના મોડલ સાથે ચૂસ્ત રીતે સરખાવી શકાય તેમ નથી. આ હરિફો હાલમાં અનુક્રમે ૫૯, ૧૦૧ અને નીલ (૧૩.૦૮.૧૮ ના રોજ) ના પી / ઇ સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. આમ આ ઈસ્યુ સંપૂર્ણ કિંમતનો છે.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચંટ બેંકના મોરચે, તેમના સ્થિર થયા પછી તેમની આ ૧૧મી કામગીરી છે, જયારે છેલ્લો ઈસ્યુ સેલભાઈ ઈન્ટરનેટ નબળા પ્રતિભાવને કારણે અધવચ્ચેથી પાછો ખેંચવામાં આવ્યો, તે અગાઉના ૯ લીસ્ટીંગમાં લીસ્ટીંગના દિવસે ર ડીસ્કાઉન્ટ ભાવે, ૩ ભાવોભાવ અને બાકીના ૧.૪૨% થી ૪પ%ના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
કંપનીની ટોપ લાઈને ક્રમશઃ વધારો દર્શાવ્યો છે તે સાથે સાથે બોટમ લાઈનમાં પણ કેટલોક સુધારો થયો છે. આભાર કદાવર પ્રિમીયમ કીટી નો કે જે તેનો નેગેટીવ બુક વેલ્યુથી બચાવ કરે છે. ગુજરાત અને પ્રોડક્ટ બાસ્કેટમાં તેના ફેલાવાને આધારે, દેખાવ એકદમ આશાસ્પદ લાગે છે. પરંતુ સંપૂર્ણ ભાવનો ઈસ્યુ હોવાથી, જોખમને સમજનાર રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા પર વિચાર કરી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

The Dangee Dums IPO Analysis helps you to understand about the company, offer detail, valuation, capital structure and financial performance. Our SEBI registered IPO Analysts tells you if Dangee Dums IPO worth investing. The Dangee Dums IPO Note sets the IPO expectations in systematic way which tells you if Dangee Dums IPO good to buy (good or bad / yes or no). The IPO Forecast tells you weather to invest in Dangee Dums IPO by providing IPO recommendations i.e. subscribe, avoid and neutral.

courtcy :http://www.chittorgarh.com