મોદી શ્રેણીબદ્ધ નવી યોજના જાહેર કરશે : તમામની નજર

સામાજિક સેક્ટરની નવી યોજના જાહેર કરાશે
મોદી શ્રેણીબદ્ધ નવી યોજના જાહેર કરશે : તમામની નજર
તાજેતરમાં જ લોકો પાસેથી અભિપ્રાય આમંત્રિત કરવામાં આવ્યા બાદ ક્યા મુદ્દા રજૂ કરાશે તેને લઇ ભારે ઉત્સુકતા

નવી દિલ્હી,તા. ૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. જેમાં કેટલીક નવી લોકલક્ષી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. વર્તમાન સરકાર સત્તામાં ચાર વર્ષથી વધુ પૂર્ણ કરી ચુકી છે અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મોદીનુ આ સરકારની અવધિમાં લાલ કિલ્લા પરથી અંતિમ ભાષણ રહેનાર છે. તેમના વડાપ્રધાન તરીકેના સંબોધન પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મોદી આ પ્રસંગે દેશના લોકોને સંબોધતા શ્રેણીબદ્ધ નવી સામાજિક સેક્ટરની સ્કીમ જાહેર કરે તેવી શક્યતા છે. મળેલી માહિતી મુજબ મોદી સ્વચ્છતા ઝુંબેશને વધારે તીર્વ કરવા પર ભાર મુકશે. જાણકાર નિષ્ણાંતો પણ તેના પર નજર રાખી રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે મોદી પ્રવર્તમાન સામાજિક સેક્ટરની જુદી-જુદી સ્કિમોની જાહેરાત કરી શકે છે અથવા તો નવી જાહેરાતો પણ કરી શકે છે. જે નવી સ્કીમમો જાહેર કરવામાં આવી શકે છે. વડાપ્રધાન ઐતિહાસિક લાલ કિલ્લા પરથી આ વખતે યુવાનો માટે કેટલીક ખાસ પહેલ કરી શકે છે. સાથે સાથે ખેડુત સમુદાય માટેપણ કેટલીક જાહેરાત કરવામાં આવી શકે છે. વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ જમ્મુ કાશ્મીરના સંબંધમાં પણ કોઇ ખાસ વાત કરી શકે છે.બીજી બાજુ વડાપ્રધાન મોદીએ પોતે પણ હાલમાં લોકો પાસેથી સ્વંતત્રતા દિવસે ક્યાં મુદ્દા ઉઠવા જોઇએ તે અંગે અભિપ્રાય માગ્યાં હતા. લોકો તેમના અભિપ્રાય જુદા જુદા વિષયો પર આપી ચુક્યા છે. હવે આવતીકાલે વડાપ્રધાન ક્યા મુદ્દા ઉઠાવે છે તે બાબત પર તમામની નજર રહેશે.મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી ં મોંઘવારીને લઇને લોકો પરેશાન રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલકિલ્લા પરથી સંબોધન કરવા જઇ રહ્યા છે ત્યારે મોદી આ વખતે ફાઈનાન્સિયલ ઇન્ક્લુશનના મુદ્દા ઉપર વાત કરે તેવી શક્યતા છે. જનધન ખાતા ધારકો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય કેટલીક સુવિધાઓની જાહેરાત પણ થઇ શકે છે. ૩૨ કરોડથી વધુ જનધન ખાતા ધારકોના સંદર્ભમાં કોઇ મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. સરકારની ફાઈનાન્સિયલ ઇન્ક્લુશન ઝુંબેશને પ્રોત્સાહન આપવા કોઇ નવી જાહેરાત થઇ શકે છે. પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ધારકો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. હાલમાં આ સુવિધા ૫૦૦૦ રૂપિયા સુધીની છે. પ્રથમ તબક્કો ૧૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે પૂર્ણ કરાયો હતો. છેલ્લા ચાર વર્ષના ગાળામાં આ યોજના હેઠળ ૩૨.૨૫ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આમા ૮૦૬૭૪.૮૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. સરકાર અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મર્યાદા ૫૦૦૦ રૂપિયા પ્રતિમાસથી વધારીને ૧૦૦૦૦ રૂપિયા કરી શકે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલીક જાહેરાતોની શક્યતા દેખાઈ રહી છે. અનઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરમાં કામ કરતા વર્કરો માટે પણ કેટલીક બચત યોજનાઓની જાહેરાત થઇ શકે છે.