એકેજી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અધર્સ)

એકેજી એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અધર્સ)

• એકેજી કોમોડિટીઝની આયાત અને નિકાસ માટેના વેપારમાં છે.
• એ સમાન હિત ધરાવતી કાઉન્ટરપાર્ટ ગ્રૂપ કંપની છે.
• નાણાકીય વર્ષ ૨૦૦૮ માટે બોટમ લાઈનમાં અચાનક ઉછાળો એ આશ્ચર્યજનક છે.
• ઇશ્યૂની કિંમત ૨૦ + ના પી / ઈ પી ઈ રેશિયોથી છે
• લીડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ સરેરાશ છે

એકેજી એક્ઝિમ લિમિટેડ (એકેજી) એ વિવિધ ઉત્પાદનો અને કોમોડિટીઝમાં ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન સિસ્ટમ સાથે વૈવિધ્યીકૃત વેપારી ટ્રેડિંગ કંપની છે જે આઈ એસ ઓ ૯૦૦૧ઃ ૨૦૦૮ થી પ્રમાણિત છે. કંપની એક મર્ચેન્ડાઇઝર છે, જેમાં નોન બાસમતી રાઇસ, મેટલ સ્ક્રેપ, એલ્યુમિનિયમ સ્ક્રેપ, આયર્ન સ્ક્રેપ, સ્પાઇસીસ અને સુકા ફળો વગેરે સહિત વિવિધ ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુટર છે. બજારમાં સતત વિસ્તરણ સાથે, કંપની સતત વૈશ્વિકસ્તરની ગ્રાહક સેવા પૂરી પાડવાના તેના મિશનના લક્ષ્યને હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે. મેટલ સ્ક્રેપ વગેરેને સિંગાપુરમાંથી આયાત કરવામાં આવે છે અને ભારતીય ઘરેલુ બજારોમાં વેચવામાં આવે છે; અને નોન બાસમતી રાઇસ ભારતીય ઘરેલુ બજારમાંથી ખરીદવામાં આવે છે અને સિંગાપુર નિકાસ કરવામાં આવે છે. કંપની દ્વારા ૧૦૦ ટકા નોન -બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી રહી છે.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :

તેની કાર્યકારી મૂડી માટે અને સામાન્ય કોર્પસ ફંડની જરૂરિયાતો માટે અંશતઃ નાણાં એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા ૧૭૮૦૦૦૦ ઈક્વીટી શેર બુકબિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. ૩૧ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૫.૫૨ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૦.૦૯.૧૮ના રોજ ખુલશે અને તા. ૧૪.૦૯.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૩૬.૮૯ ટકા હિસ્સો આપશે.
આ ઈસ્યુના લીડ મેનેજર નેવીજન્ટ કોર્પોરેટ એડવાઈઝર્સ લી. છે.જયારે માસ સર્વિસીસ લી. તેના રજીસ્ટ્રાર છે.
ર૦૧૭ માર્ચ માસમાં શરુઆતના ઈક્વીટી અને પછી રાઈટ ઈસ્યુ ભાવોભાવ શેર આપ્યા પછી આ કંપનીએ માર્ચ ર૦૧૧ અને જાન્યુઆરી ર૦૧૩ વચ્ચે બીજા શેર રૂ. ૧૦૦ ના ભાવે આપેલ હતા. આ ઉપરાંત તેમણે જાન્યુઆરી ર૦૧૮ માં એક શેર પર એક શેર બોનસ આપેલ હતું.
પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. પ.૧૩ છે.
આ ઈસ્યુ પછી આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૪.૮૪ કરોડ છે જે વધીને રૂ. ૬.૬૨ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીએ કુલ આવક /ચોખ્ખો નફો રૂ.૭૪.૮૨ કરોડ / રૂ. ૦.૪૧ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૯૮.૫૯ કરોડ / રૂ. ૦.૪૧ કરોડ (નાણાકીય વર્ષ ૧૬), રૂ. ૧૦૫.૫૫ કરોડ / રૂ. ૦.૪૯ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૧૧૨.૩૫ કરોડ / રૂ. ૧.૦૨ કરોડ(નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. ના. વ. ર૦૧૮માંબોટમ લાઈનમાં એકાએક આવેલ ઉછાળો થોડું આશ્ચર્ય જન્માવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ કંપીનીએ સરેરાશ શેર દીઠ આવક રૂ. ર.૭૦ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૬.૩૪ દર્શાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજની એન એ વી રૂ. ૪૦.૯૨ના આધારે આ ઈસ્યુનો ભાવ ૦.૭૬ ના પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના એન એ વી ર૬.૦૪ ના આધારે ૧.૧૯ ના પી/બીવી થી આવે છે. જો આપણે ના. વ. ૧૮ ની કમાણીને ધ્યાને લઈએ અને ફાળવણી પછીના તમામ ઈસ્યુના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૬૪ ના પી/ઈ રેશિયોથી આવે છે (??).

સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેઓએ એગ્રો ટેક ફૂડ્‌સ અને ઔસોમ એન્ટરપ્રાઇઝને તેમની લિસ્ટેડ સમાન કંપનીઓ તરીકે દર્શાવેલ છે. જે વર્તમાનમાં ૫૦ અને ૫ ની પી / ઇ (તા. ૦૩.૦૯.૧૮ ના રોજ) ટ્રેડિંગ કરી રહેલ છે. જો કે, તેઓ ચુસ્ત રીતે તુલનાત્મક નથી. હાલમાં થયેલ સરવેશ્વર ફુડ્‌સના એસ એમ ઈ આઈપીઓના નબળા લીસ્ટીંગે કૃષિ બેઝ કંપનીઓ માટે એસએમઈ આઈપીઓના જનરલ સેન્ટિમેન્ટને નુકશાન પહોંચાડેલ છે.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમના જુથ દ્વારા આ ૧પ મો ઈસ્યુ છે, છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે ૩ ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, એક ભાવોભાવ અને બાકીના પ થી ર૦ ટકાના પ્રિમિયમથીખુલેલ હતા.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

ઈસ્યુ પૂર્ણ ભાવનો છે. ના. વ. ૧૮માં કમાણીમાં આવેલ ઉછાળો થોડું આશ્ચર્ય ઉપજાવે છે. લીડ મેનેજર સરેરાશ ટ્રેક રેકર્ડ ધરાવે છે. એકેજીનો આયાત અને નિકાસનો ધંધો એક જૂથ કંપની સાથે છે જેની પાસે સમાન વ્યવસાય છે જે ચિંતા ઉપજાવે છે. રૂપિયો/ડોલરના ભાવ તેના પર અસર કરી શકે છે. જેના હાથ પર વધારાની રોકડ હોય તેવા રોકાણકારો તેમના પોતાના જોખમે રોકાણ કરવા વિચારી શકે.

 

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Curtsy  : http://www.chittorgarh.com