&TV પર લવ મી ઈન્ડિયા કિડ્સમાં નવરાજ હંસ અને અનુશા મણિ નોર્થ અને સાઉથ ઝોન્સની આગેવાની કરશે

&TV પર લવ મી ઈન્ડિયા કિડ્સમાં નવરાજ હંસ અને અનુશા મણિ નોર્થ અને સાઉથ ઝોન્સની આગેવાની કરશે

ઈન્ટરએક્ટિવિટી અને એન્ગેજમેન્ટની દષ્ટિએ નવી ઊંચાઈ સર કરતાં &TV બાળકો માટે તેનો પ્રથમ લાઈવ ગાયકી રિયાલિટી શો લવ મી ઈન્ડિયાકિડ્સ લાવી રહી છે. અમુક ઉત્તમ સિંગરો દ્વારા મેન્ટર્ડ અને રાષ્ટ્ર દ્વારા પસંદગી કરાયેલા આ બાળકો ટૂંક સમયમાં જ તેમના સૂરીલા કંઠ અને આકર્ષક પરફોર્મન્સ સાથે દર્શકોના મનમાં સ્થાન જમાવવા માટે સુસજ્જ છે. ભારતના દરેક ખૂણામાંથી પ્રતિભાઓની શોધ કરવાના લક્ષ્ય સાથે આ શો 4 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. દરેક ઝોનની કેપ્ટન દ્વારા આગેવાની કરા છે અને ટીમને પોષે છે. નોર્થ ઝોનની આગેવાની મજબૂત અવાજ અને સંગીત માટે લગની સાથે લોકપ્રિય પંજાબી ગાયક નવરાજ હંસ કરશે. તેના ઝોન સાથે ગળાકાપ હરીફાઈ કરવા માટે સાઉથ ઝોનની આગેવાની અનુશા મણિ કરશે. પ્રવાસના આ દરેક પગલે દર્શકો સહભાગી થવાના હોવાથી શો તેમને નિર્ભેળ પ્રતિભા અને ભાવનાત્મક જોડાણને આધારે સ્પર્ધકોનું નસીબ નક્કી કરવાની સત્તા આપશે.

પારંપરિક ગાયકી શૈલી સાથે બોલ્ડ લયાત્મક અવાજ માટે જાણીતો પંજાબી ગાયક, અભિનેતા, પરફોર્મર અને વેપાર સાહસિક નવરાજ હંસે પંજાબી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ કંડારી છે. આ ઊભરતા યુવા પ્રતીકે બોલીવૂડ અને પંજાબી ફિલ્મો માટે ઘણાં બધાં હિટ પાર્શ્વભૂ ગીતો પર પોતાનું નામ અંકિત કરી દીધું છે, જેમાં સોનુકે ટટુકી સ્વીટીમાંથી છોટે છોટે પેગ અથવા બાગી 2નું મુંડિયા તૂ બચકેનો સમાવેશ થાય છે. આ હંસ રાજ હંસનો પુત્ર અને દલેર મહેંદીનો જમાઈ ઘણી બધી પંજાબી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. પોતાની પહોંચ વધારવા માટે ઉત્સુક નવરાજે ગુજરાતી ગીતો પણ કમ્પોઝ કર્યાં છે, જેની ભારે સરાહના થઈ છે. મોટાં ભાગનાં ગીતો તેણે સહ- લેખન કર્યા છે. તેના શક્તિશાળી સૂર માટે તે હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે.

લવ મી ઈન્ડિયા સાથે કેપ્ટન તરીકે રિયાલિટી પ્રવાસ શરૂ કરવા માટે ભારે રોમાંચિત નવરાજ કહે છે, મારા પિતા અને મારા દાદાના વારસાથી પ્રેરિત મેં 10 વર્ષ પૂર્વે ગાયન શરૂ કર્યું હતું. પરિવારના નામને લીધે મને મદદ મળી. આરંભમાં થોડી તકો મળી, પરંતુ પરફોર્મન્સમાં સાતત્યતા અને સખત મહેનતને લીધે આગળ આવી ગયો. આ સ્પર્ધાત્મક સમયમાં તમારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યંત પ્રતિભાશાળી હોવું જરૂરી છે. હું અગાઉ ક્યારેય રિયાલિટી શોનો હિસ્સો રહ્યો નથી, જેથી મને કેપ્ટન તરીકે લવ મી ઈન્ડિયા કિડ્સમાં ઓફર મળી તે મારે માટે ગૌરવજનક છે. કેપ્ટનો સ્પર્ધકોને મેન્ટર કરશે ત્યારે મારે માટે ગુરુ રંધાવા, હિમેશ રેશમિયા અને નેહા ભસીન જેવી હસ્તીઓ સાથે એક મંચ પર બેસવાની આ ઉત્તમ તક છે. શો નિશ્ચિત જ સ્પર્ધકો માટે મજબૂત મંચ છે. કેપ્ટન તરીકે સ્પર્ધકોની કારકિર્દી નિર્માણ કરવામાં યોગદાન આપવાની તક મળશે એવું મને લાગે છે, જે ખરેખર બહુ સારી બાબત છે.

પોતાના પરિવાર પાસેથી પ્રેરણા લેનારી સૂરીલી ગાયિકા અનુશા મણિએ કર્ણાટિક સંગીતમાં પોતાનો હાથ અજમાવ્યો અને આ સાથે આધુનિક તાલીમ પણ લીધી. તેણે ટૂંક સમયમાં જ સંગીત ઉદ્યોગમાં પોતાની છાપ છોડી છે અને નામના મેળવી છે. જોની ગદ્દારમાં ધોકા ગીતથી સાથે બ્રેક મળ્યા પછી તેણે અમુક અત્યંત લોકપ્રિય બોલીવૂડની હિટ્સમાં પણ સૂરીલો અવાજ આવ્યો હતો, જેમાં તેરા રસ્તા છોડૂ ના, ઝરા દિલકો થામ લો અને હાલમાં ગુલાબોનો સમાવેશ થાય છે. તેને ગુલાબો ગીત માટે બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર શ્રેણીમાં ફિલ્મફેરમાં નોમિનેશન પણ મળ્યું હતું.

રિયાલિટી ટીવી પર પદાર્પણ બાબતે ભારે રોમાંચિત તે કહે છે, &TV પર લવ મી ઈન્ડિયા કિડ્સ સાથે મેન્ટર તરીકે મારો રિયાલિટી શોનો પ્રવાસનો આ આરંભ છે. લાઈવ કિડ્સ રિયાલિટી શોની સંકલ્પના અને ઝોનલ ફોર્મેટે માટે આકર્ષિત કરી છે. દર્શકોને ઓડિશન્સથી જ મુખ્ય ભૂમિકા ભજવવાની સત્તા આપવામાં આવી હોવાથી મને ખાતરી છે કે આ પ્રતિભાશાળી સ્પર્ધકો તેમના જાદુથી રાષ્ટ્રને ઘેલું લગાનીને રહેશે. મારે માટે આ સંપૂર્ણ અલગ અનુભવ છે અને હું નવું સાહસ ખેડવા અને સંગીતના પ્રેમ માટે મારું યોગદાન આપવા માટે ભારે ઉત્સુક છું. કેપ્ટન તરીકે સ્પર્ધકોની પ્રતિભા નિખારવા સાથે તેમને અનોખા તરી આવવા માટે મદદ કરીશ. હું તેમને અત્યંત મહત્ત્વપૂર્ણ તાલીમ આપવાની છું, જે છે તમારા મનથી ગાઓ.

જોતા રહો &TV પર લવ મી ઈન્ડિયા કિડ્સ પર વધુ અપડેટ્સ, બાળકો માટેનો આ ગાયકી રિયાલિટી શો ટૂંક સમયમાં જ ટેલિવિઝન પર આવશે!