બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૯૫ કરોડ ચોખ્ખો નફો નોંધાવ્યો

બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. ૯૫ કરોડ ચોખ્ખો નફો નોંધાવ્યો

બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. ૯૫.૧૧ કરોડ નોંધાવેલ છે, જે અગાઉના ત્રિમાસીક ગાળામાં રૂ. ૮૭.૭૧ કરોડ હતો. આમ તેઓએ ૮.૪૪% નો વધારો દર્શાવેલ છે. આ સમયગાળા માટે તેની ચોખ્ખી વ્યાજની આવક અનુક્રમે રૂ. ૩૩૫૪ કરોડ અને ૨૫૩૩ કરોડ હતી. તા. ૩૦.૦૬.૧૮ ના રોજ તેનો નેટ એનપીએ રેશિયો ૮.૪૫ ટકા અને સીઆરએઆર ૧૧.૪૩ ટકા હતો.આ બેંક વૈશ્વિક સ્તરે તેની બિન કમાણી શાખાઓ બંધ કરી રહ્યું છે. તેણે પહેલાથી જ ૨ વિદેશી શાખાઓ બંધ કરી દીધી છે અને હાલમાં નિરીક્ષણ હેઠળ આશરે ૪૦ સ્થાનિક શાખાઓ છે અને તેને બંધ કરવા માટે જો જરૂરી જણાયતો અંતિમ કૉલ ઑક્ટોબર ૨૦૧૮ ના પ્રથમ અઠવાડિયા સુધી આવશે,