પરીન ફર્નિચર એનએસઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ

પરીન ફર્નિચર એનએસઈ એસ એમ ઈ આઈપીઓ પૃથ્થકરણ (સબસ્ક્રાઈબ)

 

• કંપની સ્થાપિત થયેલ બ્રાંડ ફર્નિચરનું ઉત્પાદન કરે છે.
• ૧૮ રાજ્યોમાં સારૂં માર્કેટ નેટવર્ક ધરાવે છે..
• નવી ટેકનોલોજી અને નવીનતાઓના ઉપયોગથી કંપની લાભ મેળવે છે.
• ઇશ્યૂ વાજબી કિંમતવાળો છે.

કંપની વિશેઃ

પેરિન ફર્નિચર લિ. (પીએફએલ) ઘણા ગ્રાહકો માટે ફર્નિચર અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનોની વિશાળ અને વિશિષ્ટ રેન્જ પ્રદાતા છે. કંપની દર વર્ષે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પુરાં પાડવામાં સતત વ્યસ્ત છે કારણ કે બજારની માંગ પ્રમાણે તેમને વૈવિધ્યપૂર્ણ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પીએફએલની સહાયક કંપની એટલે કે પર્લ ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડે સર્વે નં. ૨૬, શાપર મેઈન રોડ, વિલેજ, શાપર, તાલુકા – કોટડા સંગાની, જિ – રાજકોટ -૩૬૦૦૨૪, માં ઉમદા મેન્યુફેકચરિંગ એકમની સ્થાપના કરી છે, જ્યાં ગ્રાહકની માંગ અને જરૂરિયાત અનુસાર વિવિધ સંયોજન તેમ જ આકાર અનુસાર ઉત્પાદનો ઉત્પાદિત કરવા માટે હાઈ ટેક ઈક્વીપમેન્ટ અને ડીઝાઈનની સુવિધા છે. તે પેનલની કટીંગ, એડઝ બીડીંગ, પોસ્ટ ફોર્મિંગ, પેઇન્ટિંગ લાઇન, ફેબ્રિકેશન, મોલ્ડીંગ, કટીંગ અને પોલિશિંગ અને પેકેજિંગ વગેરે જેવા તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચલાવવા માટેની તમામ સુવિધાઓથી સજ્જ છે. કંપની અદ્યતન મશીનરી અને તકનીકનો ઉપયોગ કરે છે અને ઑન-ટાઇમ ડિલિવરી સાથે ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્‌સને પહોંચાડવા અને ગુણવત્તા પર ભાર મૂકવા માટે તેના ઉત્પાદન સેટ-અપ, ડિઝાઇન ક્ષમતાઓ અને કારીગરી સહ તેની ઉત્પાદન સુવિધાનું અપ-ગ્રેડીંગ ચાલુ રાખે છે.
પીએફએલનું બિઝનેસ નેટવર્ક ૧૮ રાજ્યોમાં ફેલાયેલું છે. તેમાં કોકો (કંપનીની માલિકીની – કંપની સંચાલિત) ફ્લેગશિપ રિટેલ સ્ટોર્સ અને આશરે ૯૦૦ ડીલરો છે. મજબૂત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સાથે સ્ટોરેજ એરિયા ધરાવતી કંપનીમાં સ્ટોક રાખવાની મોટી સુવિધાઓ છે. આ ઉપરાંત, તેણે ઘરેલું ફર્નિચર, ઓફિસ ફર્નિચર, હોસ્પિટલ ફર્નિચર, સંસ્થાકીય ફર્નિચર વગેરે જેવા વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે વિસ્તૃત, ખાસ ડિઝાઇન કરેલ શોરૂમ્સ બનાવ્યાં છે.
કંપની ઉત્પાદનોમાં સતત નવી ડિઝાઇનો રજૂ કરે છે. તે કલ્પનાયુક્ત ફર્નિચરનું માર્કેટીંગ, વિતરણ અને રિટેલ કરવા માટે ઇન-હાઉસ એકીકૃત ક્ષમતાઓ ધરાવે છે. તેની પેટા કંપનીએ તુર્કીના આંતરરાષ્ટ્રીય ડિઝાઇનરને રોક્યા છે જેણે નવી પ્રોડક્ટ ડિઝાઇન વિકસિત કરી છે. આજના બદલાતા બજારમાં સ્થાન જાળવવા અને સ્પર્ધાત્મક રહેવા માટે, કંપની બી ૨ બી, પ્રોજેક્ટ્‌સ – ગવર્નમેન્ટ એન્ડ પ્રાઇવેટ, રિટેલ અને ઇ-કૉમર્સ જેવા વિવિધ વ્યવસાયિક વર્ટિકલ્સને અનુસરે છે. આ કંપની તેના ગ્રાહકો માટે પ્રમાણિક ભાવ નીતિના સિધ્ધાંતને અનુસરે છે. જો ગ્રાહકની જરૂરિયાતો સમજાય, બજારના વલણોની માપણી થાય તો તે નાણાં ઉત્પાદનો માટે મૂલ્ય પ્રદાન કરે છે. કંપનીએ આઇએસઓ -૯૦૦૧ઃ ૨૦૧૫, આઇએસઓ -૧૪૦૦૧ઃ ૨૦૧૫, આઇએસઓ-૧૩૪૮૫ઃ ૨૦૧૨, ઓ.એચ.એસ.એ.એસ. ૧૮૦૦૧ઃ ૨૦૦૭ અને એશ્યોર્ડ ગ્રીન ગાર્ડ બિઝનેસ જેવા પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. આ સિવાય, તેણે બીઆઈએફએમએ સર્ટિફિકેશનની નોંધણી પણ કરી છે.

મૂડીનો ઈતિહાસ અને ઈસ્યુનું માળખું :

કેટલીક સુરક્ષિત લોન ચુકવવા, કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ફંડ ની જરૂરિયાત માટે અંશતઃ ફંડ મેળવવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા રૂ. ૧૦ નો એક એવા ૩૦૦૦૦૦૦ ઈક્વીટી શેર, બુર બિલ્ડીંગ દ્વારા, શેર દીઠ રૂ. ૬૦-૬૩ના ભાવે ઓફર કરીને રૂ. ૧૮.૦૦ થી રૂ. ૧૮.૯૦ કરોડ (ઉપરના અને નીચેના પ્રાઈસ બેન્ડને આધારે) એકત્રિત કરવા મૂડી બજારમાં આવી રહેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ર૬.૦૯.૧૮ના રોજ ખુલશે અને તા. ૨૮.૦૯.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ર૦૦૦ શેર માટે અને તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુ ભરાયા પછી આ ઈસ્યુ તેની ભરપાઈ થયેલ મૂડીના ૨૮.૯૮ ટકા હિસ્સો આપશે.

આ ઈસ્યુના લીડ મેનેજર હેમ સિકયુરીટીસ લી છે. જયારે કાર્વી કોમ્પ્યુટર શેર પ્રા. લી. તેના રજીસ્ટ્રાર છે. તા. ૩૧.૩.૨૦૧૮ના રોજ તેમની પાસે રૂ. ૯.૪૮ કરોડની બેંક લોન હતી, તેમાંથી આ ઈસ્યુથી મળનાર રકમમાંથી રૂ. ૯ લાખની લોન ભરપાઈ કરશે. આમ આ ઈસ્યુ પછી આ કંપની દેવામુક્ત બની જશે.

શરુઆતમાં ભાવો ભાવ શેર આપ્યા પછી તેમણે માર્ચ ર૦૦૯ અને માર્ચ ર૦૧૮ વચ્ચે શેર દીઠ રૂ. રર થી રૂ. ૨૦૨.૭૯ં ના ભાવે શેર આપ્યા હતા/રૂપાંતરિત કર્યા હતા.આ ઉપરાંત તેમણે તા. ૧૭.૩.૧૮ના રોજ ૧ શેર પર ૧૦ શેર બોનસ અને તા. ૨૪.૩.૧૮ના રોજ પ શેર પર ૧ શેર બોનસ આપેલ હતું.
પ્રમોટર દ્વારા શેર સંપાદનની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૬.૫૬, રૂ.. ૭.૩૪ અને રૂ. ૧૩.૪૮ છે.આ ઈસ્યુ પછી આ કંપનીની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૮.૧૨ કરોડ છે તે વધીને રૂ. ૧૧.૧૨ કરોડ થશે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં આ કંપનીએ (સ્ટેન્ડ એલોન બેઝીસ પર) કુલ આવક /ચોખ્ખો નફો રૂ.૨૮.૭૬ કરોડ / રૂ. ૦.૨૮ કરોડ (નાણાકીય વર્ષ ૧૫), રૂ. ૬૧.૭૮ કરોડ / રૂ. ૧.૦૧ કરોડ (નાણાકીય વર્ષ૧૬), રૂ. ૫૯.૯૪ કરોડ / રૂ. ૧.૩૬ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) અને રૂ. ૬૪.૫૯ કરોડ / રૂ. ૨.૬૨ કરોડ(નાણાકીય વર્ષ ૧૮) દર્શાવેલ છે. પાછલા વર્ષે તેની ગ્રુપ કંપનીઓનું પુનઃગઠન કર્યા પછી, તેમણે કોન્સોલીડેશન આધારે તેમણે તેમનું ટર્નઓવર ૬૫.૩૨ કરોડ નોંધાવેલ છે જયારે ચોખ્ખો નફો રૂ. ૪.૧૯ કરોડ નોંધાવેલ છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (સ્ટેન્ડલોન ધોરણે) તેમણે સરેરાશ શેર દીઠ આવક રૂ. ૩.પ૬ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ર૦.૪૧ ટકા નોધાવેલ છે. તા. ૩૧.૩.૧૮ના રોજની એન એ વી રૂ.૨૦.૫૨ ના આધારે આ ઈસ્યુનો ભાવ ૩.૦૭ ના પી/બીવીથી આવે છે અને ઈસ્યુ પછીના ઉપરના એન એ વી આ આધારે આ ભાવ ૧.૯૭ ના પી/બીવી થી આવે છે. જો આપણે ના. વ. ૧૮ ની કમાણીને ધ્યાને લઈએ તો અને તેને ઈસ્યુ પછીના તમામ ઈક્વીટીના આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૧૬.૭૦+ના પી/ઈ થી આવે, આ રીતે ઉદ્યોગના સરેરાશ ર૯ ના પી/ઈ રેશિયો સામે આ ઈસ્યુનો ભાવ વાજબી છે. આ કંપની તેનું ભારે ખર્ચાળ દેવું પૂર્ણ રીતે ચુકવી દેતી હોઈ, તે તેની વ્યાજની જવાબદારી ઓછી કરશે, પરિણામે તેમનો નફો વધશે.

સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ્‌સ મુજબ, તેઓએ નિલકમલને તેમની સમાન લીસ્ટેડ કંપની તરીકે દર્શાવી છે જે હાલ (તા. ૨૧.૯.૧૮) ના રોજ રર ની આસપાસના પી/ઈથી વેચાઈ રહેલ છે.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

મર્ચન્ટ બેન્કરના મોરચે, છેલ્લા છ નાણાકીય વર્ષમાં તેમના જૂથ દ્વારા આ તેમની ૪૯ મી કામગીરી છે. છેલ્લા ૧૦ લીસ્ટીંગમાં લીસ્ટીંગના દિવસે ર શેર ડીસ્કાઉન્ટ ભાવે ખુલેલ, અને બાકીના ૨.૭૮ થી ૨૦ ટકા પ્રિમિયમથી ખુલેલ હતા.

નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી

ઘણી નવી યોજનાઓના અયોજન સાથે આ કંપની ફાસ્ટ ફોરવર્ડ મોડમાં છે. વાજબી ભાવો અને હાથ પર સારા ઓર્ડરને ધ્યાનમાં રાખીને, રોકાણ કરવા વિચારી શકાય.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor prior to making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well informed investors to participate is such offers. With crazy recent listings, SME IPOs have started drawing attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. Investors should bear in mind that any investment in stock markets are subject to unpredictable market related risks. Above information is based on information available as on date coupled with market perceptions. Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda, a freelance journalist

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtcy : www.chittorgarh.com