ચીનને ઝટકોઃ મલેશિયાએ ભારતને આપ્યો સાથ, ઓબોર પ્રોજેક્ટને આપી અલવિદા ચીન યાત્રાના અંતિમ દિવસે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આ જાણકારી આપી

ચીનને ઝટકોઃ મલેશિયાએ ભારતને આપ્યો સાથ, ઓબોર પ્રોજેક્ટને આપી અલવિદા
ચીન યાત્રાના અંતિમ દિવસે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આ જાણકારી આપી

બેઇજિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અતિ મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ પ્રોજેક્ટનો મોટો ઝટકો લાગ્યો છે. મલેશિયાએ આ પ્રોજેક્ટમાંથી પોતાની ભાગીદારી પરત લેતા પોતાને પ્રોજેક્ટથી અળગુ કર્યુ છે. પોતાની ચીન યાત્રાના અંતિમ દિવસે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે આ જાણકારી આપી.ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ચીનના આ પ્રોજેક્ટની સામે વાંધો લઇ ચુક્યા છે. પીઓકેમાં ચાલી રહેલી સીપેક સામે ભારત વાંધો ઉઠાવી ચુક્યું છે અને આ પ્રોજેક્ટને પોતાની સંપ્રભુતાની વિરૂદ્ધ ગણાવ્યો છે. ત્યારે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે નાણાકીય તંગીનો હવાલો આપીને આ પ્રોજેક્ટ રદ્દ કર્યો છે.
મહાતિરે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંનેએ તેમના આ નિર્ણયનો સ્વિકાર કર્યો છે. આ પહેલા ચીને દાવો કર્યો હતો કે પ્રોજેક્ટ પર થનારા રોકાણથી બંને દેશોને ફાયદો થશે. મહાતિર મોહમ્મદે જણાવ્યું કે આ સમગ્ર મામલો પ્રોજેક્ટમાં વધુ નાણા લગાવવાનો હતો. અને મલેશિયા આ માટે સામર્થવાન નથી. અમે આ નાણાંને ચુકવી શકીએ નહીં અને હાલમાં મલેશિયાને આ પ્રોજેક્ટની કોઇ જરૂરિયાત નથી. જો કે મહાતિરે જણાવ્યું કે જરૂર જણાશે તો ભવિષ્યમાં તેઓ આ પ્રોજેક્ટની ફરી શરૂ કરી શકે છે. હાલમાં મલેશિયાનું ફોક્સ રાષ્ટ્રીય દેવું ઘટાડવા પર છે. એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે ચીન આ પ્રોજેક્ટના બહાને નાના દેશોને મોટી લોનની જાળમાં ફસાવી રહ્યું છે.
અગાઉની નજીબ રજકની સરકાર પર મૂર્ખતાનો આરોપ લગાવતા મહાતિરે કહ્યું હતું કે, અમારા દેવાને લઈને જો અમે સાવચેત નહીં રહીએ તો દિવાળીયા થઈ જઈશું. મહાતિરે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટમાંથી બહાર આવવા માટે પેનલ્ટી તરીકે અમારે પૈસા આપવાના રહેશે. અમારે એ પણ જાણવું પડશે કે અત્યાર સુધી પ્રોજેક્ટ્‌સ પર આપવામાં આવેલા નાણાંનું શું થયું. હાલ રજક પર ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યાં છે.