ગોદરેજ એગ્રોવેટે સોફિયા કોલેજ, મુંબઇ ખાતે રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

ગોદરેજ એગ્રોવેટે સોફિયા કોલેજમુંબઇ ખાતે રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો

ગોદરેજ એગ્રોવેટે તાજેતરમાં મુંબઇની સોફિયા કોલેજ ખાતે 64.02 કિલોવોટનો રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો હતો. સોલર પાવર પ્લાન્ટ સોફિયા કોલેજને 75 ટન CO2 સમકક્ષ ગ્રીનહાઉસ ગેસ ફુટપ્રિન્ટ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે અને તેનાથી પ્રતિ વર્ષ એક લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.

ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો વીજ ઉત્પાદત અને ગ્રાહક છે. દેશમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની ઊર્જા કોલસો, ઓઇલ અને નેચરલ ગેસ જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પાદિત થાય છે. ભારત હાલમાં તેની 15 ટકા ઊર્જા જરૂરિયાત અક્ષય ઊર્જાના સ્રોતમાંથી મેળવે છે અને તેમાંની મોટા ભાગની હાઇડ્રોપાવરમાંથી આવે છે. ભારતમાં ઊર્જા વપરાશની વૃધ્ધિ મોટા ભાગના અર્થતંત્રો કરતાં ઝડપી છે અને વધતી માગને પહોંચી વળવા માટે વધુ સાતત્યપૂર્ણ ઊર્જાની દિશામાં જવાની જરૂર છે.

આ અંગે બોલતા ગોદરેજ એગ્રોવેટના મેનેજિંગ ડિરેક્ટર બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે, “અમે સક્રિયપણે સામાજિક જવાબદારી નિભાવી છે. અમે‘હરિયાળું ભારત’ના નિર્માણ માટે પ્રતિબધ્ધ છીએ અને આ પગલું હરિયાળા ભારતની દિશામાં લેવાયેલા આ પગલાંથી સોફિયા કોલેજનાં વીજળી બિલો ઘટાડશે એટલું જ નહીં પણ શિક્ષણ સંસ્થાઓને તેમનાં પર્યાવરણ અંગે જાગૃત કરશે.”

સોફિયા કોલેજના પ્રિન્સિપાલ ડો. આનંદા અમ્રિતમહલે જણાવ્યું હતું કે, “સોફિયા કોલેજ ખાતે સોલર પેનલનું ઇન્સ્ટોલેશન ગોદરેજ એગ્રોવેટ લિમિટેડના સીએસઆર એકમની સુંદર પહેલ છે. સૌર ઊર્જાનો ઉપયોગ એ પર્યાવરણનાં જતન પ્રત્યેની પ્રતિબધ્ધતાને ગંભીરતાથી લેતા લોકો માટેનો ભાવિ ઉપાય છે. તે  બેવડો હેતુ સર કરે છેઃ કેમ્પસને હરિયાળું બનાવવામાં મદદ કરે છે અને વીજળી બિલમાં ઘટાડો કરીને મહિલા સશક્તિકરણની દિશામાં આપણાં પ્રયાસોમાં પ્રદાન આપે છે. આ માટે ગોદરેજનો હૃદયપૂર્વક આભાર.”

વધુ સર્વસમાવેશી અને હરિયાળા ભારતની રચનાનો હેતુ ધરાવતા ગોદરેજ ગ્રુપના સસ્ટેનેબિલિટી વિઝન ‘ગુડ એન્ડ ગ્રીન’ને અનુરૂપ ગોદરેજ એગ્રોવેટ તેની કામગીરીને પર્યાવરણીય રીતે ટકાઉ બનાવવા ઊર્જાના સ્વચ્છ સ્રોતમાં રોકાણ કરી રહી છે. ગોદરેજ એગ્રોવેટના ઉત્પાદન એકમોમાં વપરાતી 80ટકાથી વધુ ઊર્જા પુનઃપ્રાપ્ય સ્રોતમાંતી આવે છે. ઉત્પાદન મથકો પર અક્ષય ઊર્જાના ઉપયોગ ઉપરાંત, ગોદરેજ એગ્રોવેટ ગ્રામીણ સમુદાય અને શિક્ષણ સંસ્થાઓમાં પણ અક્ષય ઊર્જાનો ઉપયોગ કરી રહી છે.