ક્રિતિકા વાયર્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ

ક્રિતિકા વાયર્સ એન એસ ઈ એસ એમ ઈ આઈ પી ઓ પૃથ્થકરણ (લાંબા ગાળા માટે રોકાણ કરો)

• કંપની વાયર અને વાયર પ્રોડક્ટ્‌સના ઉત્પાદનમાંમાં રોકાયેલી છે.
• ઉદ્યોગના સરેરાશ માપદંડોના આધારે, આ ઈસ્યુ પૂર્ણ કિંમતવાળો છે.
• કેડબલ્યુએલે ટોચની રેખાઓમાં સતત વૃદ્ધિ નોંધાવી છે.
• લાંબા ગાળાની રોકાણકારો રોકાણ માટે વિચારી શકે

 

કંપની વિશેઃ

ક્રિતિકા વાયર લિમિટેડ (કેડબ્લ્યુએલ) ઉચ્ચ ગુણવત્તાના ગેલ્વેનાઈઝ્‌ડ સ્ટીલ વાયર અને વાયર પ્રોડક્ટ્‌સનું ઉત્પાદન કરવાના વ્યવસાયમાં છે અને સરકાર, ખાનગી ક્ષેત્ર જેવા કે પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે અને ઘણા બધા ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળે છે. કંપની દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોનો ઉપયોગ વીજળીના પ્રસાર અને વિતરણ, કોંક્રિટ સ્લીપર્સ, પોલ્સ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે થાય છે. તેનાં બે ઉત્પાદન એકમો પશ્ચિમ બંગાળમાં હાવરામાં છે.
કંપની આઈ એસ ઓ ૯૦૦૧ઃ ૨૦૦૮ પ્રમાણિત ઉત્પાદક અને વિવિધ પ્રકારના ગેલ્વેનાઇઝ્‌ડ અને નોંગલવેનાઇઝ્‌ડ વાયરના સપ્લાયર છે. ઉત્પાદનો આઈએસઆઈ ચિહ્નિત છે જે ઉત્પાદનની પ્રમાણભૂતતા અને ગુણવત્તાના સુમેળમાં વિકાસ કરવામાં સહાય કરે છે. સરફેસ ફીનીશ, ટેન્સીલ સ્ટ્રેન્થ, ટૉર્સિયન, બ્રેકિંગ લોડ, જસત કોટિંગ, ડીપ અને એડેશન ટેસ્ટની દ્રષ્ટિએ તેના ઉત્પાદનોનું સખત પરીક્ષણ કરવામાં આવે છે. ઉત્પાદન પરીક્ષણ સિવાય કંપની ઈન-પ્રોસેસ ટેસ્ટીગમાં માને છે જેના કારણે નિયત ગુણવત્તા ધોરણો જળવાઈ રહે, અને ગ્રાહક જરૂરિયાત મુજબનું ઉત્પાદન પણ પૂરું પાડે છે.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :

કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પોરેટ ખર્ચ માટેની જરૂરિયાત માટે, આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા રૂ. ૪૮૧૨૦૦૦ ઈક્વીટી શેર રૂ. ૩૨ના મુકરર ભાવે ઓફર કરીને રૂ. ૧૫.૪૦ કરોડ એકત્રિત કરવા માટે મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૨૬.૮.૧૮ના રોજ ખુલીશે અને તા. ૧.૧૦.૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૭.૧૧ ટકા હિસ્સો આપશે.
આ ઈસ્યુના લીડ મેનેજર હેમ સિકયુરીટીસ લી છે જયારે લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે.
શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી તેમણે માર્ચ ર૦૦૭ થી જાન્યુઆરી ર૦૧૭ ની વચ્ચે બીજા ઈક્વીટી શેર રૂ. ૪૦ અને રૂ. ૧૦૦ ના ભાવે આપી ફંડ મેળવેલ. આ ઉપરાંત તેમને માૃચ ર૦૧૮ માં એક શેર પર એક શેર બોનસ આપેલ હતો. પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ. ૦.૦૦, રૂ. ૧.૦૦, રૂ. ર.૦૭ અને રૂ. ૨૨.૦૨ છે.
આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી રૂ. ૧૨.૯૪ કરોડ છે જે આ ઈસ્યુ ભરાયા પછી રૂ. ૧૭.૭૫ કરોડ થશે.

આર્થિક દેખાવ

દેખાવને મોરચે આ કંપનીએ છેલ્લા ચાર વર્ષમાં નાણાકીય વર્ષમાં કુલ આવક /ચોખ્ખો નફો રૂ.૧૮૩.૪૦ કરોડ / રૂ. ૦.૪૩ કરોડ (નાણાકીય વર્ષ ૧૫), રૂ. ૨૧૭.૩૦ કરોડ / રૂ. ૧.૦૫ કરોડ (નાણાકીય વર્ષ૧૬), રૂ. ૨૦૭.૦૬ કરોડ / રૂ. ૨.૬૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૨૫૭.૮૯ કરોડ / રૂ. ૪.૯ ૪ કરોડ (નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. ના. વ. ર૦૧૭ માં તેમણે ટોપલાઈનમાં પીછેહઠ બતાવી હતી, પરંતુ નફામાં વૃધ્ધિ બતાવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં તેમની શેર દીઠ આવક રૂ. ૨.૭૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૯.૫૩% છે. તા. ૩૧.૩.૨૦૧૮ના રોજ એન એ વી રૂ. ૩૦.૪૦ના આધારે ઈસ્યુનો ભાવ ૧.૦૬ ના પી/બીવીથી આવે છે, અને ઈસ્યુ પછીના એન એ વી રૂ. ૩૦.૬૫ના આધારે ૧.૦૪ના પી/બીવીથી આવે છે. જો આપણે ના. વ. ર૦૧૮ ની તેની કમાણીને ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧રના પી/ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગમાં ૧૪નો પી/ઈ રેશિયો ચાલે છે.

તુલનાત્મક સરખામણીઃ

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેમણે રામરત્ન અને ગીકે વાયર્સને તેમના લિસ્ટેડ હરિફો તરીકે દર્શાવે છે. આ હરિફો હાલમાં અનુક્રમે ૧૩ અને ૩૪ (૧૩.૦૮.૧૮ ના રોજ) ના પી / ઇ સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. આમ આ ઈસ્યુ સંપૂર્ણ કિંમતનો છે.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચંટ બેંકના મોરચે, તેમના જુથ દ્વારા છેલલા ૬ વર્ષમાં આ તેમની આ પ૧મી કામગીરી છે, છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં, બે ડીસ્કાઉન્ટ ભાવે અને બાકીના ૨.૭૮ % થી ૨૦%ના પ્રિમિયમથી ખુલેલ હતા.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
ટોચની રેખામાં સુસંગત વૃદ્ધિ સારી જણાય છે. તેના નાણાકીય ડેટાના આધારે, આ ઈસ્યુ પૂર્ણ ભાવનો જણાય છે. રોકાણકારો લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે છે.